સંજેલી:લોકડાઉન દરમિયાન બાળકો અને સગર્ભા સ્ત્રીઓને આપવામાં આવેલ ગરમ નાસ્તો અને સુખડીના નાણા ચૂકવણીમાં તાલુકાની 137 આંગણવાડીમાં ગેરરીતિ આશરે હોવાના આક્ષેપો સાથે આમ આદમી પાર્ટીએ ટી.ડી.ઓને આવેદન પાઠવ્યું

Editor Dahod Live
1 Min Read

 

Contents

  કપિલ સાધુ :- સંજેલી 

સંજેલી તા.21

સંજેલી તાલુકામાં લોકડાઉન દરમિયાન બાળકો અને સગર્ભા સ્ત્રીઓને આપવામાં આવેલ ગરમ નાસ્તો અને સુખડીના નાણા ચૂકવણીમાં તાલુકાની 137 આંગણવાડીમાં થયેલ ગેરરીતિ બાબતે ન્યાયિક તપાસની માંગણી સાથે આમ આદમી પાર્ટીએ તાલુકા વિકાસ અધિકારીને એક આવેદન પાઠવ્યું હતું.

 સંજેલી તાલુકામાં લોકડાઉન દરમિયાન બાળકો અને સગર્ભા સ્ત્રીઓને આપવામાં આવેલ ગરમ નાસ્તો અને સુખડીના નાણા ચૂકવણીમાં તાલુકાની 137 આંગણવાડીમાં ગેરરીતિ આચરાઈ હોવાના આક્ષેપો સાથે સંજેલી તાલુકા પ્રમુખ શ્રી કિરણભાઈ બારીયા..આપ સિંગવડ તાલુકા પ્રભારી શ્રી નિલેશભાઈ નિસરતા તથા આમ આદમી પાર્ટી  ઝાલોદ તાલુકા સંગઠન મંત્રી શ્રી અરવિંદભાઈ મુનિયા,આપ વડોદરા જિલ્લા ઉપપ્રમુખશ્રી જયેશભાઈ સંગાડા ની ઉપસ્થિતિમાં સંજેલી તાલુકા વિકાસ અધિકારીને આવેદન આપી તટષ્ટ  અને ન્યાયીક તપાસ માટે રજુઆત કરાઈ હતી.

Share This Article