પ્રાપ્ત માહિતી અનુસાર ફતેપુરા તાલુકાના મારગાળા ગામે પિતા જ ૧૪ વર્ષીય પુત્રી પર બળાત્કાર ગુજારતો હોવાની માતા દ્વારા ફરિયાદ આપવામાં આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. મહિલાના પતિનું કુદરતી રીતે મોત થયા બાદ સમાજના રીત મુજબ દિયર સાથે જ દિયરવટુ કરવામાં આવ્યું હતું જેમાં મહિલાના 14 વર્ષીય પુત્રીને જ તેના પિતા દ્વારા બહારગામ મંજૂરી લઈ જાય બળાત્કાર ગુજાર્યો હતો.અને મારગાળા ખાતે પણ બળાત્કાર ગુજારવામાં આવતો હોવાની લેખિત ફરિયાદ સગીરાની માતા દ્વારા સુખસર પોલીસ મથકે આપતા ચકચાર મચી જવા પામી છે. પોતાની સગીર પુત્રીને પતિની ચુંગાલમાંથી છોડાવવા માતા દ્વારા અરજી કરવામાં આવી હતી.