Saturday, 20/04/2024
Dark Mode

દાહોદ શહેરના ફ્રીલેન્ડગંજ વિસ્તારમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ:પોસ્ટ ઓફિસ તેમજ ગેસ એજેન્સીના તાળા તૂટ્યા:પોલિસ તપાસમાં જોતરાઈ

દાહોદ શહેરના ફ્રીલેન્ડગંજ વિસ્તારમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ:પોસ્ટ ઓફિસ તેમજ ગેસ એજેન્સીના તાળા તૂટ્યા:પોલિસ તપાસમાં જોતરાઈ

જીગ્નેશ બારીયા /નીલ ડોડીયાર :- દાહોદ 

  • દાહોદ શહેરના ફ્રીલેન્ડગંજ વિસ્તારમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ
  • પોસ્ટ ઓફિસ તેમજ ગેસ એજેન્સીના તાળા તૂટ્યા
  • પોસ્ટ ઓફિસના તાળા તોડી પ્રવેશેલા તસ્કરોએ તિજોરીના તાળા તોડી ચોરીનો કર્યોં પ્રયાસ
  • ઇન્ડેન ગેસ એજેન્સીના તાળા તેમજ જાળીઓ તોડી ચોરીનો કર્યોં પ્રયાસ
  • તસ્કરો વિલામોઢે પરત ફર્યા :પોલિસ તપાસમાં જોતરાઈ 

દાહોદ તા.૨૩

દાહોદ શહેરના પરેલ વિસ્તારમાં આવેલ પોસ્ટ ઓફિસ અને ઈન્ડિયન ગેસ એજન્સીમાં અજાણ્યા તસ્કરોએ આ બે સ્થળે ચોરી કરવાના ઈરાદે તાળા તોડી ચોરી કરવાનો પ્રયાસ કર્યાે હતો પરંતુ તસ્કરોને આ બંન્ને જગ્યાઓથી કંઈ પણ ન મળતાં વિલા મોઢે પરત ફરવાનો વારો આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.

દાહોદના પરેલ વિસ્તારમાં સ્પોર્ટ ગ્રાઉન્ડની સામે આવેલ પોસ્ટ ઓફિસ અને ઈન્ડિયન ગેસના ગોડાઉનમાં ગતરોજ મોડી રાત્રીના કોઈપણ સમયે આ બંન્ને સ્થળોએ તસ્કરોએ ત્રાટક્યાં હતાં. પોસ્ટ ઓફિસ અને ઈન્ડિયન ગેસના ગોડાઉનના તાળા

તોડી તસ્કરોએ અંદર પ્રવેશ કર્યાે હતો. પોસ્ટ ઓફિસની તિજાેરી પણ તોડી નાંખી હતી જ્યારે ગેસના ગોડાઉનના પણ તાળા તોડી બંન્ને સ્થળોના સામાન વેર વિખેર કરી તસ્કરો નાસી ગયાં હતાં. જાણવા મળ્યા અનુસાર, તસ્કરોના ચોરીના નિષ્ફળ પ્રયાસની જાણ સ્થાનીક પોલીસને થતાં પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને  પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

———————————–

error: Content is protected !!