Thursday, 21/11/2024
Dark Mode

દાહોદ જિલ્લામાં કોરોનાનો કાળો કેર યથાવત:આરોગ્ય વિભાગ સહીત વહીવટી તંત્રના પ્રયાસો બાદ પણ કોરોનાના કેસોમાં વધારો: આજે નવા ૨૫ કેસોનો ઉમેરો નોંધાયો

દાહોદ જિલ્લામાં કોરોનાનો કાળો કેર યથાવત:આરોગ્ય વિભાગ સહીત વહીવટી તંત્રના પ્રયાસો બાદ પણ કોરોનાના કેસોમાં વધારો: આજે નવા ૨૫ કેસોનો ઉમેરો નોંધાયો

  જીગ્નેશ બારીયા :- દાહોદ 

દાહોદ તા.૦૨

દાહોદ જિલ્લામાં આજે કોરોનામાં કેસોમાં ધરખમ વધારો નોંધાવા પામ્યા છે.આજે એક સાથે ૨૫ કોરોના પોઝીટીવ કેસો નોંધાતાં જિલ્લામાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. આજના ૨૫ પૈકી દાહોદ અર્બનમાંથી જ ૧૩ કેસોનો સમાવેશ થાય છે. આ સાથે દાહોદ જિલ્લામાં કોરોનાનો કુલ આંકડો ૨૨૪૭ને પાર થઈ ગયો છે.

વધુ મળતી માહિતી પ્રમાણે આર.ટી.પી.સી.આર.ના ૪૧૧ પૈકી ૨૧ અને ૧૩૬૬ રેપીટ ટેસ્ટ પૈકી ૦૪ મળી આજે ૨૫ કેસો નોંધાયા છે. આ ૨૫ પૈકી દાહોદ અર્બનમાંથી ૧૩, દાહોદ ગ્રામ્યમાંથી ૦૩, ઝાલોદ અર્બનમાંથી ૦૨, ઝાલોદ ગ્રામ્યમાંથી ૦૪, દેવગઢ બારીઆ અર્બનમાંથી ૦૩ કેસનો સમાવેશ થાય છે. આજે વધુ ૧૫ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપતાં એક્ટીવ કેસની સંખ્યા ૧૮૯ રહેવા પામી છે ત્યારે દાહોદ જિલ્લામાં અત્યાર સુધી કોરોનાથી પોતાનો જીવ ગુમાવનાર ૮૨ લોકોનો સમાવેશ થાય છે.

દિવાળીના તહેવારો દરમિયાન કરેલી લાપરવાહીના કારણે દાહોદ જિલ્લામાં કોરાનાના કેસોમાં વધારાથી દાહોદમાં પરિસ્થિતિ ભયાનક: કન્ટેન્મેન્ટ ઝોનમાં ધરખમ વધારાથી  પરિસ્થિતિ ચિંતાજનક 

દિવાળીના તહેવારો દરમિયાન લોકોએ કરેલા પર હોય તેમજ બહારગામથી આવેલા મજૂર વર્ગના લીધે દાહોદ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં બરોડાના કેસોમાં ધરખમ ઉછાળો આવતા દાહોદમાં પરિસ્થિતિ ભયજનક થઈ જવા પામી છે જેના લીધે શહેર-જિલ્લામાં કન્ટેન્ટ ઝોન માં પણ ઉત્તરોત્તર વધારો થવા પામ્યો છે.  પિક્ચર ગત 13 તારીખ સુધી દાહોદમાં એક્ટિવ કેસોની સંખ્યા 45 હતી. અને કંટેઇન્મેન્ટ ઝોનની સંખ્યા 54 હતી. ત્યારબાદ એકાએક વધેલા કેસોના  લીધે ગઈકાલ સુધીમાં કન્ટેન્મેન્ટ ઝોનની સંખ્યા ૧૭૫ પહોંચી ગઈ છે.દાહોદમાં આજદિન સુધી નોંધાયેલા કોરોનાના કેસોમાંથી દાહોદ શહેરમાં આજદિન સુધીમાં 1368 તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં 879 કેસો નોંધાયા છે. જયારે દાહોદ શહેરમાં  હાલ 143 કંટેઇન્મેન્ટ ઝોન નોંધાયેલા છે.  જેના પરથી અંદાજ લગાવી શકાય છે કે કોરોનાથી દાહોદ શહેરમાં કેવી પરિસ્થિતિ છે. જોકે આ તમામ પરિસ્થિતિ વચ્ચે આરોગ્ય વિભાગ પણ કોરોના સંક્રમણ ને નાથવા સતત પ્રયાસ કરી રહ્યું છે.

error: Content is protected !!