રાજેન્દ્ર શર્મા /જીગ્નેશ બારીયા :- દાહોદ
-
દાહોદ મુવાલીયા તળાવ નજીક માદા દીપડી પાંજરે પુરાઈ
-
વન વિભાગ દ્વારા ગઈકાલે સાંજે મુકવામાં આવેલા પાંજરામાં રાત્રી દરમિયાન માદા દીપડી પાંજરે પુરાઈ
-
ગ્રામજનો સહીત આસપાસના વિસ્તારના લોકોને હાશકારો
-
નાનુભાઈ માવીના ઘરના કમ્પાઉન્ડ દીપડો ઘૂસી મરઘાનું કરતો હતો શિકાર
-
મુવાલીયા નસીરપુર સહિતના વિસ્તારમાં બે બાળ દીપડાઓ સાથે 5 દીપડા વસવાટ કરતા હોવાનું જણાવતા સ્થાનિકો
-
માદા દીપડી તેમજ એક દીપડો પકડાઈ જતા હવે બે બાળ દીપડા તેમજ એક નર દીપડો વસવાટ કરતા હોવાની આશંકા
દાહોદ તા.14
દાહોદ તાલુકાના મુવાલિયા તળાવ નજીકથી વન વિભાગ દ્વારા મુકવામાં આવેલા પાંજરામાં માદા દીપડી પુરાઈ છે.જે બાદ વનવિભાગ તેમજ આસપાસના સ્થાનિક લોકોમાં રાહતનો દમ લીધો છે.જોકે વધુ મળતી માહિતી પ્રમાણે છેલ્લા કેટલાય સમયથી દાહોદ શહેરને અડીને આવેલા મુવાલિયા સહિતના આસપાસના વિસ્તારમાં દીપડો લટાર મારતાનો વિડિઓ શોશ્યલ મીડિયામાં વાયરલ થયાં બાદ સ્થાનિક લોકોમાં લોકોમાં ભય સહીત ફફડાટનો માહોલ જોવા મળી રહ્યો હતો.ત્યારબાદ ગ્રામજનો સહીત આસપાસના લોકોની માંગણી બાદ વનવિભાગ દ્વારા દીપડાને પકડવા માટે નસીરપુર પાસે ગઈકાલે સાંજે પાંજરું ગોઠવવામાં આવ્યું હતું.જેમાં આજરોજ વહેલી સવારે માદા દીપડી પાંજરામાં પુરાઈ ગયો હતો.
Contents
- રાજેન્દ્ર શર્મા /જીગ્નેશ બારીયા :- દાહોદ
- દાહોદ મુવાલીયા તળાવ નજીક માદા દીપડી પાંજરે પુરાઈ
- વન વિભાગ દ્વારા ગઈકાલે સાંજે મુકવામાં આવેલા પાંજરામાં રાત્રી દરમિયાન માદા દીપડી પાંજરે પુરાઈ
- ગ્રામજનો સહીત આસપાસના વિસ્તારના લોકોને હાશકારો
- નાનુભાઈ માવીના ઘરના કમ્પાઉન્ડ દીપડો ઘૂસી મરઘાનું કરતો હતો શિકાર
- મુવાલીયા નસીરપુર સહિતના વિસ્તારમાં બે બાળ દીપડાઓ સાથે 5 દીપડા વસવાટ કરતા હોવાનું જણાવતા સ્થાનિકો
- માદા દીપડી તેમજ એક દીપડો પકડાઈ જતા હવે બે બાળ દીપડા તેમજ એક નર દીપડો વસવાટ કરતા હોવાની આશંકા
- દાહોદ તા.14
- દાહોદ તાલુકાના મુવાલિયા તળાવ નજીકથી વન વિભાગ દ્વારા મુકવામાં આવેલા પાંજરામાં માદા દીપડી પુરાઈ છે.જે બાદ વનવિભાગ તેમજ આસપાસના સ્થાનિક લોકોમાં રાહતનો દમ લીધો છે.જોકે વધુ મળતી માહિતી પ્રમાણે છેલ્લા કેટલાય સમયથી દાહોદ શહેરને અડીને આવેલા મુવાલિયા સહિતના આસપાસના વિસ્તારમાં દીપડો લટાર મારતાનો વિડિઓ શોશ્યલ મીડિયામાં વાયરલ થયાં બાદ સ્થાનિક લોકોમાં લોકોમાં ભય સહીત ફફડાટનો માહોલ જોવા મળી રહ્યો હતો.ત્યારબાદ ગ્રામજનો સહીત આસપાસના લોકોની માંગણી બાદ વનવિભાગ દ્વારા દીપડાને પકડવા માટે નસીરપુર પાસે ગઈકાલે સાંજે પાંજરું ગોઠવવામાં આવ્યું હતું.જેમાં આજરોજ વહેલી સવારે માદા દીપડી પાંજરામાં પુરાઈ ગયો હતો.
- મુવાલિયા તળાવ પાસેના વિસ્તારમાં બે બાળ દીપડા સહીત કુલ 5 દીપડાનો પરિવાર વસવાટ કરતા હોવાનું જણાવતા સ્થાનિકો
- નસીરપુર-મુવાલિયાના વિસ્તારમાં આવેલ મુવાલિયા તળાવની પાછળ તેમજ ગડોઈ ઘાટીની પાસે આવેલ દરખમાં છેલ્લા ઘણા સમયથી કુલ 5 દીપડા વસવાટ કરતા હોવાનું સ્થાનિકો દ્વારા જાણવા મળ્યું હતું. ત્યારે તેમાંથી થોડા સમય પહેલા દાહોદ શહેરમાં ઘુસી આવેલો દીપડો મુવાલીયા ખાતે વસવાટ કરતા દીપડાઓ પૈકી હોવાનું જાણવા મળેલ છે. જયારે ગઈકાલે સાંજે વનવિભાગ દ્વારા મૂકવામાં આવેલા પાંજરામાં માદા દીપડી ઝડપાઇ જતા હવે એક નર દીપડો તેમજ બે બાળ દીપડા આ વિસ્તારમાં વસવાટ કરતા હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે.
- નસીરપુર-મુવાલિયાના આસપાસના વિસ્તારમાં દીપડાએ ખેતમજૂર પર હુમલો કરી પશુઓનો પણ મારણ કર્યું હતું
- દાહોદ શહેરને અડીને આવેલા નસીરપુર મુવાલીયા સહિતના આસપાસના વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી દીપડો પરિવાર સાથે વસવાટ કરે છે. અને થોડા સમય પહેલા નસીરપુર પાસે આવેલા નાનુભાઈ માવીના કમ્પાઉન્ડમાં દીપડાએ મરઘાંનું મારણ કર્યું હતું. જયારે આ આગાઉ પણ દીપડાએ આ વિસ્તારમાં બકરાઓનું મારણ કર્યું હતું.જયારે થોડા સમય પહેલા દીપડાએ મુવાલિયા નજીક ખેતરમાં કામ કરી રહેલા મજુર પર હુમલો કર્યોં હતો.જોકે વન વિભાગ દ્વારા મુકાયેલા પાંજરામાં માદા દીપડી ઝડપાઇ જતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.
