Monday, 17/01/2022
Dark Mode

દાહોદ નગરપાલિકા દ્વારા નિર્માણ પામેલા ડમ્પીંગયાર્ડમાં નવો ઘસ્ફોટક  ઘનકચરાના પ્રોસેસીંગ યુનિટને લગતા કામોના મહત્વપૂર્ણ રેકોર્ડ પાલિકા પાસે ઉપલબ્ધ નથી  સમગ્ર પ્રકરણની  મુખ્ય સચિવ તેમજ વિજિલન્સને તપાસ સોંપાઈ

દાહોદ નગરપાલિકા દ્વારા નિર્માણ પામેલા ડમ્પીંગયાર્ડમાં નવો ઘસ્ફોટક  ઘનકચરાના પ્રોસેસીંગ યુનિટને લગતા કામોના મહત્વપૂર્ણ રેકોર્ડ પાલિકા પાસે ઉપલબ્ધ નથી  સમગ્ર પ્રકરણની  મુખ્ય સચિવ તેમજ વિજિલન્સને તપાસ સોંપાઈ

રાજ ભરવાડ/નીલ ડોડીયાર :- દાહોદ 

  • દાહોદ નગરપાલિકા દ્વારા નિર્માણ પામેલા ડમ્પીંગયાર્ડમાં નવો ઘસ્ફોટક

  •  ઘનકચરાના પ્રોસેસીંગ યુનિટને લગતા કામોના મહત્વપૂર્ણ રેકોર્ડ પાલિકા પાસે ઉપલબ્ધ નથી 

  • સમગ્ર પ્રકરણની  મુખ્ય સચિવ તેમજ વિજિલન્સને તપાસ સોંપાઈ

  • આગામી સમયમાં ચોંકાવનારી હકીકતો બહાર આવવાની આશંકા

  •  તત્કાલીન ચીફ ઓફિસરે કરેલ કૌભાંડથી સંલગ્ન વિભાગના નીચલા કર્મચારીઓ પણ અજાણ 

દાહોદ તા.22

દાહોદ નગરપાલિકાના ડમ્પીંગ યાર્ડના કામોમાં થયેલા કથિત રીતે આચરાયેલા કૌભાંડમાં નવો ઘસ્ફોટક થતાં સમગ્ર મામલો ગાંધીનગર સુધી પહોંચી જતા મચી જવા પામ્યો છે. ડમ્પિંગ યાર્ડના કરેલા કામોના અમુક રેકોર્ડને બાદ કોઈ પણજાતના રેકોર્ડ નગરપાલિકામાં ઉપલબ્ધ ન હોવાથી સમગ્ર પ્રકરણમાં મોટું કૌભાંડ આચર્યાની સીધી લીટીમાં સાબિત થાય છે. તેમાં કોઈ બેમત નથી. નગરપાલિકાએ અરજદાર દ્વારા કરેલ આર.ટી.આઈ ના જવાબોમાં 2017/18 ના જવાબો આપી તેમજ 2019/20 ના જવાબો આપવામાં ઠાગાઠૈયા કરી સમગ્ર આરટીઆઇ અને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરેલ છે. જોકે આ તમામ પત્ર વ્યવહારોની વચ્ચે સમગ્ર મામલાની તપાસ માટે ગાંધીનગર વિજિલન્સ તેમજ મુખ્ય સચિવને તપાસ સોંપાઈ જતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ત્યારે આવનારા સમયમાં ઉચ્ચ કક્ષાએ થવા જઇ રહેલી તપાસોમાં મસમોટુ કૌભાંડ બહાર આવશે તે હાલના તબ્બકે લાગી રહ્યો છે.

કેન્દ્ર સરકાર તેમજ રાજ્યની ભાજપ સરકાર દાહોદના સર્વાંગી વિકાસ માટે હંમેશા સકારાત્મક રહી છે.સરકારશ્રી તરફથી દાહોદ શહેરના વિકાસ માટે અવારનવાર વિવિધ યોજનામાં ખોબલે ને ખોબલે ગ્રાંટો દાહોદ શહેરને ફાળવે છે.જોકે આ ગ્રાટ દાહોદ સુધી પહોંચતા અને વિકાસ કામોના આખરી ઓપ સુધી પહોંચવા તબક્કાવાર કેટલાંક માધ્યમો વચ્ચેથી પસાર થવું પડતું હોય છે. ત્યારે રાજ્યની ભાજપ સરકારની દાહોદ શહેર પ્રત્યે માયાળુ નીતિને આ વચેટિયા માધ્યમો દ્વારા અંતે દયાળુ ઓપ અપાય છે. ખરો? તે એક સળગતો સવાલ છે. ખેર  આખા પ્રકરણની શરૂઆત થાય છે.

ડમ્પીંગ યાર્ડ એટલે કે વેસ્ટ પ્રોસેસિંગ યુનિટ ખરેખર આ ડમ્પીંગ યાર્ડ 2014 માં અસ્તિત્વમાં આવ્યું હતું. આ ડમ્પીંગ યાર્ડમાં તબ્બકાવાર કામો થયાં. પરંતુ આ એક ઢાંચો હતો. ખરો ખેલ શરૂ થયો 2018 પછી આવો સમજીયે કેવી રીતે 

દાહોદ નગરપાલિકાના તત્કાલીન ભેજાબાજ ચીફ ઓફિસર ખુબ જ ચતુરાઈ પૂર્વક નગરપાલિકાના કેટલાક કર્મચારીઓની જાણ બહાર ષડયંત્ર રચી એક શાખાની કરોડો રૂપિયાની ગ્રાન્ટ બીજી શાખામાં લઇ જઈ પોતાના મળતીયાઓ જોડે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરી સરકારી તિજોરીને ચૂનો ચોપડી દીધો જેની ગંધ પણ નગરપાલિકામાં કામ કરી રહેલા સંલગ્ન વિભાગની ચલા કર્મચારીઓને ના આવી. પછી આ સમગ્ર પ્રકરણ દબાઈ ગયું અને ચીફ ઓફિસરની બદલી થઇ અને તેઓ જતા રહ્યા પછી. નગર પાલિકાના વહીવટમાં ક્યાંક ગોટાળા થયાની આશંકાએ દાહોદના જાગૃત નાગરિક તેમજ તેમની ટીમે ડમ્પીંગ યાર્ડ સહીતના કામો અંગેની માહિતીઓ માંગતા પાલિકાએ 2017/18 ની અધૂરી માહિતી આપી અને 2019/20 ના કામોમાં જવાબ ચાઉં કરી આખી આર.ટી.આઈ ને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરવામાં આવ્યો પરંતુ પાલિકા દ્વારા મળેલ માહિતીની ઝીણવટ ભરી તપાસ કરવામાં આવતાં ભૂગર્ભમાં દટાઈ ગયેલો મસમોટુ કૌભાંડ સપાટી પર આવ્યો.અને એક એક કરીને આ કૌભાંડની સિલસિલા બંધ વિગતો બહાર આવવા લાગી. બાંધકામ શાખાની ગ્રાન્ટ આરોગ્ય ખાતું વાપરી શકે ખરૂં? અમારી જાણ અને સરકારી નિયમ મુજબ આરોગ્ય હેડ એ બીજી શાખા છે.આરોગ્ય ખાતું અન્ય હેડની ગ્રાન્ટ બાંધકામ માટે વાપરી શકતું નથી. અને જો વાપરવાની હોય તો ફક્ત અને ફક્ત 20 ટકા ગ્રાન્ટ વાપરી શકાય વિકાસનો મુદ્દો હોય તો આ ગ્રાન્ટ વાપરવાં પ્રાદેશિક કમિશનર ની કચેરીએ આની દરખાસ્ત મોકલવાની રહે છે.

 પ્રાદેશિક કમિશનર આ ભલામણ /રજૂઆત GMFB ( ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ) માં મોકલી આપે છે.અને જે તે સંબંધિત વિભાગ કે ખાતાકીય કચેરીએ આ ગ્રાન્ટ બીજા હેડ હેઠળ વાપરવા માટે કરેલ રજૂઆત ભલામણ કે દરખાસ્ત ના આધારે મંજૂરી આપવામાં આવે છે. ત્યારબાદ આ મંજૂરી ના આધારે ગ્રાન્ટનો હેડ બદલી શકાય છે. પરંતુ આવા કોઈ દસ્તાવેજી પુરાવા નગરપાલિકાએ આરટીઆઈના જવાબમાં આપેલ નથી.

 વેસ્ટ પ્રોસેસીંગ યુનિટના આર.ટી.આઈના આધારે 2017/18 ની માહિતી આપી સમગ્ર આરટીઆઈને બારોબાર પતાવી નાખવાનો પ્રયાસ કરાયો હતો.જયારે 2019/20 ની માહિતીમાં ડમ્પિંગ યાર્ડમાં ઉપર બનાવેલ શેડ, તેમજ ખાતર બનાવવા માટેના મશીનરીના ફાઉન્ડેશનનો સી.સી વર્ક અને અન્ય સિમેન્ટ વર્કની કોઈ પણ માહિતી આપેલ નથી.ડમ્પીંગ યાર્ડમાં કામ કરવા માટે શું આ કામ કરવા માટેનો રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો.? રિપોર્ટના આધારે સામાન્ય સભામાં ઠરાવ કરેલ છે.? ઠરાવના આધારે ઓફિસર દ્વારા ટેન્ડરિંગના હુકમ કરેલ છે.?જો ઓફલાઈન ટેન્ડરિંગ થયું હોય તો શું પાંચ લાખથી ઉપરની રકમના ટેન્ડર ઓફલાઈન થઈ શકે છે?જોકે ડમ્પીંગ યાર્ડમાં કરેલ કામ કેટલા કરોડનો છે?તેનો સાચો આંકડો હજી સુધી નગરપાલિકાએ કોઈપણ કાગળો પર આકેલ નથી.પરંતુ 58 કરોડથી વધુના ચુકવણા આ કામોમાં થઈ ચૂક્યા છે. જો કરોડો રૂપિયાના ચુકવણા ડમ્પિંગ યાર્ડના કામોમાં થયાં છે. તો ઓનલાઈન ટેન્ડરિંગની પ્રકિયાની ડિટેઇલ ઈન ટેન્ડર પ્રોસેસ (DTP), વર્ક ઓર્ડર,શિડયુલ B ની નકલો ક્યાં છે.? ચાલો બધી પ્રોસેસને નજરઅંદાજ કરીએ તો એજન્સીએ રજૂ કરેલ બીલો, બીલોના આધાર બનેલા વાઉચરો, અને વાઉચરોના આધારે કરેલ ચૂકવણા એટલે ચેકો ક્યા છે? સૌથી મહત્વનો મુદ્દો આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન (MB) મેજરમેન્ટ બુક લખનાર કોણ? મેજરમેન્ટ નો રિપોર્ટ ઓડિટ રિપોર્ટમાં છે કે કેમ? જો આરોગ્ય ખાતાની હેડમાં આ બાંધકામ થયું હોય તો આરોગ્ય ખાતામાં મેજરમેન્ટ કરનાર ટેકનિકલ વ્યક્તિ કોણ? એક સળગતો સવાલ છે.

સૌથી અગત્યના મહત્વનો વસ્તુ છે કે ઘન કચરાના નિકાલ માટે રકામ કરેલ એજેન્સીની કામ કરવાની પદ્ધતિ માં કરેલ આરટીઆઈના જવાબમાં વર્ક ઓર્ડર કરારખત, કામ કરેલ ત્રણેય એજન્સીના ભાવ પત્રક તેમજ લેટરપેડ પણ મળ્યા. પરંતુ બારીકાઈથી અભ્યાસ કરતા કામ કરનાર એજન્સીએ ભાવપત્રકો નગરપાલિકામાં ઇનવર્ડ જ નથી કર્યા.ત્રણેય એજેનસીઓમાંથી એક એજન્સીના લેટરપેડ પર ઈમેલ છે.એ જ વ્યક્તિની બીજા ભાવપત્રકના લેટરપેડ પર સહી છે. તો કામ કરનાર ત્રણેય એજન્સી એક જ માલિક છે.કે?એક જ માલિક છે. તેમજ નિગોશીએશનના લેટર પર પ્રમુખ અને ચીફ ઓફિસરના સહી-સિક્કા કેમ નથી? અને જો ટેન્ડર ઓપન થયું હોય તો ટેન્ડર ઓપનિંગ કરનાર સત્તા અધિકારીના સહી-સિક્કા કેમ નથી.? તેમજ ઠરાવ ઓબ્લિકમાં આપેલ છે. શું ઠરાવ ઓબ્લિકમાં આપી શકાય.? તમારી જાણ મુજબ ઓબ્લીકમાં કરેલ ઠરાવ એટલે સંતાકૂકડીનો ખેલ. જોકે ઘનકચરાના નિકાલ માટે નગરપાલિકાએ માસિક પ્રકિયામાં કુલ ખર્ચો 28 લાખની આસપાસ આવે અને તેમાંય કપાત કરતા 24 લાખનું માસિક ચુકવણું થાય તેમ છે. તેની સામે પાલિકાએ સવા સવા કરોડના માસિક ચુકવણા કેવી રીતે કર્યા તે ભેજા બહારનું છે. જોકે સેગ્રીગેશનની પ્રક્રિયામાં પાલિકાએ જે તે એજેન્સીને કામ આપ્યું હોય તો એ કામોમાં મશીનરી ફીટ કરવા માટેના ફાઉન્ડેશન સહિતના સીસી કામો કરવાની જવાબદારી એજન્સીની હોય તો સીસી વર્કના કામો નગરપાલિકા કરે તે કેટલું વ્યાજબી. સાદી ભાષામાં કહીએ તો દાખલા તરીકે તમે કોઈને ધંધો કરવા માટે જમીન આપો  તો એ તમને કમાણી કરીને આપે કે તમે સામે જમીન આપનાર વ્યક્તિને પૈસા ચૂકવો.અથવા નફો લેવાનો કે સામે પૈસો ચૂકવવાનો ખેર જે કંઈ પણ હોય પરંતુ હાલ સમગ્ર પ્રકરણમાં ઉચ્ચ કક્ષાએથી મુખ્ય સચિવ તેમજ વિજિલન્સની તપાસો આવી જતા ખળભળાટ મચી જવા પામ્યો છે. તેમજ વિજિલન્સની ટીમોની તપાસમાં નવી ચોંકાવનારી હકિકતો બહાર આવે તેમાં કોઈ બેમત નથી.

error: Content is protected !!