જીગ્નેશ બારીયા :- દાહોદ
દાહોદ તા.૨૧
ગુજરાત રાજ્યના પોલીસ મહાનિર્દેશક(ડી.જી.પી.) આશિષ ભાટીયા દ્વારા ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી કુલ ૧૦૯ બિન હથીયારી પોલીસ સબ ઈન્સ્પેક્ટરો તાત્કાલિક અસરથી બદલીના હુકમો કરવામાં આવ્યા છે જેમાં બીજા જિલ્લાના ચાર કર્મચારીઓને દાહોદ જિલ્લામાં બદલી કરવામાં આવી હોવાનું તેમજ દાહોદ જિલ્લામાંથી એક પોલીસ કર્મચારીને બીજા જિલ્લામાં બદલી કરવામાં આવી જાણવા મળી રહ્યું છે.
દિવાળી બાદ નવા વર્ષના આરંભ સાથે જ ડી.જી.એન્ડ આઈ.જી.આશિષ ભાટીયા દ્વારા ગુજરાતના ૧૦૯ બિન હથીયારી પોલીસ સબ ઈન્સ્પેક્ટરોની તાત્કાલિક બદલી કરવાના આદેશો સાથે જ પોલીસ કર્મચારીઓમાં એક પ્રકારનો સ્તબ્ધતાનો માહોલ પણ છવાઈ ગયો છે ત્યારે આ ૧૦૯ પૈકી ૪ પોલીસ કર્મચારીઓને દાહોદમાં બદલી આપવામાં આવી છે જેમાં સુરત શહેરમાં ફરજ બજાવતાં પટેલ જગદીશભાઈ લાલજીભાઈ, પંચમહાલના લાસન શૈલેષકુમાર મનસુખભાઈ અને ડામોર મનોજકુમાર લાલસીનભાઈ તેમજ ગીરસોમનાથના પોલીસ મથકમાં ફરજ બજાવી રહેલા બારીયા જાગૃતિ કૈલાશભાઈને દાહોદ જિલ્લામાં બદલી કરવામાં આવી છે ત્યારે દાહોદ જિલ્લામાં ફરજ બજાવતાં રાઠવા રણજીતભાઈ કલ્યાણભાઈને વડોદરા ગ્રામ્ય પોલીસ મથકે બદલી કરવામાં આવી છે.