સ્થાનિક સ્વરાજની ચૂંટણી…. આચાર સંહિતા લાગુ થતાં પરવાનેદાર હથિયાર જમા કરી દેવા ફતેપુરા પોલીસ દ્વારા અપીલ અપાઈ 

Editor Dahod Live
1 Min Read

શબ્બીર સુનેલવાલ, વિનોદ પ્રજાપતિ :- ફતેપુરા 

સ્થાનિક સ્વરાજની ચૂંટણી…. આચાર સંહિતા લાગુ થતાં પરવાનેદાર હથિયાર જમા કરી દેવા ફતેપુરા પોલીસ દ્વારા અપીલ અપાઈ 

ફતેપુરા તા.29

ગુજરાત રાજ્ય ચૂંટણીપંચ દ્વારા સ્થાનિક સ્વરાજ ની ચૂંટણીઓ નું જાહેરનામું પ્રસિદ્ધ થતાં ફતેપુરા તાલુકામાં પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને વહીવટી તંત્ર તેમજ પોલીસ તંત્ર સજાગ થઇ ચૂંટણીની કામગીરીમાં જોડાયેલ છે અને ચૂંટણીની આચાર સંહિતા લાગુ થતાં ફતેપુરા પી.એસ.આઇ સી બી બરંડા એ ચૂંટણીની આચાર સંહિતા અમલમાં હોય જેથી કાયદો અને વ્યવસ્થા ની જાળવણી સારુ સ્વરક્ષણ તેમજ પાક રક્ષણ પરવાનેદારો એ પોતાના હથિયારો પોલીસ સ્ટેશનમાં જમા કરાવવા માટે સુચના આપેલ છે.

Share This Article