Friday, 25/04/2025
Dark Mode

દાહોદ:શિયાળાના ધીમાપગે આગમનની સાથે કોરોનાએ માથું ઉચક્યું:જિલ્લામાં આજે નવા 11 કેસોના ઉમેરા સાથે કુલ આંક 1841 પર પહોંચ્યો

દાહોદ:શિયાળાના ધીમાપગે આગમનની સાથે કોરોનાએ માથું ઉચક્યું:જિલ્લામાં આજે નવા 11 કેસોના ઉમેરા સાથે કુલ આંક 1841 પર પહોંચ્યો

  જીગ્નેશ બારીયા :- દાહોદ 

દાહોદ તા.૦૬

શીયાળાના આગમન સાથે દાહોદમાં ફરી કોરોના માથું ઉચકી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. આજે એક સાથે જિલ્લામાં ૧૧ કોરોના સંક્રમણના પોઝીટીવ કેસ સામે આવતાં પ્રજાજજનોમાં ફફડાટ ફેલાયો છે. આ સાથે જિલ્લામાં કોરોનાનો કુલ આંકડો ૧૮૪૧ ને પાર પહોંચી ગયો છે.

દાહોદ:શિયાળાના ધીમાપગે આગમનની સાથે કોરોનાએ માથું ઉચક્યું:જિલ્લામાં આજે નવા 11 કેસોના ઉમેરા સાથે કુલ આંક 1841 પર પહોંચ્યોઆર.ટી.પી.સી.આર.ટેસ્ટના ૨૬૪ પૈકી ૩ અને રેપીટ ટેસ્ટના ૧૪૩૪ પૈકી ૮ એમ કુલ આજે ૧૧ કોરોના પોઝીટીવ દર્દીઓ સામે આવ્યા છે. આ ૧૧ પૈકી દાહોદમાંથી જ ૦૯ કેસો નોંધાયા છે બાકીના ઝાલોદમાંથી ૧ અને ફતેપુરામાંથી ૧ કેસનો સમાવેશ થાય છે. આજે પાંચ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા અપાતા એક્ટીવ કેસની સંખ્યા ૪૬ પર પહોંચી ગઈ છે. બીજી તરફ અત્યાર સુધી કોરોનાથી મૃત્યુ પામેલ દર્દીઓની સંખ્યા એક વધીને ૭૫ પર પહોંચી છે. આમ, દાહોદમાં છેલ્લા બે – ત્રણ દિવસથી ફરીવાર

દાહોદ:શિયાળાના ધીમાપગે આગમનની સાથે કોરોનાએ માથું ઉચક્યું:જિલ્લામાં આજે નવા 11 કેસોના ઉમેરા સાથે કુલ આંક 1841 પર પહોંચ્યોકોરોના સંક્રમણનો કેર વધતાં કેસો વધારે જાેવા મળી રહ્યા છે ત્યારે સંબંધિત આરોગ્ય તંત્રની કામગીરીમાં ફરી વધાતો પણ થયો છે. બીજી તરફ ગણતરીના દિવસો બાદ દિવાળીનો તહેવાર પણ આવતો હોય છે જેમાં જાહેર જનતાએ પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખી કોરોના સંક્રમણથી બચવા તમામ નીયમોનું પાલન કરવામાં આવે તે અત્યંત આવશ્યક બની રહ્યું છે.

———————————-

error: Content is protected !!