Friday, 19/04/2024
Dark Mode

દાહોદમાં ખાદ્યતેલના ભેળસેળીયાઓ પર તવાઈ:બે ઉત્પાદક પેઢી અને બે વેપારીઓને અધિક કલેક્ટરે ૨૧૦૦૦ નો દંડ ફટકાર્યો

દાહોદમાં ખાદ્યતેલના ભેળસેળીયાઓ પર તવાઈ:બે ઉત્પાદક પેઢી અને બે વેપારીઓને અધિક કલેક્ટરે ૨૧૦૦૦ નો દંડ ફટકાર્યો

 જીગ્નેશ બારીયા :- દાહોદ 

દાહોદ તા.૨૨

દાહોદ શહેરમાં બે ઉત્પાદક પેઢી, એક હોલસેલર, એક વિક્રેતા અને નોમીની સહિત ચાર વ્યાપારીઓ દ્વારા મીસબ્રાન્ડેડ ફુડ ખાદ્ય પદાર્થનું વેચાણ સંગ્રહ તથા ઉત્પાદ કરતાં દાહોદના અધિક કલેક્ટર દ્વારા આ ચારેયને કુલ રૂા.૨૧ હજારનો દંડ કરતો હુકમ કરતાં દાહોદ શહેરના વેપારી આલમમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

મદદનીશ કમિશ્નરની કચેરી, ખોરાક અને ઔષદ નિયમન તંત્ર, દાહોદના તાબા હેઠળના ફુડ સેફ્ટી ઓફિસર પી.આર.નગરાવાલા, દાહોદ નગરપાલિકાએ મુર્તુજા શબ્બીરભાઈ પીટોલવાલા, મે.શેખ અલીહુસેન ઈ.પીટોલવાલાની પેઢી, નેતાજી બજાર,દાહોદ (એફ.બી.ઓ અને નોમીની) પાસેથી તારીખ ૦૩.૦૬.૨૦૧૯ના રોજ તેઓ દ્વારા વેચાણ કરાતાં ફુડ ખાદ્ય પદાર્થાેના પેકીંગનો નમુનો લઈ પૃથ્થકરણ સારૂ ફુડ એનાલીસ્ટ, ભુજને મોકલી આપેલ હતો. તારીખ ૧૨.૦૭.૨૦૧૯ના પૃથ્થકરણ અહેવાલ આવતાં આ અહેવાલમાં આ ફુડ ખાદ્ય પદાર્થ મીસ બ્રાન્ડેડ હોવાનું જણાઈ આવતાં આ મામલે ફુડ વિભાગે આ ફુડ ખાદ્ય પદાર્થનું વેચાણ કરતાં (૧) મુર્તુજા શબ્બીરભાઈ પીટોલવાલા (એફ.બી.ઓ. અને નોમીની). ને મે. શેખ અલીહુસેન ઈ.પીટોલવાલાની પેઢીને રૂા.૧૫૦૦, મે.શેખ અલીહુસેન ઈ.પીટોલવાલાની પેઢી (વિક્રેતા પેઢી, નેતાજી બજાર,દાહોદ)ને રૂા.૧૫૦૦, અશોક ભગવાનભાઈ પટેલ (હેલસેલર પેઢીના માલિક (અમદાવાદ) ને રૂા.૩૦૦૦, રાજેન્દ્ર ટેકચંદ અગ્રવાલ (ઉત્પાદક પેઢી, મહારાષ્ટ્ર) ને રૂા.૧૫૦૦૦ અને મે.એસ.કે.ઓઈલ ઈન્ડસ્ટ્રીઝ (ઉત્પાદક પેઢી, મહારાષ્ટ્ર) ને રૂા.૧૫૦૦૦ નો દંડ ફટકારવામાં આવે તેવો કલેક્ટર,દાહોદ દ્વારા હુકમ કરવામાં આવ્યો હતો.

error: Content is protected !!