Wednesday, 04/12/2024
Dark Mode

સીંગવડ:ઔદ્યોગિક તાલીમ સંસ્થાના પટાંગણમાં 72 માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરાઈ

સીંગવડ:ઔદ્યોગિક તાલીમ સંસ્થાના પટાંગણમાં 72 માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરાઈ

 કલ્પેશ શાહ :- સીંગવડ 

સિંગવડ તાલુકાના ૭૨ માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી ઔદ્યોગિક તાલીમ સંસ્થાના પટાંગણમાં કરવામાં આવી

સીંગવડ તા.26

સીંગવડ તાલુકાના તાલુકા કક્ષા ૭૨ માં પ્રજાસત્તાક દિનની ઉજવણી સીંગવડ ઔદ્યોગિક તાલીમ સંસ્થાના પટાંગણમાં કરવામાં આવી હતી. તેમાં સીંગવડ મામલતદાર તથા સ્ટાફ ઔદ્યોગિક

સીંગવડ:ઔદ્યોગિક તાલીમ સંસ્થાના પટાંગણમાં 72 માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરાઈતાલીમ સંસ્થાના આચાર્ય તથા સ્ટાફ તાલુકા પંચાયત અધિકારી તથા સ્ટાફ સીંગવડ સરપંચ તથા તલાટી કમ મંત્રી રણધીકપુર પોલીસ સ્ટાફ તથા હોમગાર્ડ જીઆરડી જવાનો તથા વનખાતાના આર.એફ.ઓ તથા સ્ટાફ આંગણવાડી અધિકારી સી.ડી.પી.ઓ બેન તથા સ્ટાફ સિંગવડ તાલુકા પ્રાથમિક શાળાના આચાર્ય તથા સ્ટાફ તથા ગ્રામજનો વડીલો વગેરે ઉપસ્થિત રહ્યા હતા આ ૭૨ માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કોરોનાવાયરસ ને ધ્યાનમાં રાખીને તથા સોશિયલ ડિસ્ટન્સ તથા માસ્ક પહેરીને ટૂંક સમય ને ધ્યાનમાં રાખીને કરવામાં આવી હતી ૭૨ માં પ્રજાસત્તાક દિવસનો કાર્યક્રમ સીંગવડ મામલતદાર દ્વારા ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું. ત્યાર પછી રંધીપુર પોલીસ જવાનો દ્વારા રાષ્ટ્રધ્વજને સલામી આપીને રાષ્ટ્રગીત ગાવામાં આવ્યું હતું.ત્યાર પછી સીંગવડ મામલતદાર દ્વારા 72માં પ્રજાસત્તાક દિવસ નિમિત્તે તેમને ટૂંકમાં ભાષણ કર્યું હતું.ત્યાર પછી આવેલા મહેમાનો દ્વારા ઔદ્યોગિક તાલીમ સંસ્થાના પટાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આ વૃક્ષારોપણ સિંગવડ મામલતદાર બી.કે.પટેલ સિંગવડ સરપંચ જીવનભાઈ વહુનીયા આઇટીઆઇના આચાર્ય એમ કે માવી સી.ડી.પી.ઓ શીલા બહેન ચૌધરી તથા તાલુકા પંચાયતના પંચાયત વિસ્તરણ અધિકારી આર.ડી.પટેલ દ્વારા વૃક્ષારોપણ કરીને તેમાં પાણી રેડીને વૃક્ષો મોટા થાય તેની કાળજી રખાય તેવી આશા વ્યક્ત કરી હતી તથા આ વૃક્ષારોપણ નો સિંગવડ આર.એફ.ઓ માલીવાડ બહેન દ્વારા તેની વ્યવસ્થા કરવામાં આવી હતી.આવેલા મહેમાનનું મામલતદાર ઓફિસ દ્વારા ચા નાસ્તા નો પ્રોગ્રામ રાખવામાં આવ્યું હતું ત્યાર પછી આ પ્રોગ્રામની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.આ રીતે હર્ષોલ્લાસ સાથે સિંગવડ તાલુકામાં બધી જ પ્રાથમિક શાળા માધ્યમિક શાળાઓ પંચાયતો વગેરે જગ્યાએ સોશિયલ ડિસ્ટન્સ સાથે ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.તથા કોરોનાના કારણે આ વખતે કોઇ પણ શાળાઓમાં કોઈ પ્રોગ્રામ રાખવામાં આવ્યા નહોતા.

error: Content is protected !!