Friday, 22/11/2024
Dark Mode

ઉત્તરપ્રદેશના ગાજીયાબાદમાં બની ગોઝારી ઘટના:સ્મશાનમાં અંતિમ સંસ્કાર પછી શાંતિ પાઠ કરતા 23 લોકોને કાળ ભરખી ગયો,20થી વધુ ઈજાગ્રસ્ત

ઉત્તરપ્રદેશના ગાજીયાબાદમાં બની ગોઝારી ઘટના:સ્મશાનમાં અંતિમ સંસ્કાર પછી શાંતિ પાઠ કરતા 23 લોકોને કાળ ભરખી ગયો,20થી વધુ ઈજાગ્રસ્ત

આ તસવીર ગાઝીયાબાદમાં મુરાદનગર સ્થિત સ્મશાન ઘાટની છે .

રવિવારે દુર્ઘટના બાદ રાહત બચાવ કાર્યમાં લોકો જોડાયા 6 શાંતિપાઠ માટે લોકો ભેગા થયા હતા ત્યારે દુર્ઘટના સર્જાયેલી • મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે દુર્ઘટનાને ગંભીરતાથી લઈ રિપોર્ટ માંગ્યો

ગાજીયાબાદ તા.03

ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં મુરાદનગરમાં રવિવારે સ્મશાનમાં અંતિમ સંસ્કાર પછી શાંતિ પાઠ કરતા 23 લોકોને કાળ ભરખી ગયો હતો . આ તમામ લોકો આંખ બંધ કરીને મૌનમાં હતા ત્યારે જ સ્મશાનનો શેડ તેમની પર તૂટી પડ્યો હતો.તેના કાટમાળમાં 40 થી વધુ લોકો દબાઈ ગયા હતા, જેમાં 21 લોકોના ઘટના સ્થળે જ મૃત્યુ થયા હતા. આ ઉપરાંત 20 ઈજાગ્રસ્તને હોસ્પિટલમાં ભરતી કરાયા છે,જેમાં ચાર લોકોની સ્થિતિ ગંભીર હોવાથી મૃત્યુ દર વધી શકે છે . –

ઘટના બાદ રેસ્ક્યુ ટીમે કેટલાકને જીવતા બચાવ્યા

ગાઝિયાબાદના ઈન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ પ્રવીણ કુમારે જણાવ્યું કે,એક સ્થાનિક ફળ વિક્રેતા રાજારામના મૃત્યુ પછી રવિવારે સવારે તેમના અંતિમ સંસ્કારમાં લોકો ભેગા થયા હતા. એ પહેલા અહીં મધરાત્રે ત્રણ વાગ્યાથી સવારે આઠ વાગ્યા સુધી વરસાદ પડ્યો હતો.કદાચ આ કારણસર જ એક દીવાલ ધસી પડી હતી.અને બાદમાં છત પણ ધરાશાયી થઈ ગઈ.આ દુર્ઘટના પછી એનડીઆરએફની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી, જ્યાં રેસ્ક્યુ ટીમે કાટમાળ હટાવીને મૃતદેહો કાઢ્યા હતા અને કેટલાકને બચાવી પણ લીધા હતા.

કરુણાંતિકામાં મૃતકોના પરિજનોને 2-2 લાખની સહાય

મીડિયા અહેવાલો પ્રમાણે , ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગાઝિયાબાદના કમિશમનર અને મેરઠ ઝોનના એડિશનલ ડિરેક્ટર જનરલ ઓફ પોલીસે આ ઘટનાનો વિસ્તૃત અહેવાલ માંગ્યો છે.આ ઉપરાંત મૃતકોના પરિજનોને રૂ.બે-બે લાખની સહાયની પણ જાહેરાત કરાઈ છે.

શમશાનઘાટ પર 10 વર્ષ જૂનો શેડ હતો.

અંતિમ સંસ્કાર સ્થળે સિમેન્ટની છતનો શેડ આશરે દસ વર્ષ પહેલા નગર પાલિકાએ બનાવ્યો હતો.સૂત્રોના જણાવ્યાનુસાર,આ છત અને શેડ જર્જરિત અને ખતરનાક હોવાની પાલિકાએ સ્મશાનના અધિકારીઓને કોઈ માહિતી આપી ન હતી.

વરસાદના કારણે નવી ગેલેરીની છત તૂટી ગઈ હતી.

ફળ વિક્રેતા જયરામ ના પૌત્ર દેવેન્દ્રએ કહ્યું કે દાદાના અંતિમ સંસ્કાર ચાલી રહ્યા હતા.ત્યારે વરસાદ પણ થઈ રહ્યો હતો.કેટલાક લોકો નવી બનેલી ગેલેરીમાં ઉભા હતા.અચાનક જ જોરદાર અવાજ આવ્યો.જ્યારે મે એ દિશા તરફ દોડ લગાવી તો જવું કે છત તૂટી ગઈ હતી.અનેક લોકો તેની નીચે ફસાઈ ગયા હતા.આ દુર્ઘટનામાં મારા ચાચાનું મૃત્યુ થયુ છે.તેનો દિકરો પણ કાટમાળમાં ફસાઈ ગયો હતો.તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.મારા પિતાને ખભાના ભાગમાં ઈજા થઈ છે.તેમનો આ ઘટનામાં ચમત્કારીત બચાવ થયો છે.

ઉત્તરપ્રદેશના ગાજીયાબાદમાં બની ગોઝારી ઘટના:સ્મશાનમાં અંતિમ સંસ્કાર પછી શાંતિ પાઠ કરતા 23 લોકોને કાળ ભરખી ગયો,20થી વધુ ઈજાગ્રસ્તઘટનાના સાક્ષી દેવેન્દ્ર કહે છે કે આ ઘટનામાં અનેક લોકોના હાથ પગ કપાઈ ગયા હતા.

જે જ્યાં ઉભા હતા ત્યાં જ દબાઈ ગયા

સ્થાનિક રહેવાસી સુશીલ કુમારે કહ્યું કે કાટમાળની નીચે દબાયેલા લોકોની સ્થિતિને જોઈ હૃદય દ્રવી ઉઠે તેવા દ્રશ્યો સર્જાયા હતા. કાટમાળમાં ફક્ત કોઈનો હાથ દેખાતો હતો તો કોઈનું માથુ.સ્થિતિને જોતા એવું લાગે છે કે જે લોકો જ્યાં ઉભા હતા ત્યાં જ દબાઈ ગયા હતા. ગેલેરીની કિનાર પર ઉભેલા લોકો પણ આ દુર્ઘટનાનો શિકાર બની ગયા.

ઉત્તરપ્રદેશના ગાજીયાબાદમાં બની ગોઝારી ઘટના:સ્મશાનમાં અંતિમ સંસ્કાર પછી શાંતિ પાઠ કરતા 23 લોકોને કાળ ભરખી ગયો,20થી વધુ ઈજાગ્રસ્તગેલેરીની છત તૂટી પડતા નીચે ઉભેલા લોકોને બચવાની કોઈ તક મળી ન હતી . જે જ્યાં હતા ત્યાં જ દબાઈ ગયા

ચીચીયારી સાંભળી લોકો સ્મશાન તરફ ભાગ્યા

સ્મશાન ઘાટ નજીક રહેતા અરનેસ્ટ કેન્સે કહ્યું કે વરસાદ થઈ રહ્યો હતો.લોકો પોતાના ઘરોમાં હતા  અચાનક જ મોટો અવાજ આવ્યો અને લોકોની ચીચીયારી સાંભળવા મળી.શરૂઆતમાં તો કંઈ જ સમજમાં ન આવ્યું કે શું થઈ રહ્યું છે.અને કોણ બુમો પાડી રહ્યું છે.આ સ્થિતિને જોતા લોકો ઘરની બહાર નિકળ્યા હતા.તે સમયે લોકો સ્મશાન તરફ ભાગ્યા હતા.જ્યારે લોકો ત્યાં પહોંચ્યા તો તેમના શ્વાસ જાણે એટકી ગયા.ત્યારબાદ પોલીસ અને રેક્મ ટીમે કાટમાળમાં ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા .

ઉત્તરપ્રદેશના ગાજીયાબાદમાં બની ગોઝારી ઘટના:સ્મશાનમાં અંતિમ સંસ્કાર પછી શાંતિ પાઠ કરતા 23 લોકોને કાળ ભરખી ગયો,20થી વધુ ઈજાગ્રસ્તદુર્ઘટના બાદ રેસ્ક્યુ ટીમ સાથે સ્થાનિક અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા.કાટમાળમાંથી 37 લોકોને બહાર કાઢવામાં આવ્યા

દબાઈ જવાથી લોકોના હાથ – પગ કપાઈ ગયા હતા

સ્મશાનની નજીક રહેતા મોરગને કહ્યું કે શરૂઆતમાં જે સ્થિતિ હતી તેને જોતા એવું લાગતું ન હતું કે કોઈ વ્યક્તિ તેમાં જીવીત હોય. આ ઘટના એટલી જલ્દીથી થઈ કે કોઈને તેમાંથી બચવાની તક જ ન મળી. કેટલાક એવા પણ લોકો હતા જેમના હાથ-પગ કપાઈ ગયા હતા.પોલીસ તથા રેસ્ક્યુ ટીમને JCB બોલાવી કાટમાળથી બહાર કાઢવામાં આવ્યા હતા.

ઉત્તરપ્રદેશના ગાજીયાબાદમાં બની ગોઝારી ઘટના:સ્મશાનમાં અંતિમ સંસ્કાર પછી શાંતિ પાઠ કરતા 23 લોકોને કાળ ભરખી ગયો,20થી વધુ ઈજાગ્રસ્તદુર્ઘટના બાદ SDRF એ સાડા ત્રણ કલાક બચાવ અભિયાન હાથ ધરી લોકોને શેડમાંથી બહાર કાઢ્યા હતા

મહિલાઓ પણ રડતા-રડતા સ્મશાન પહોંચી

દુર્ઘટનાનો શિકાર બનેલા લોકોના પરિવારજનો પણ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા.કોઈ કાટમાળમાં પોતાના ભાઈને શોધી રહ્યા હતા તો કોઈ પિતાને શોધી રહ્યા હતા.મહિલાઓ પણ રડતા-રડતા શોધી રહ્યા હતા.શરૂઆતમાં કોઈને કંઈ જ સમજમાં આવી ન હતી

ઉત્તરપ્રદેશના ગાજીયાબાદમાં બની ગોઝારી ઘટના:સ્મશાનમાં અંતિમ સંસ્કાર પછી શાંતિ પાઠ કરતા 23 લોકોને કાળ ભરખી ગયો,20થી વધુ ઈજાગ્રસ્ત દુર્ઘટના બાદ સ્થાનિક લોકોએ રાહત અને બચાવ કાર્ય શરૂ કર્યું

60 ફૂટ લાંબી ઈમારત અઢી વર્ષ અગાઉ બની હતી

આ સાથે એવી પણ માહિતી મળી છે કે આશરે અઢી વર્ષ અગાઉ સ્મશાન ઘાટ પર તડકા,વરસાદથી બચવા માટે ગેલેરી બનાવવામાં આવી હતી.તેની લંબાઈ આશરે 60 ફૂટ હતી . જોકે,તેને બનાવતી વખતે ક્વોલિટીને ધ્યાનમાં લેવામાં આવી ન હતી.ગેલેરી તૂટી પડતા જ તેમા ઉપયોગમાં લેવામાં આવેલ સામગ્રી ચૂરામાં તબદિલ થઈ ગયા છે.

ઉત્તરપ્રદેશના ગાજીયાબાદમાં બની ગોઝારી ઘટના:સ્મશાનમાં અંતિમ સંસ્કાર પછી શાંતિ પાઠ કરતા 23 લોકોને કાળ ભરખી ગયો,20થી વધુ ઈજાગ્રસ્તકાટમાળમાં ફસાયેલા લોકોને શોધવા માટે રેસ્ક્યુ ટીમે ડોગ સ્કવોડની મદદ લેવામાં આવી

100 કરતા વધારે લોકો અંતિમ સંસ્કાર માટે પહોંચ્યા હતા

મુરાદનગર  સ્મશાનમાં દુર્ઘટના સમયે 100 કરતાં વધારે લોકો ગેલેરીની છત નીચે ઉભા હતા. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મૃતકોના પરીવારજનોને બે-બે લાખની મદદ કરવાની જાહેરાત કરી છે.આ સાથે મેરઠના કમિશ્નર અને ADG પાસેથી રિપોર્ટ મંગાવ્યો છે .

 

error: Content is protected !!