સિંગવડ તાલુકાના સીંગવડ બજારમાં અમૃતમય ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું
સિંગવડ તાલુકાના સીંગવડ બજારમાં લક્ષ્મી એવન્યુ શોપિંગ સેન્ટરમાં આયુર્વેદિક અમૃત ઉકાળાનું વિતરણ 23.12.2020 ના રોજ સવારે ૧૦ વાગ્યે કરવામાં આવ્યું હતું.આ ઉકાળાનું વિતરણ રણધીકપુર હોમિયોપેથી દવાખાના ડોક્ટર ઉમેશ શાહ તથા કાળીયારાઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કમ્પાઉન્ડર એસ.બી પટેલના સહયોગથી આ ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું.સિંગવડમાં ઓચિંતાનો કોરોનાના કેસોમાં વધારો થતાં અને રોજ નવા નવા કેશો આવવાથી હોમિયોપેથીક ડોક્ટર દ્વારા ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું.આ અમૃતમય ઉકાળો પીવાથી શરીરની ઇમ્યુનિટી પાવર બરોબર રહે તથા કોરોના કેશો વધે નહીં તે માટે ઉકાળો બનાવીને સીંગવડ ના બજારના દુકાનદારો તથા આવતા જતા રાહદારીઓ ને પીડામાં આવ્યો હતો જેથી કોરોના સંક્રમણ વધે નહીં અને તેના સામે રક્ષણ મળી રહે તેથી આ ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું