Monday, 27/06/2022
Dark Mode

દાહોદ:દિલ્હીથી મુંબઈ જતી સ્વરાજ એક્સપ્રેસ ટ્રેનના મુસાફરોએ હોબાળો મચાવ્યો:RPF ના સમજાવટ બાદ ટ્રેન 54 મિનિટ મોડી રવાના કરાઈ

દાહોદ:દિલ્હીથી મુંબઈ જતી સ્વરાજ એક્સપ્રેસ ટ્રેનના મુસાફરોએ હોબાળો મચાવ્યો:RPF ના સમજાવટ બાદ ટ્રેન 54 મિનિટ મોડી રવાના કરાઈ

રાજેન્દ્ર શર્મા/જીગ્નેશ બારીયા :- દાહોદ 

દિલ્હીથી મુંબઈ તરફ જતી જમ્મુતાવી એક્સપ્રેસના મુસાફરોએ દાહોદ રેલવે સ્ટેશન ખાતે કર્યો હોબાળો:કોવીડ સ્પેશ્યલ ટ્રેનના ટોયલેટમાં અસહ્ય ગંદકીના લીધે એસ 8 તેમજ એસ 10 ના મુસાફરોએ કર્યો હોબાળો, કોટા રેલવે સ્ટેશન સહીત ત્રણ જગ્યાએ રજૂઆત કર્યા છતાંય બન્ને કોચમાં સાફ-સફાઈના ન થતાં મુસાફરો વિફર્યા:આર.પી.એફ સ્ટાફે તાબડતોડ મોરચો સાંભળી મામલો બીચકતા અટકાવ્યો,  રેલવે તંત્ર દ્વારા સમજાવટ બાદ સાફ સફાઈ કર્યા વગર ટ્રેન શરૂ થતાં મુસાફરોએ કર્યો ચેન પુલિંગ, હોબાળા દરમિયાન ટ્રેન આશરે એક કલાક મોડી પડી,

દાહોદ તા.૨૩

જમ્મુથી મુંબઈ જતી ટ્રેન નંબર ૦૪૬૭૨ સ્વરાજ સ્પેશલ એક્સપ્રેસ (જમ્મુતાવી) ના બે કોચમાં અસહ્ય ગંદકીથી સામ્રાજ્યના પગલે  ટ્રેનના મુસાફરોએ દાહોદ રેલ્વે સ્ટેશને ભારે હોબાળો મચાવતાં  ચકચાર મચી જવા પામી હતી. જોકે આર.પી.એફ.નો સ્ટાફ અને રેલ્વે પોલીસનો સ્ટાફ તાબડતોડ પહોંચી મુસાફરોને સમજાવતાં ટ્રેન

રવાના કરવામાં આવી હતી પરંતુ ટ્રેન ચાલુ થતાંની સાથે બે વખત ચેઈન પુલીંગ થતાં આ ટ્રેન નિયત સમય કરતા ૫૪ મીનીટ મોડી દાહોદથી રવાના થતાં મુસાફરોને ભારે હેરાન પરેશાન થવાનો વારો આવ્યો હતો.પરંતુ આ બે કોચની ગંદકી ત્યાર સુધી પણ સાફ ન કરાતાં અને ટ્રેન આગળ ધપાવી દીધી હતી. કોવિડ – ૧૯ની મહામારી વચ્ચે જ્યારે સાફ સફાઈનું ટ્રેનોમાં પણ ધ્યાન રાખવામાં આવે તેવી લાગણી અને માંગણી સાથે મુસાફરોમાં રેલ્વે તંત્રના આવા વ્યવહારથી અને કામગીરીથી છુપો આક્રોશ પણ જાેવા મળ્યો હતો.

વધુ મળતી માહિતી પ્રમાણે ટ્રેન નંબર 04672 સ્વરાજ એક્સપ્રેસ (જમ્મુતાવી સ્પેશ્યલ એક્સપ્રેસ) ના કોચ નંબર એસ ૮ અને એસ ૧૦ આ બે કોચમાં ગંદકીની ભરમાર રહેતા પેસેન્જરોએ દાહોદ રેલ્વે સ્ટેશને ભારે હોબાળો કર્યાે હતો. જોકે ફરજ પરના તૈનાત આર.પી.એફ. સ્ટાફ તાબડતોડ પહોંચી પેસેન્જરો સાથે સમજાવટ કરી ટ્રેન ચાલુ કરાવી રવાના કરતાની સાથે જ થોડીવારમાં બીજી વખત ચેઈન પુલીંગ થઈ હતી અને ટ્રેન થોભી હતી. આ ચેઈન પુલીંગ અને હોબાળાને પગલે આ ટ્રેન ૫૪ મીનીટ મોડી થઈ હતી.અને વડોદરા માટે ૫૪ મીનીટી બાદ દાહોદથી રવાના થઈ હતી. મળતી માહિતી પ્રમાણે આ બંન્ને કોચોમાં દિલ્હીથી પેસ્જરો ચઢ્યાં હતાં. કોટામાં આ મુસાફરોએ આ ગંદકી અંગેની ત્યાના રેલ પ્રશાસનને રજુઆત કરી હતી. લેટ્રીંગ બાથરૂમમાં આટલી ગંદકી છે તો તેની સાફ સફાઈ કરાવી આપવા રજુઆત કરી હતી. તે સમયે કોટાના રેલ પ્રશાસન દ્વારા આ અંગે કોઈ ધ્યાન ન આપ્યું કોચની સાફ સફાઈ વગર ટ્રેન રવાના કરી દીધી હોવાની આ મુસાફરો દ્વારા આક્ષેપો પણ કરવામાં આવ્યાં છે. આ બાદ આ ટ્રેન દાહોદ આવતાની સાથે કોચની સાફ સફાઈ અંગે હોબાળો મચ્યો હતો. આ હોબાળાના પગલે દાહોદ રેલ્વે સ્ટેશનના સ્ટેશન માસ્તર, રેલ્વે પોલીસ અને આર.પી.એફ. પોલીસ આ મુસાફરોને સમજાવવા લાગ્યાં હતાં.પરંતુ મુસાફરોની માંગણી એવી હતી કે, કોચમાં સાફ સફાઈ કરવામાં આવશે તો જ ટ્રેન આગળ જશે પરંતુ દાહોદ રેલ પ્રશાસન દ્વારા પણ સાફ સફાઈ અંગે કોઈ ધ્યાન ન આપ્યું અને સ્ટેશન માસ્તરે મુસાફરોને ગણકાર્યા ન હોવાના પણ મુસાફરોએ આક્ષેપો કર્યાં હતા અને અમારી જવાબદારી નથી આવતી તેવી સ્ટેશન માસ્તર દ્વારા જણાવાયું હોવાનું મુસાફરોનું કહેવું હતું.

error: Content is protected !!