Friday, 29/03/2024
Dark Mode

હોળીના તહેવાર સામે વાણિજ્ય પ્રવૃત્તિ પર પ્રતિબંધથી દાહોદ શહેર સહિત જિલ્લાના વેપારીઓમાં રોષની લાગણી:વેપારીઓના હિતને ધ્યાનમાં રાખી ધંધા-રોજગારમાં આંશિક છૂટછાટ આપવાની કરી માંગ

હોળીના તહેવાર સામે વાણિજ્ય પ્રવૃત્તિ પર પ્રતિબંધથી દાહોદ શહેર સહિત જિલ્લાના વેપારીઓમાં રોષની લાગણી:વેપારીઓના હિતને ધ્યાનમાં રાખી ધંધા-રોજગારમાં આંશિક છૂટછાટ આપવાની કરી માંગ

રાજેન્દ્ર શર્મા /જીગ્નેશ બારીયા :- દાહોદ 

  • હોળીના તહેવાર સામે વાણિજ્ય પ્રવૃત્તિ પર પ્રતિબંધથી દાહોદ શહેર સહિત જિલ્લાના વેપારીઓમાં રોષની લાગણી ફેલાઈ
  • વેપારીઓના હિતને ધ્યાનમાં રાખી ધંધા-રોજગારમાં આંશિક છૂટછાટ આપવાની કરી માંગ
  • ઝાલોદ તાલુકાના લીમડીમાં પોલિસતંત્ર દ્વારા દુકાનો બંધ કરાવતા વેપારીઓનું પોલીસ મથકે હોબાળો

દાહોદ તા.૨૧

દાહોદ જિલ્લામાં વધતાં કોરોના સંક્રમણના પ્રકોપને કારણે દાહોદ જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ બન્યું છે અને દર રવિવારે વાણિજ્ય પ્રવૃતિઓ બંધ રાખવાના આદેશો પણ કરી દેવામાં આવ્યાં છે એક તરફ હોળી જેવો તહેવાર સામે આવી રહ્યો છે ત્યારે તહેવાર ટાળે રોજગાર ધંધા રવિવારે પણ બંધ રહેતાં વેપારીઓમાં છુપો આક્રોશ જાેવા મળી રહ્યો છે. ૨૦૨૦ના વર્ષ દરમ્યાન લગભગ ૬ થી ૦૮ મહિનાઓ સુધી રોજગાર ધંધા લોકડાઉનના કારણે બંધ રહેતા જેમ તેમ કરીને ત્યાર બાદ રોજગાર ધંધામાં તેજી આવી હતી પરંતુ હવે હાલ ફરી કોરોના સંક્રમણ વધતાં રવિવારે વાણિજ્ય પ્રવૃતિઓ બંધ કરવાના વહીવટી તંક્ષત્રના નિર્ણયો સાથે વેપારી આલમમાં અનેક સવાલો ઉભા થવા પામ્યા છે.

દાહોદ જિલ્લો આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો છે. આદિવાસીઓમાં જેટલું મહત્વ દિવાળીના તહેવારનો નથી હોતું પરંતુ તેનાથી અનેક ગણું મહત્વ કોળીના તહેવારનો હોય છે. આમેય દાહોદ જિલ્લાના તમામ બજારો આદિવાસી સમાજ પર નિર્ભર કરતા હોવાનું પણ કહેવાઈ રહ્યું છે ત્યારે બીજી તરફ હવે હોળીના તહેવારને ગણતરીના દિવસો બાકી રહ્યાં છે ત્યારે ખરા વેપાર અને તેજી વચ્ચેજ કોરોના સંક્રમણ વધતાં સરકાર દ્વારા અનેક નિર્ણયો વચ્ચે દાહોદ જિલ્લામાં પણ રવિવારે વાણિજ્ય પ્રવૃતિઓ પર રોક લગાવી દેવામાં આવી છે. આવા સમયે ૨૦૨૦ના લોકડાઉન બાદ જેમ તેમ કરી પોતાના રોજદાર ધંધાને ફરી વેગ મળ્યા બાદ અને તેમાંય હોળી જેવા તહેવારોમાં ઘરાકી સારી એવી થતી હોય છે ત્યારે વેપારીઓમાં રવિવારની વાણિજ્ય પ્રવૃતિઓ બંધ રાખવાના વહીવટી તંત્રના આ નિર્ણયને પગલે છુપા રોષ સાથે નારાજગી પણ જાેવાઈ રહી છે. દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના લીમડી નગરમાં આજે કેટલાક વેપારીઓ પોલીસ મથકે પહોંચી ગયાં હતાં જેમાં લીમડી નગરમાં પોલીસ દ્વારા બજારો બંધ કરવા નીકળ્યાં હતા અને પોલીસની આ કામગીરીના વિરોધમાં પોતાના રોજગાર ધંધા ઉપર તહેવાર ટાળે અસર થતી હોવાની ફરિયાદો સાથે ઘણા વેપારીઓ પોલીસ મથકે હલ્લાબોલ પણ કર્યાં હતાંંંં. અત્રે ઉલ્લેખનીય છે કે, ખરેખર જ્યારે લોકડાઉનના કપરા કાળમાં જાહેર જનતા, વેપારી વર્ગ સહિત અનેક સંસ્થાકીય લોકોએ સંયમ જાળવી સરકારના નિર્ણયોને માન આપ્યું હતું અને જે તે સમયે લોકડાઉનનો ચુસ્તપણ પાલન પણ કર્યું હતું પરંતુ ત્યાર બાદ ભાંગી ગયેલા વેપાર, ધંધાને ફરીથી વેગ આપવા માટે વેપારીઓએ ત્યાર બાદ કમર કસી હતી અને હવે જાે ફરી વહીવટી તંત્ર અને સરકારના આવા નિર્ણયના પગ ફરીવાર વેપાર, ધંધા અને રોજગાર પર તેની અસર પડશે તો તેની જવાબદારી કોણી? જેવા અનેક સવાલો પણ વેપારી વર્ગ સહિત જાહેર જનતામાં ઉદ્‌ભવવા પામ્યા છે.

હોળીના તહેવાર સામે વાણિજ્ય પ્રવૃત્તિ પર પ્રતિબંધથી દાહોદ શહેર સહિત જિલ્લાના વેપારીઓમાં રોષની લાગણી ફેલાઈ: વેપારીઓના હિતને ધ્યાનમાં રાખી ધંધા-રોજગારમાં આંશિક છૂટછાટ આપવાની કરી માંગ

આદિવાસી બાહુલ્ય ધરાવતા દાહોદ જિલ્લા તેમજ મધ્યપ્રદેશ, રાજસ્થાન સહીતના આસપાસના વિસ્તારમાંથી મોટો મજુર વર્ગ ગુજરાતના મોટા શહેરોમાં મજૂરી કરવા માટે જાય છે. અને દિવાળી તેમજ હોળી જેવા મોટા તહેવારો દરમિયાન માદરે વતન પરત આવે છે. જેના લીધે દાહોદ શહેર સહિત જિલ્લામાં વેપાર-ઉદ્યોગ ધમધમી ઉઠે છે. ત્યારે કોરોના કાળમાં છેલ્લા એક વર્ષથી ધંધા રોજગાર પડી ભાગ્યા છે.જેના લીધે વેપારીવર્ગ હાલ કપરી પરિસ્થતિમાંથી પસાર થઇ રહ્યો છે. ત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્ણ થયા બાદ એકાએક દાહોદ જિલ્લામાં કોરોના સંક્રમણમાં વધારો થતાં ગઈકાલે જિલ્લા કલેકટરશ્રી વિજય ખરાડીએ હોળીના તહેવારોની આસપાસ ઉજવાતા તમામ મેળાઓ રદ કરી રવિવારે વાણિજ્ય પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ ફરમાવતા વેપારી વર્ગ માટે આ પ્રતિબંધ પડતા પર પાટું સમાન સાબિત થઇ રહ્યું છે. ભયંકર મંદીમાંથી પસાર થઇ રહેલા ધંધા રોજગારોમાં ચૂંટણી દરમિયાન આંશિક તેજી આવી હતી. પરંતુ કોરોના ના કેસોમાં વધારો નોંધાતા રવિવારના બજારો બંધ થઈ જતા વેપારીઓમાં છુપા રોષની લાગણી જોવાઇ રહી છે. અમુક વેપારીઓના જણાવ્યા અનુસાર વહીવટી તંત્ર દ્વારા કોરોના સંક્રમણને નાથવા ફરમાવેલા પ્રતિબંધ આવકાર્ય છે. પરંતુ હોળીના તહેવાર સામે સંપૂર્ણ બંધ કરવાની જગ્યાએ કોરોના સંક્રમણની સાથે વેપારીઓના હિતોને ધ્યાને લઇ આંશિક છૂટછાટ સાથે ધંધા-રોજગાર ચાલુ રાખવાથી વેપારીઓ શહેરીજનોને પણ રાહત થતી તેમાં કોઈ બેમત નથી.

ઝાલોદ તાલુકાના લીમડીમાં પોલિસતંત્ર દ્વારા દુકાનો બંધ કરાવતા વેપારીઓનું પોલીસ મથકે હોબાળો

સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પૂર્ણ થયા બાદ કોરોના સંક્રમણમાં વધારો નોંધાતા કોરોના સંક્રમણની ચેઈન ને તોડવા માટે જિલ્લા કલેકટર વિજય ખરાડીએ હોળીના તહેવારો દરમિયાન ઉજવાતા તમામ તહેવારો તેમજ રવિવારે વાણિજ્ય પ્રવૃત્તિ પર પ્રતિબંધ ફરમાવતા રવિવારના રોજ શહેર સહિત જિલ્લામાં વેપારીઓએ પોતાના ધંધા-રોજગાર બંધ રાખ્યા હતા ત્યારે ઝાલોદ તાલુકાના લીમડીમાં કેટલીક દુકાનો ખુલી જતા પોલીસ કર્મીઓ આ દુકાનો બંધ કરાવવા નીકળ્યા હતા. તે સમયે વેપારીઓ અને પોલીસ વચ્ચે ચકમક ઝરી હતી. અને પોલીસની કામગીરીના વિરોધમાં કેટલાક વેપારીઓના ટોળેટોળા લીમડી પોલીસ મથકે પહોંચી જઈ ભારે હોબાળો મચાવ્યો હતો.જોકે પોલીસે વેપારીઓ જોડે શાંતિપૂર્વક વાતચીત કરી મામલાને થાળે પાડવાનો પ્રયાસ કર્યા હતા.

error: Content is protected !!