સિંગવડ તાલુકાના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં તબીબોની અછત હોવાના કારણે ગામડાની ગરીબ પ્રજાને પડતી મુશ્કેલીઓ, પૂર્વ કેન્દ્રીય મંત્રી તેમજ વર્તમાન સાંસદના ગામના આઠ વર્ષથી વંચિત રહેવા પામતા લોકોમાં આશ્ચર્ય ફેલાયું

Editor Dahod Live
3 Min Read

 કલ્પેશ શાહ :- સીંગવડ 

 સીંગવડ તા.15

સિંગવડ તાલુકાના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં તબીબોની અછત હોવાના કારણે ગામડાની ગરીબ પ્રજાને પડતી મુશ્કેલીઓ, પૂર્વ કેન્દ્રીય મંત્રી તેમજ વર્તમાન સાંસદના ગામના આઠ વર્ષથી વંચિત રહેવા પામતા લોકોમાં આશ્ચર્ય ફેલાયું, દિવા તળે અંધારું જેવો ઘાટ સર્જાયો

સિંગવડ તાલુકાના સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે છેલ્લા આઠ વર્ષથી એક જ ડોક્ટર હોવાથી અને તે ડોક્ટરની આઠ કલાકની નોકરી હોવાથી તે ડોક્ટર ટાઈમ પૂરો થતાં ત્યાર પછી કોઈપણ ડોક્ટર ન હોવાના કારણે સામુહિક આરોગ્ય કેન્દ્ર સિંગવડનું દવાખાનું એ ઘોડા વગરના તબેલા જેવું બની જવા પામી છે.સીંગવડના આ સામૂહિક આરોગ્ય કેન્દ્ર દવાખાનામાં છેલ્લા કેટલા સમયથી ત્રણ ડોકટરોની જરૂર હોવા છતાં એક ડોક્ટરથી જ કામ ચલાવવા પડે છે.જ્યારે આ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટર જગ્યા ભરવામાં આવતી નથી વારંવાર રજૂઆત કરવા છતાં અને સીંગવડ તાલુકો બન્યો છતાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટરોના અભાવે સિંગવડ તાલુકાની પ્રજાને આરોગ્ય બાબતે મુશ્કેલીઓ ભોગવવાનો વારો આવ્યો છે.સીંગવડ  તાલુકા તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોના દર્દીઓ સવારે સાત વાગ્યાથી આવી જતા હોય છે.તો મોડે સુધી બેસી રહેવું પડતું હોય છે.ડોક્ટરો પૂરતા પ્રમાણમાં હોય તો પેશન્ટોને ફટાફટ ચેક કરીને ગામડાના લોકોને તેમના ઘરે ફટાફટ જતા રહે પણ ડોક્ટરનો સ્ટાફ પૂરતા પ્રમાણમાં ન હોવાથી પેશન્ટોને ઘણી વાર બેસી રહેવાનો વારો આવે છે. વહીવટીતંત્ર તથા સ્થાનિક નેતાઓ દ્વારા સીંગવડના સામુહિક આરોગ્ય કેન્દ્ર માટે કોઈનું ધ્યાન જતું નહીં હોય તેમ લાગે છે જ્યારે હમણાં થોડા દિવસ પહેલાં જ એક ડોક્ટર ગાંધીનગરથી સિંગવડ સામુહિક આરોગ્ય કેન્દ્ર માટે મૂકવામાં આવ્યા હતા.તો તેને પણ દાહોદના કોવીડ સેન્ટરમાં મુકી દેવામાં આવ્યા હતા.સિંગવડ તાલુકાને ફરી અન્યાય થયો હોય તેમ લાગી રહ્યું છે.દાહોદ જિલ્લામાં ઘણા ડોક્ટર હોવા છતાં સિંગવડ તાલુકાના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં માંડ માંડ ડોક્ટર આવેલા હતા.તેને પણ દાહોદ લઈ લેતા સીંગવડ સામે આરોગ્ય કેન્દ્ર કરી ડોક્ટર વગર થઈ ગઈ હોય તેમ લાગી રહ્યું છે. શું સીંગવડ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ડૉક્ટરની જરૂર નથી? સિંગવડ તાલુકામાં રણધીકપુર પોલીસ સ્ટેશન હોવાથી અહિયા અવારનવાર ક્રાઇમમાં બનતા રહેતા હોવાથી અને સામુહિક આરોગ્ય કેન્દ્રમાં આની ટ્રીટમેન્ટ થતી હોય તો અહીંયા એમ.બી.બી.એસ ડોક્ટરની જરૂર હોવાથી આ ક્રાઇમ ના કામો પણ ફટાફટ થઈ જાય કેમ છે.એક ડોક્ટર હોવાથી ગામડાની પ્રજાને તકલીફોનો સામનો કરવો પડતો હોય છે.તથા ડોક્ટરોને રહેવા માટે રેસિડેન્ટ નહીં હોવાથી ડોક્ટરોને તકલીફ પડતી હોય છે.જ્યારે ડોક્ટરોને નર્સિંગ ક્વાટરમાં રહેવાનો વારો આવે છે.ડોક્ટરો દ્વારા ડોક્ટર રૂમ માટે ઘણી વખત રજૂઆત કરવા છતાં આજ દિન સુધી ડોક્ટરનો રૂમ બનવા પામ્યો નથી.આ સામુહિક આરોગ્ય કેન્દ્ર તથા ડોક્ટરોના રૂમ માટે લાગતા વળગતા અધિકારીઓ તથા સ્થાનિક નેતાઓ દ્વારા આ સામૂહિક આરોગ્ય કેન્દ્ર માં ડોક્ટરોની જગ્યા પૂરવામાં આવે અને આ ગામડાની પ્રજાને રખડવાનો વારો નહીં આવે એવી સિંગવડ તાલુકા ની ગામડાની પ્રજાને માંગ છે

Share This Article