Thursday, 03/04/2025
Dark Mode

ફતેપુરા તાલુકામાં સી.ડી.પી.ઓની બદલી થતાં તાલુકા વિકાસ અધિકારી તેમજ કર્મચારીગણની ઉપસ્થિતિમાં વિદાય સમારંભ યોજાયો

ફતેપુરા તાલુકામાં સી.ડી.પી.ઓની બદલી થતાં તાલુકા વિકાસ અધિકારી તેમજ કર્મચારીગણની ઉપસ્થિતિમાં વિદાય સમારંભ યોજાયો

શબ્બીર સુનેલવાલ :- ફતેપુરા 

  • ફતેપુરા તાલુકામાં સી.ડી.પી.ઓ વંદિતા બેન પટેલ ની બદલી થતા વિદાય સંભારંભ યોજવામાં આવેલ હતો
  • તાલુકા વિકાસ અધિકારી તેમજ કર્મચારીગણ હાજર રહ્યા હતા
  • વિદાય થયેલ સી.ડી.પી.ઓ. ને શ્રીફળ અને પુષ્પગુચ્છ આપી ભાવભીની વિદાય આપવામાં આવી હતી

 ફતેપુરા તા.26

ફતેપુરા તાલુકામાં સી.ડી.પી.ઓની બદલી થતાં તાલુકા વિકાસ અધિકારી તેમજ કર્મચારીગણની ઉપસ્થિતિમાં વિદાય સમારંભ યોજાયો ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા નગરમાં આવેલ તાલુકા પંચાયતમાં સી.ડી.પી.ઓ.ની ફરજ બજાવતા વંદિતા બેન પટેલની બદલી થતાં તેઓનો વિદાય સંભારમ તાલુકા પંચાયતમાં યોજવામાં આવેલ હતો ફતેપુરા તાલુકા પંચાયતમાં છેલ્લા બે વર્ષથી સીડીપીઓની ફરજ બજાવતા વંદિતા બેન પટેલ ની બદલી થતા તેઓનો વિદાય સંભારંભ તાલુકા પંચાયત ના તાલુકા વિકાસ અધિકારી પી.એસ. આંમલીયાર ની અધ્યક્ષતામાં યોજવામાં આવેલ હતું જેમાં સીડીપીઓ ઘટક ૧ કોમલ બેન દેસાઈ સ્ટાફ ગણ તેમજ મોટી સંખ્યામાં કર્મચારીઓ આંગણવાડી બહેનો હાજર રહ્યા હતા બદલી થઈને વિદાય થયેલા વંદિતા બેન પટેલ ને શ્રીફળ આપી પુષ્પગુચ્છ આપી ભાવભીની વિદાય આપવામાં આવેલ હતી તેમજ તેમના નોકરીના આ સમયગાળા દરમિયાન કર્મચારીગણ સાથે મેળ-મિલાપ રાખી કાર્ય કરવાની પદ્ધતિ ને બિરાજવી હતી અને વધુમાં વધુ આગળ વધે અને તરક્કી થાય તેવા શુભાશિષ આપવામાં આવેલ હતા તેમજ સીડીપીઓ ઘટક 1 કોમલ બેન દેસાઈને સીડીપીઓ ઘટક 2 નો વધારાનો ચાર્જ સોંપવામાં આવેલ હતો

error: Content is protected !!