Friday, 22/11/2024
Dark Mode

ધાનપુર તાલુકાના ખજૂરી ગામેથી હોળી જોવા ગયેલા ત્રણ પિતરાઇ ભાઈ-બહેન ગુમ થતાં પરિવારજનોમાં ચિંતા પ્રસરી…

ધાનપુર તાલુકાના ખજૂરી ગામેથી હોળી જોવા ગયેલા ત્રણ પિતરાઇ ભાઈ-બહેન ગુમ થતાં પરિવારજનોમાં ચિંતા પ્રસરી…

જીગ્નેશ બારીયા :- દાહોદ 

  • દાહોદ જિલ્લાના ધાનપૂરમાં 3 પિતરાઇ ભાઇ-બહેનો ગુમ થતાં ચકચાર

  • હોળીના દિવસે હોળી જોવા ગયેલા ત્રણેય ભાઈ તેને પરત ન આવતાં પરિવારમાં ચિંતાનો માહોલ છવાયો

  • અનેક શંકા-કુશંકાઓની વચ્ચે બાળકોના પરિવારજનોના જીવ પડીકે બંધાયા

  • બાળકોના માતાપિતાએ પોલીસનો સંપર્ક કરતા પોલીસ તપાસમાં જોતરાઈ 

દાહોદ તા.૦૧

દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના ખજુરી ગામેથી ત્રણ સગીર વયના પિતરાઈ ભાઈ બહેન હોળીના દિવસથી ગુમ થઈ જતાં પરિવારમાં ચિંતાનો માહોલ સર્જાઈ જવા પામ્યો છે. ભારે શોધખોળ આદર્યા બાદ પણ ત્રણે બાળકો ના મળતાં પરિવારજનો પોલીસના શરળે ગઈ હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.

ધાનપુર તાલુકાના ખજુરી ગામે બામણીયા ફળિયામાં રહેતા સુનિતાબેન વરસીંગભાઇ બામણીયા (આશરે ઉંમર વર્ષ 13), ઈશ્વરભાઈ સુમલાભાઈ (ઉ.વ.આશરે ૧૭ વર્ષ) અને તેનો નાનો પિતરાઈ ભાઈ બામણીયા વિક્રમભાઈ વરસીંગભાઈ આ ત્રણે ભાઈ – બહેન હોળીના દિવસે ગામમાં હોળી જાેવા ગયાં હતાં. હોળી જાેયા ગયા બાદ પણ ઘણો સમય વિત્યાં બાદ આ ત્રણે બાળકો ઘરે ન આવતાં પરિવારજનો દ્વારા ગામમાં ત્રણેયની ભારે શોધખોળ આદરી હતી પરંતુ કોઈ પત્તો લાગ્યો ન હતો ત્યારે આ ત્રણે બાળકો ક્યાંક ગયા હશે? તેવી ચિંતાઓ સાથે પરિવારજનો પોલીસના શરણે પણ ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે. પરિવાર દ્વારા આ સંબંધે ત્રણે બાળકોના નામજાેગ યાદી સોશીયલ મીડીયામાં પણ વહેતી કરી દીધી છે અને બાળકોનો પત્તો મળે તો ૯૩૧૩૬૦૨૬૪૫, ૮૨૩૮૫૯૮૩૭૪, ૮૨૩૮૩૧૯૪૫૪ નંબર ઉપર સંપર્ક કરવા વિનંતી કરી છે. ત્રણે બાળકો ગુમ થતાં પરિવાર સહિત ગામમાં અનેક તર્ક વિતર્કાે પણ વહેતાં થયા છે ત્યારે પોલીસ દ્વારા સઘન તપાસનો ધમધમાટ આરંભ કરી આ ૩ બાળકોને પરિવાર સુધી મેળાપ કરાવી દે તેવી જાહેર જનતામાં લાગણી અને માંગણી પણ ઉઠવા પામી છે.

——————–

error: Content is protected !!