દાહોદ જિલ્લાના દેવગઢબારિયા તાલુકાના ઝાબિયા ગામે ખેડા ફળિયામાં બપોરના સમયે ખેતરમાં પાણી વાળી રહેલા ૩૭ વર્ષીય યુવકને અચાનક હાથે તથા પગે સખત વીજ કરંટ લાગતા તેનું સારવાર મળે તે પહેલાં જ દવાખાનામાં મોત નીપજ્યું હતું.
દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના ઝાબિયા ગામના ખેડા ફળિયામાં રહેતા દિનેશભાઈ ભેમાભાઈ પટેલ ગતરોજ બપોરના બે વાગ્યાના સુમારે પોતાના ખેતરમાં પાણી વાળવા ગયા હતા. અને કૂવા પરની મોટર ચાલુ કરી પોતાના ખેતરમાં પાણી વાળી રહ્યા હતા. તે વખતે અકસ્માતે દિનેશભાઈ બાવાભાઈ પટેલને જમણા હાથે તથા જમણા પગે સખત વીજ કરંટ લાગતા તેઓ એ બૂમ પાડી ઉઠતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. અને ૧૦૮ને બોલાવી ૧૦૮ મારફતે દિનેશભાઇ પટેલને દેવગઢબારિયા સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા. પરંતુ સારવાર ચાલુ કરે તે પહેલા જ તેમને અંતિમ શ્વાસ લઇ દમ તોડયો હતો.આ સંદર્ભે ઝાબીયા ગામના મરણ જનાર દિનેશભાઈ પટેલના ભાઈ કાળુભાઈ ભેમાભાઈ પટેલએ દેવગઢબારીયા પોલીસ સ્ટેશને લેખિતમાં જાણ કરતા પોલીસે સી.આર.પી.સી ૧૭૪ મુજબ અકસ્માત મોતના ગુનાના કાગળો કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.