Monday, 16/05/2022
Dark Mode

સિંગવડ તાલુકાના છાપરવડ ગામના મહિલાઓ દ્વારા સાંસદ જશવંતસિંહ ભાભોરને સરકારી કામોની રજૂઆતો કરાઈ

સિંગવડ તાલુકાના છાપરવડ ગામના મહિલાઓ દ્વારા સાંસદ જશવંતસિંહ ભાભોરને સરકારી કામોની રજૂઆતો કરાઈ

કલ્પેશ શાહ :- સીંગવડ 

સિંગવડ તાલુકાના છાપરવડ ગામના મહિલાઓ દ્વારા સાંસદ જશવંતસિંહ ભાભોર ને સરકારી કામોની રજૂઆતો કરાઈ

સીંગવડ :- 29

સિંગવડ તાલુકા ના છાપરવડ ગામ ના 30થી 40 મહિલાઓ દ્વારા સાંસદ જશવંતસિંહ ભાભોર ને તેમના ગામમાં આરસીસી રસ્તાઓ પીવાના પાણી કેટલ શેડ વગેરે કામો ની રજૂઆત કરવામાં આવી હતી.તથા ગામમાં બીજી ઘણી સરકારી યોજનાઓની રજૂઆત કરવામાં આવ્યા પછી સંસદ દ્વારા તેમને સરકારી અધિકારીઓને કહીને છાપરવાડ ગામ માં તપાસ કરવા જણાવ્યું હતું ત્યાર પછી સિંગવડ તાલુકા વિકાસ અધિકારી મકવાણા તથા પંચાયત વિસ્તરણ અધિકારી આર.ડી.પટેલ તથા છાપરવાડ તલાટી પરીખને સાથે રાખીને જે.જે રજૂઆતો કરવામાં આવી હતી એ ત્યાં જઈને સરકારી અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવી અને જે બાકી હશે તેને પૂર્ણ કરવા માટે ખાતરી આપવામાં આવી હતી ત્યાર પછી તાલુકા વિકાસ અધિકારી દ્વારા આપણા ગામમાં એક જગ્યાએ ૪૦થી ૫૦ માણસો ભેગા કરીને સોશિયલ ડિસ્ટન્સ રાખી અને માસ્ક પહેરીને નાની સરખી મિટિંગ કરીને તેમને છાપરવડ ગામના લોકોના પ્રશ્નો સાંભળ્યા ત્યાર પછી તેમને તે બધા પ્રશ્નોનો નિકાલ કરવા માટે બાહેંધરી આપી હતી તથા તાલુકા વિકાસ અધિકારી દ્વારા જે પણ વાત કહેવામાં આવી તે ગામના લોકો દ્વારા શાંતિથી સાંભળવામાં આવી હતી ત્યાર પછી ગામમાં આંગણવાડી ના પ્રશ્નો પણ ઉઠવા પામ્યા હતા તો તેમને તાત્કાલિક આંગણવાડી બહેનોને બોલાવી ને જે સરકારમાંથી નક્કી કર્યા મુજબ નું આપવામાં આવતું હતું તે તાત્કાલિક જે તે લાભાર્થીના ઘરે મોકલી દેવામા આવ્યુ હતુ..તથા તૈયારીમાં તાલુકા વિકાસ અધિકારી દ્વારા કામ કરવામાં આવતા છાપરાવાડ ગામના લોકો દ્વારા તેમને થયું કે સાહેબ ના આવવાથી આ કાર્ય ચાલુ થઈ ગયું છે તેમને વિશ્વાસ આવતાં તાલુકા વિકાસ અધિકારી દ્વારા તેમને ખાતરી આપી કે તમારા બધા પ્રશ્નોનો નિકાલ કરવામાં આવશે

error: Content is protected !!
AllEscort