Friday, 06/12/2024
Dark Mode

સિંગવડ તાલુકા પંચાયતના પ્રમુખ તથા ઉપપ્રમુખે ચાર્જ સંભાળ્યો       

સિંગવડ તાલુકા પંચાયતના પ્રમુખ તથા ઉપપ્રમુખે ચાર્જ સંભાળ્યો       

 કલ્પેશ શાહ :- સીંગવડ 

સિંગવડ તાલુકા પંચાયતના પ્રમુખ તથા ઉપપ્રમુખે ચાર્જ સંભાળ્યો

સીંગવડ તા.19

સીંગવડ તાલુકાના નવરચિત તાલુકા પંચાયતમાં પ્રમુખ તરીકે ડામોર કાંતાબેન ફુલસિંગભાઈ તથા ઉપપ્રમુખ તરીકે ડાયરા નીલાબેન પર્વતભાઈ આજે સિંગવડ તાલુકા પંચાયતનો કાર્યભાર સંભાળી લીધો હતો.તેની ઉપસ્થિતિમાં સિંગવડ તાલુકા પંચાયતના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ મહેન્દ્ર પટેલ તથા મહામંત્રી અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો હાજર રહ્યા હતા.જ્યારે સિંગવડ તાલુકા પંચાયતના નવા ચૂંટાયેલા સભ્યો પણ હાજર રહ્યા હતા.તથા તાલુકા પંચાયતના સ્ટાફ પણ હાજર હતો.આ રીતે તાલુકા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખે ચાર્જ લીધા પછી સૌ કાર્યકર્તાઓ દ્વારા પુષ્પગુચ્છ આપી  સન્માન કરવામાં આવ્યું હતું.

error: Content is protected !!