Monday, 17/01/2022
Dark Mode

ઝાલોદ તાલુકાના કાળીગામમાં વાસનામાં કામાંધ બનેલા બે નરાધમોની શર્મનાક કરતુત:ખેતરમાં કામ કરતી પરણિત મહિલા સાથે છેડછાડ કરી આબરૂ લેવાનો પ્રયાસ કરાયો, પોલીસ મથકે મહિલાની ફરિયાદ ન લેવાતા જિલ્લા પોલીસ વડા સમક્ષ રજૂઆતથી ખળભળાટ

ઝાલોદ તાલુકાના કાળીગામમાં વાસનામાં કામાંધ બનેલા બે નરાધમોની શર્મનાક કરતુત:ખેતરમાં કામ કરતી પરણિત મહિલા સાથે છેડછાડ કરી આબરૂ લેવાનો પ્રયાસ કરાયો, પોલીસ મથકે મહિલાની ફરિયાદ ન લેવાતા જિલ્લા પોલીસ વડા સમક્ષ રજૂઆતથી ખળભળાટ

જીગ્નેશ બારીયા/નીલ ડોડીયાર :- દાહોદ 

  • ઝાલોદ તાલુકાના કાળીગામમાં વાસનામાં કામાંધ બનેલા બે નરપીશાચોની શર્મનાક કરતુત
  • ખેતરમાં કામ કરતી પરણિત મહિલા સાથે  છેડછાડ કરી આબરૂ લેવાનો પ્રયાસ કર્યોં
  • લીમડી પોલિસમાં ફરિયાદ કરવા ગયેલી પરણિતા તેમજ પરિવારજનો સાથે પીએસઆઇ દ્વારા ઉદ્ધતાઈ ભર્યા વર્તન કર્યાના આક્ષેપો
  •  પીએસઆઇ દ્વારા ધાક ધમકી આપી કાઢી મુકાતા  મહિલા તેમજ પરિવારજનો દ્વારા દોષીઓ સામે કાર્યવાહી કરવા  જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરાઈ
  •  બે નરાધમો તેમજ એક મહિલા સામે કાર્યવાહી કરવા માંગણી કરાઈ 

દાહોદ તા.૧૨

ઝાલોદ તાલુકાના કાળીગામમાં એક સ્તબ્ધતા વ્યપાવે તેવો બનાવ સામે આવ્યાં છે. ઝાલોદ તાલુકામાં રહેતી એક પરણિત મહિલા આજરોજ ખેતરમાં કામ કરતી હતી તે સમયે બે નરાધમો આ પરણિતા પાસે આવ્યાં હતાં.અને પરણિતા સાથે જબરજસ્તી કરી તેણીની છેડછાડ સહિત ઈજ્જત લેવાની કોશિષ કર્યાની આ ઘટનામાં આ બે નરાધમોની મદદમાં એક મહિલા સામેલ હોવાની ફરિયાદ લઈ પરિવારજનો સાથે લીમડી પોલીસ મથકે જતાં લીમડી પોલીસ મથકના પી.એસ.આઈ. દ્વારા આ મામલે ફરિયાદ ન લેતાં અને પરણિતાને અને તેમના પરિવાજનોને ધાકધમકી આપી પીએસઆઈ દ્વારા કાઢી મુકતાં આ મામલે પરણિતા તથા તેના પરિવારજનો દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષકને મળવા પહોંચી જઈ ત્યાં આ મામલે લેખિતમાં રજુઆત કરતાં જિલ્લા ભરમાં વાયુવેગે આ ખબર પ્રસરતાં ચકચાર વ્યાપી જવા પામી છે.

મળતી પ્રાપ્ત વિગતો અનુસાર, આજરોજ ઝાલોદ તાલુકામાં રહેતી એક પરણિતા પોતાના કાળીગામમાં આવેલ ઘઉંના ખેતરમાં ઘઉંની પુળીઓ ભેગી કરતી હતી તે સમયે ત્યાં નારણભાઈ પ્રેમજીભાઈ રશુઆત,મહેન્દ્રભાઈ ઈશ્વરભાઈ રશુઆત અને તેમની સાથે મણીબેન રમેશભાઈ રશુઆત આ ત્રણેય જણા આવ્યાં હતાં અને પરણિતા કંઈક સમજે તે પહેલા જ નારણભાઈ અને મહેન્દ્રભાઈ દ્વારા આ પરણિતાને પાછળથી પકડી પાડી જમીન પર પાડી દીધી હતી અને નારણભાઈ દ્વારા પરણિતાની ઈજ્જત લેવાની કોશીષ કરી હતી. આ બાદ મહેન્દ્રભાઈ અને મણીબેને પરણિતાને પકડી રાખી નારણભાઈએ ફરીવાર પરણિતાની છેડછાડ સહિત આબરૂ લેવાની કોશીષ કરી હતી અને આ બાદ મહિલાએ પ્રતિકાર કર્યાે હતો અને બુમાબુમ કરી મુકતાં ઉપરોક્ત મહિલા સહિત ત્રણેય જણા નાસી ગયાં હતાં.

આ સમગ્ર મામલે પરણિતાના પતિ તથા તેના ભાઈ અને પરિવારજનો લીમડી પોલીસ મથકે આ મામલે ફરિયાદ આપવા ગયાં હતાં ત્યાં પરંતુ ત્યાં લીમડી પી.એસ.આઈ. ડામોર દ્વારા પરણિતાના ભાઈને પુરી જેલમાં કોઈપણ વાંકે પુરી દીધા હોવાનો અને ડામોર પી.એસ.આઈ. દ્વારા ફરિયાદ ન લઈ પરણિતા અને તેમના પરિવારજનોને ધાકધમકીઓ આપી હોવાનું દાહોદ જિલ્લા પોલીસ વડાને આપવામાં આવેલ લેખિત અરજીમાં જણાવ્યું હતું. હવે જાેવાનું એ રહ્યું કે, દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક આ સમગ્ર મામલે કેવા પ્રકારની કાર્યવાહી કરશે.

——————

error: Content is protected !!