Wednesday, 04/12/2024
Dark Mode

લીમખેડા તાલુકાના મેથાણ ગામે રીલાયન્સ કોમ્પ્યુનીકેશનના 48 હજાર ઉપરાંતના કોપર સાથેના કેબલ વાયર ચોરીને લઇ જતો ચોર ને ઝડપી પોલીસના હવાલે કર્યોં

લીમખેડા તાલુકાના મેથાણ ગામે રીલાયન્સ કોમ્પ્યુનીકેશનના 48 હજાર ઉપરાંતના કોપર સાથેના કેબલ વાયર ચોરીને લઇ જતો ચોર ને ઝડપી પોલીસના હવાલે કર્યોં

 કલ્પેશ શાહ :- સીંગવડ 

દાહોદ તા.૨૨

લીમખેડા તાલુકાના મેથાણ ગામે આવેલ રીલાયન્સ કોમ્પ્યુનીકેશનના કોપર સાથેના કેબલ વાયર કિંમત રૂા.૪૮,૦૦૦ની ચોરી કરી લઈ જતો એક ઈમસ રંગેહાથ કંપનીના કર્મચારીની નજરોમાં ઝડપાઈ જતાં આ ઈસમને પોલીસને હવાલે કરવામાં આવ્યો છે.

લીમખેડા તાલુકાના મેથાણ ગામે રીલાયન્સ કોમ્પ્યુનીકેશનના 48 હજાર ઉપરાંતના કોપર સાથેના કેબલ વાયર ચોરીને લઇ જતો ચોર ને ઝડપી પોલીસના હવાલે કર્યોંલીમખેડા તાલુકાના ચીત્રકુટ સોસાયટીમાં રહેતો અને મુળ ઉત્તર પ્રદેશના ઝાંખી ખાતે રહેતો જયહિન્દ રામગોપાલ રાજપુર ગત તા.૨૧મી માર્ચના રોજ મેથાણ ગામે આવેલ રીલાયન્સ કોમ્પ્યુનીકેશન લીમીટેડ મેથાણ ટાવર કોપર સાથેના કેબલ વાયર નંગ.૦૬ કુલ લંબાઈ ૨૪૦ મીટરના કિંમત રૂા.૪૮,૦૦૦ની ચોરી કરી લઈ જતો હતો તે સમયે રાજેશકુમાર વાડીલાલ વરીયા (રહે.ગોધરા, જિ. પંચમહાલ) નાએ રંગેહાથે ઝડપી પાડી રણધીકપુર પોલીસને હવાલે કરતાં પોલીસે આ સંબંધે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

————————–

error: Content is protected !!