Saturday, 19/04/2025
Dark Mode

દાહોદમાં સરકારશ્રીના મેગા પ્લેસમેન્ટ નું આયોજન કરાયું

દાહોદમાં સરકારશ્રીના મેગા પ્લેસમેન્ટ નું આયોજન કરાયું

શબ્બીર સુનેલવાલ :- ફતેપુરા 

સરકારશ્રીના મેગા પ્લેસમેન્ટનું આયોજન દાહોદ મુકામે કરવામાં આવેલ હતું

ફતેપુરા આર્ટ્સ કોલેજના 58 વિદ્યાર્થીઓ ઇન્ટરવ્યુમાં ભાગ લીધેલ હતો.

તમામ 58 વિધાર્થીઓ ઇન્ટરવ્યુમાં પાસ થતાં કોલેજમાં હર્ષની લાગણી ફેલાઈ જવા પામી હતી

ફતેપુરા તા.23

દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદ ખાતે આવેલ સરકારી પોલીટેકનીક કોલેજમાં સરકારશ્રીના મેગા પ્લેસમેન્ટ નું આયોજન કરવામાં આવેલ હતું જેમાં સમગ્ર ગુજરાતને અલગ-અલગ 26 કંપનીઓ ભાગ લીધેલ હતો.તેમાં ફતેપુરા નગરમાં આવેલ કબીર વિકાસ મંડળ દાસા સંચાલિત આર્ટસ કોલેજના સેમિસ્ટર 6 માં અભ્યાસ કરતા 58 વિદ્યાર્થીઓ એ વિદ્યાર્થિનીઓ એ આ ઇન્ટરવ્યુમાં ભાગ લીધો હતો જેમાં તમામ 58 વિદ્યાર્થી ભાઈ-બહેનો સિલેક્ટ થયેલ કોલેજના ભાગ લીધેલ તમામે તમામ 58 વિદ્યાર્થીઓ સરકારશ્રીના મેગા પ્લેસમેન્ટ ભાગ લીધેલ 26 કંપનીઓમાં સિલેક્ટ થતા આર્ટ્સ કોલેજના સો ટકા નિમણૂક થવાથી કોલેજ પરિસરમાં આનંદની લાગણી છવાઈ ગયેલ હતી કોલેજના આચાર્યશ્રી અને સ્ટાફ ગણ તેમજ પ્રોફેસરોએ સિલેકટ થયેલ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવેલ હતા.

error: Content is protected !!