સિંગવડ તાલુકાના સિંગવડ ગામમાં આરોગ્ય ખાતા દ્વારા રેપિડ ટેસ્ટ કરવામાં આવ્યા
સીંગવડ તા.05
સીંગવડ તાલુકાના સીંગવડ ગામમાં ચાલી રહેલા કોરોના મહામારીને અંકુશમાં લાવવા તાલુકા આરોગ્ય વિભાગ પંચાયત વિભાગ તથા રંધીકપુર પોલીસ વિભાગના સહયોગથી જાહેરમા માસ્કવગર ફરતા વગર લોકો તથા સોશિયલ ડીસ્ટનનું પાલન નહીં કરનાર લોકોનો સ્થળ પર જ કોરોનાનો રેપિડ ટેસ્ટ કરવામાં આવ્યો આ કાર્યક્રમ તાલુકા આરોગ્ય અધિકારી ડો.સી.એમ મછારના નિર્દેશથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દાસા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છાપરવડના મેડિકલ ઓફિસર સીંગવડ ખાતે મૂકવામાં આવેલા ધનવંતરી રથ હાંડી તથા છાપરવાડની સંયુક્ત ટીમ દ્વારા તથા રણધીકપુર પોલીસ સ્ટેશનના સ્ટાફના સહયોગથી ૩૩ જેટલા માસ્ક વગર ફરતાં લોકોના કોરોના ટેસ્ટ સ્થળ પર કરવામાં આવ્યા હતા.જે પૈકી તમામના રિપોર્ટો નેગેટીવ આવતા આરોગ્ય તંત્રએ હાશકારો લીધો હતો