Thursday, 21/11/2024
Dark Mode

બજેટ રજૂ કરે તે પહેલાં સરકાર માટે ખુશખબર:જાન્યુઆરીમાં રેકોર્ડ ૧.૨૦ લાખ કરોડનું GST કલેક્શન થયું

બજેટ રજૂ કરે તે પહેલાં સરકાર માટે ખુશખબર:જાન્યુઆરીમાં રેકોર્ડ ૧.૨૦ લાખ કરોડનું GST કલેક્શન થયું

દાહોદ લાઈવ ડેસ્ક….

બજેટ રજૂ કરે તે પહેલાં સરકાર માટે ખુશખબર:જાન્યુઆરીમાં રેકોર્ડ ૧.૨૦ લાખ કરોડનું GST કલેક્શન થયું

(જી.એન.એસ.) ન્યુ દિલ્હી,તા.૧

જીએસટીની વસૂલાત પર કોરોના મહામારી અસરનો અંત આવી ગયો છે. હવે એના મારફત થતી કમાણીએ ઝડપ પકડી છે. જાન્યુઆરીમાં સરકારને જીએસટીથી સૌથી વધારે આશરે ૧.૨ લાખ કરોડ રૂપિયાની કમાણી થઈ છે. આ ડિસેમ્બરની રૂપિયા ૧.૧૫ લાખ કરોડની રેકોર્ડ કમાણી થઈ છે, જ્યારે ગયા વર્ષની તુલનામાં એ ૮ ટકા વધારે છે.
છેલ્લા ૪ મહિનાથી સરકાર જીએસટીથી રૂપિયા ૧ લાખ કરોડ કરતાં વધારે આવક મેળવી રહી છે. સરકારે કહ્યું હતું કે બનાવટી બિલ અટકાવવાની કવાયત, જીએસટી, ઈન્કમ ટેક્સ અને કસ્ટમ આઈટી સિસ્ટમના ડેટાનું વિશ્લેષણ તથા અધિકારીઓનાં કડક પગલાંને લીધે છેલ્લા કેટલાક મહિનાથી વસૂલાતમાં વધારો થઈ રહ્યો છે.
સરકારે કહ્યું હતું કે ૩૧ જાન્યુઆરી ૨૦૨૧ની સાંજે ૬ વાગ્યા સુધીમાં મહિનાભરની વસૂલાત ૧ લાખ ૧૯ હજાર ૮૪૭ કરોડ રૂપિયા થઈ છે. એમાંથી સીજીએસટી વસૂલાતનો હિસ્સો ૨૧ હજાર ૯૨૩ કરોડ રૂપિયા છે અને એસજીએસટી વસૂલાતનો હિસ્સો રૂપિયા ૨૯ હજાર ૦૧૪ કરોડ રૂપિયા રહ્યો છે. આઇજીએસટી વસૂલાતનો હિસ્સો ૬૦ હજાર ૨૮૮ કરોડ રૂપિયા રહ્યો છે.
એમાં રૂપિયા ૨૭ હજાર ૪૨૪ કરોડની વસૂલાત આયાતી વસ્તુઓથી થઈ છે. સેસથી રૂપિયા ૮ હજાર ૬૨૨ કરોડની જ્યારે આયાતી વસ્તુથી મેળવેલ રૂપિયા ૮૮૩ કરોડ રૂપિયાની સેસ વસૂલીનો પણ સમાવેશ થાય છે.
જાન્યુઆરી મહિનામાં ૩૧ જાન્યુઆરી,૨૦૨૧ સુધી કુલ ૯૦ લાખ જીએસઆરટી-૩બી રિટર્ન દાખલ કરવામાં આવ્યા છે. સરકારે રેગ્યુલર સેટલમેન્ટ સ્વરૂપમાં આઇજીએસટીથી એસજીએસટીમાં ૨૪ હજાર ૫૩૧ કરોડ રૂપિયાના અને એસજીએસટીમાં ૧૯ હજાર ૩૭૧ કરોડ રૂપિયાનું સેટલમેન્ટ કરવામાં આવ્યુ છે. રેગ્યુલર સેટલમેન્ટ બાદ જાન્યુઆરી ૨૦૨૧માં કેન્દ્ર સરકારને સીજીએસટીથી કુલ ૪૬ હજાર ૪૫૪ કરોડ રૂપિયા અને તમામ રાજ્યોને એસજીએસટી થી કુલ ૪૮ હજાર ૩૮૫ કરોડ રૂપિયાની કમાણી થઈ.

error: Content is protected !!