Friday, 06/12/2024
Dark Mode

દાહોદમાં ટીનેજર્સ પ્રેમી પ્રેમિકા જાહેરમાં બાખડ્યા બાદ પ્રેમી નાળામાં કૂદતા રમુજના દ્રશ્યો સર્જાયા :સમગ્ર મામલો સોશ્યલ મીડિયામાં થયો વાયરલ

દાહોદમાં ટીનેજર્સ પ્રેમી પ્રેમિકા જાહેરમાં બાખડ્યા બાદ પ્રેમી નાળામાં કૂદતા રમુજના દ્રશ્યો સર્જાયા :સમગ્ર મામલો સોશ્યલ મીડિયામાં થયો વાયરલ

જીગ્નેશ બારીયા @ દાહોદ 

દાહોદ તા.૦૩
પરેલ ખડ્ડા કોલોની ખાતેના વિસ્તારનો આજરોજનો એક વિડીયો સોશીયલ મીડીયામાં વાઈરલ થતાં દાહોદ શહેર સહિત પંથકમાં ચકચાર સાથે વિચાર માંગી લેતા અનેક પ્રશ્નો ઉભા થવા પામ્યા છે.

અહીંથી પસાર થતાં એક કપલ એટલે કે, પ્રેમી યુગલ જેવા દેખાતા એક યુવતી અને યુવક વચ્ચે ઝઘડો તકરાર થતાં યુવકે નજીકમાં આવેલ ગંદા નાળામાં છંપલાવ્યું હતુ. આ નાળામાં એટલી ગંદકી હતી તે છતાં આ યુવક કુદી પડ્યો હતો. યુવક જે નાળામાં કુદ્યો હતો તે કોઈ ઉંડો અથવા તો જીવને જાખમમાં મુકી દે તેવો પણ ન હતો. શહેરનો કચરો તથા ગંદુ પાણી આ નાળામાંથી પસાર થતું હોય છે. આવા ગંદા નાળામાં યુવકને જાતા એકક્ષણે રમુજના દ્રશ્યો પણ સર્જાયા હતા.આ દરમ્યાન યુવકને નાળામાં કુદકો મારતા જાઈ યુવતી દ્વારા પણ નાળામાં કુદી જવાની ઉચ્ચારાતી ચીમકી તેમજ બીજી વાતચીતો કરતો વીડીયો ઉપસ્થિત  કોઈક વ્યક્તિએ ઉતારી સોશીયલ મીડીયામાં વાઈરલ કરી દેવામાં આવી હતી. આ ઘટનાથી આ જાહેર માર્ગ ઉપર અવર જવર કરતાં લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. તો ઘણાના મોઢેથી અટ્ટાહાસ્યનો દ્રશ્યો પણ સર્જાયા હતા.
આજના આધુનિક યુગમાં અને તે પણ ૨૧મી સદીની નવી યુવા પેઢી જનરેશનમાં મોબાઈલ,ઈન્ટરનેટ, સોશીયલ મીડીયાના રવાડે ચઢી પ્રેમ પ્રકરણ તેમજ બીજા કિસ્સાઓમાં આકર્ષણનુ કેન્દ્ર નાની ઉંમરમાં જ વધવા માંડ્યું છે. આ તરફ બાળકોના વાલી વારસો પણ બાળકો ઉપર પુરતુ ધ્યાન આપવું તે આજના સમયની તાતી જરૂરીયાત છે. આજના એક એવા કિસ્સાથી દાહોદ શહેરમાં ફરતો થયેલ વિડીયોએ આશ્ચર્ય સહિત લોકોને સ્તબ્ધતામાં મુકી દીધા હતા. શહેરના પરેલ વિસ્તાર ખાતે ખડ્ડા કોલોની તરફ જતાં માર્ગ ઉપર એક સગીર વયની જાવાતી યુવતી અને તેની પાસે એક્ટીવા જેવા વાહન સાથે આ યુવતી પોતાના પ્રેમી જેવા યુવક સાથે ઝઘડો તકરાર કરતી જાવા મળી હતી. આ દરમ્યાન યુવકે નજીકમાં આવેલ ગંદા પાણીના નાળામાં ઝંપલાવી દેતા યુવતી આ યુવકને વિડીયોમાં એમ પણ કહેતી નજરે પડી હતી કે, હું પણ કુદી જઈશ, હુ મરી જઈશ, ધોકો તે આપ્યો કે ધોકો મે કર્યાે, પ્રેમ મે કર્યાે અને ટાઈમ પાસ તે કર્યાે, સેમ ટુ યુ, જેવા ઉચ્ચારણો કરતી જાવા મળી હતી. આ દ્રશ્યથી ત્યાથી અવર જવર કરતાં લોકોનો ટોળેટોળા ઉમટી પડ્યા હતા. આ દરમ્યાન ઉપસ્થિત કોઈકે આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશીયલ મીડીયામાં વાઈરલ કરી દેતા પંથકમાં આશ્ચર્ય સાથે સ્તબ્ધતાનો માહોલ છવાઈ જવા પામ્યો હતો.

error: Content is protected !!