
કપિલ સાધુ :- સંજેલી
સંજેલી તાલુકાના ગોવિંદા તળાઈ ગામે રાતના સમયે એક ઘરમાં ઘૂસી જઈ પતિ પત્નિને બાનમાં લઇ લૂંટારૂઓ દ્વારા લૂંટ ચલાવતા ચકચાર
સંજેલી તા.20
સંજેલી તાલુકાના ગોવિંદા તળાઈ ગામે એક ઘરમાં ચોરો દ્વારા લૂંટ કરવામાં આવી હતી.રાતના સમયે ઘરના પાછળના ખેતરના ભાગમાંથી પાછલા દરવાજેથી છુપી રીતે પ્રવેશ કરી ઘરમાં પ્રવેશી ઘરમાં માલિક કાંતિભાઈ બારિયા અને તેમના પત્નીને બંદૂક અને તલવારની નોક ઉપર રાખી લૂંટ
ચલાવી હતી.ઘર માલિક કાંતિભાઈ અને તેમના પત્ની પોતાના ઘરમાં હતા.તે સમયે ઘરના વાડાના ભાગમાં કંઈક અવાજ આવતા કાંતિભાઈના પતની ઘરના વાડાના ભાગની તરફ જોવા જતા તેમનો સામનો ઘરની અંદર પ્રવેશી ચૂકેલા લૂંટારૂ ટોળકી સાથે થતા તેમનો જીવ અદ્ધર થઇ ગયો હતો.લૂંટારૂ ટોળકીએ મારક હથિયાર બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી ઘરમાં જ બંને પતિ-પત્નીને એક તરફ કરી દીધા હતા.અને તેમને બંદૂક તેમજ તલવાર ધારિયાઓ બતાવી અને બૂમાબૂમ કરશો તો તમને જાનથી મારી નાખીશું તેવી દ્વારા ટોળકી દ્વારા ધમકી આપી હતી.ત્યારે પતિ-પત્ની ગભરાઈ ગયા હતા. તેમજ
લૂંટારૂ ટોળકીએ ઘરમાં પડેલા સરસામાનને વેરવિખેર કરી નાખ્યો હતો.ઘરમાં પડેલા અનાજના પિપડાઓમા તેમજ પેટી પટારામાં અને ઘરમાં અલગ-અલગ જગ્યાઓમાં રૂપિયા તેમજ રકમની શોધખોળ કરી હતી અને ઘરમાં બધું વેરવિખેર કરી નાખ્યું હતું . તેમજ ઘરની મહિલાનું કાનના તેમજ ગળાનો હાર અને છડા પણ કઢાવી લીધા હતા.આશરે એક લાખની રકમ તેમજ રોકડ ૬૦ હજારની સનસનાટીભરી લૂંટ ચલાવી ભાગી ગયા હતા. જોકે ગામમાં લૂંટ થયા હોવાની વાત વાયુ વેગે ફેલાતા આસપાસમાં તેમજ તાલુકામાં ભયનો માહોલ ફેલાઇ જવા પામ્યો હતો.ચોરીના બનાવને લઇને સંજેલી પોલીસ મથકે જાણ થતાં સંજેલી પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ હતી તેમજ ઝીણવટ ભરી તપાસ હાથ ધરવામાં આવી છે .