સીંગવડમાં કોરોના સંક્રમણના પગલે આયુર્વેદિક ઉકાળા તથા હોમિયોપેથીક દવાઓનું વિતરણ કરવામાં આવ્યું.

Editor Dahod Live
1 Min Read

  કલ્પેશ શાહ :- સીંગવડ 

 સીંગવડ તા.06

સીંગવડ તાલુકાના સીંગવડ ગામે આયુર્વેદિક ઉકાળા તથા હોમિયોપેથીક દવાઓનું વિતરણ કરવામાં આવ્યું.

સીંગવડ તાલુકાના સીંગવડ ગામે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અને નિયામક્શ્રી આયુષ કચેરી ગાંધીનગર દ્વારા પ્રેરિત અને કલેક્ટર શ્રી

તથા જિલ્લા આયુર્વેદિક અધિકારીશ્રી દાહોદ ના માર્ગદર્શન હેઠળ તારીખ 6.11.2020 ના રોજ હાલમાં ચાલી રહેલા માઈગ્રેશનના કારણે દાહોદ જિલ્લામાં કોરોના સંક્રમણ ની શક્યતા વધી શકે તેના લીધે સરકારી આયુર્વેદિક દવાખાનું લુખાવાડા તથા સરકારી હોમિયોપેથીક દવાખાનું રંધીકપુર દ્વારા સીંગવડ સ્ટેશન પર દિવાળી તહેવાર માટે વતનમાં પરત આવતા મજૂરો અને નગરજનોને કોરોના વાયરસ અને ઋતુજન્ય રોગો સામે રક્ષણ માટેના ઉપાયો અંગે માર્ગદર્શન તેમજ રક્ષણ માટે હોમિયોપેથીક દવા આર્સેનિક આલ્બમ 30 અને

આયુર્વેદ અમૃતમય ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ સંસમતિ વટીનું વિતરણ કરવામાં આવ્યું.આ પ્રોગ્રામ સરકારી આયુર્વેદ દવાખાન ના ડોક્ટર સંગીતા કે બોખાણી હોમિયોપેથીક રંધીપુર ડોક્ટર ઉમેશ શાહ તથા કાળિયાર રાઈ દવાખાના કમ્પાઉન્ડર એસ.બી.પટેલ દ્વારા આ કાર્યક્રમ કરવામાં આવ્યો તથા ગામના તથા ગામના લોકોએ આ ઉકાળાનો તથા હોમિયોપેથી ગોળી નો લાભ લીધો હતો.

Share This Article