Saturday, 23/11/2024
Dark Mode

ફતેપુરા:લોકડાઉનમાં ફસાયેલાં 800 જેટલાં પર પ્રાંતીય શ્રમિકોએ વતન જવા અરજી કરી

ફતેપુરા:લોકડાઉનમાં ફસાયેલાં 800 જેટલાં પર પ્રાંતીય શ્રમિકોએ વતન જવા અરજી કરી

હિતેશ કલાલ @ સુખસર 

ફતેપુરામાંથી અન્ય રાજ્યોમાં જવા 800 પરપ્રાંતિય અરજી કરી,સાત ગ્રામ પંચાયત પરપ્રાંતીઓની માહિતી આપી.

સુખસર. તા.07

ફતેપુરા તાલુકામાં વેપાર ધંધાર્થી આવેલા પરપ્રાંતીઓ હાલમાં કોરોના મહામારીને લઈ વતન જવા માટે માંગણી કરી રહ્યા છે જેમાં સાત ગ્રામ પંચાયત દ્વારા ૮૦૦ જેટલા પરપ્રાંતિયની માહિતી મામલતદાર કચેરીમાં આપવામાં આવી હતી.

ફતેપુરા તાલુકામાં અન્ય રાજયોમાંથી વિવિધ ધંધાર્થે તેમજ મજુરી કામ અર્થે મોટી માત્રામાં પરપ્રાંતીઓ આવે છે હાલમાં ૮૦૦થી વધુ પરપ્રાંતીઓ તાલુકાના વિવિધ વિસ્તારોમાં પાણીપુરી આઇસ્ક્રીમ કુલ્ફી સેન્ટર જ્યુસ સેન્ટર ના વેપાર તેમજ ઈટોના ભઠ્ઠા પર મજૂરી કામ કરવા માટે આવતા હોય છે જેમાં કોરોના મહામારીને સંક્રમણને લઈ આવા પરપ્રાંતીઓ પોતાના વતનમાં જવા માટે માંગણી કરી છે કેટલાક લોકો તો પગપાળા જતા રહ્યા છે ત્યારે ફતેપુરા, સુખસર, કરોડિયા પૂર્વ,વડવાસ, કાળીયા વલુંડા, બલૈયા, સરસવા પૂર્વ, ગ્રામ પંચાયત દ્વારા પરપ્રાંતિયોની માહિતી મામલતદાર કચેરી આપવામાં આવી હતી. જેમાં ઉત્તર પ્રદેશના-651, મહારાષ્ટ્રના 2, મધ્યપ્રદેશના 76, રાજસ્થાનના 62, તેલંગાના 34, આંધ્રપ્રદેશન 5, હરિયાણાન 1, અને વેસ્ટ બેંગાલ5, થઈ 800 વધુ પરપ્રાંતિયોએ વતન જવા માટે માગણી કરી હતી.

error: Content is protected !!