દાહોદ શહેરના કથીરિયા બજારમાં નિર્માણાધીન મકાનની દીવાલ ધરાશાયી થતાં બે મજુર ઈજાગ્રસ્ત:સદભાગ્યે કોઈ જાનહાની નહિ..

Editor Dahod Live
1 Min Read

  જીગ્નેશ બારીયા :- દાહોદ 

દાહોદ તા.૨૦

દાહોદ શહેરમાં કથીરીયા બજાર સ્થિત એક મકાનનું બાંધકામ ચાલતું હોય આ દરમ્યાન કામ કરતાં મજુરો ઉપર એક દિવાલ ઓચિંતી ધરાશાઈ થઈ જતાં દિવાલની નીચે બે જેટલા મજુરો દબાઈ જતાં ગંભીર રીતે ઘાયલ આ બંન્ને મજુરોની દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.
મળતી પ્રાપ્ત વિગતો અનુસાર, દાહોદ શહેરના કથિરીયા બજારમાં એક વ્યક્તિના જુના મકાનના બાંધકામમાં કેટલાક મજુરી કામ કરી રહ્યા હતા અને દિવાલને તોડવાની કામગીરી કરી રહ્યા હતા. આ સમયે જાેતજાેતામાં એક દિવાલ ધરાશાહી થઈ જતાં કામ કરી રહેલા મજુરો પૈકી બે મજુરો પર આ દિવાલ પડતાંની સાથે જ બંન્ને મજુરો ઘાયલ થયા હતા. ઘટનાને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને દિવાલની નીચે દબાઈ ગયેલા બંન્ને મજુરોને ઘાયલ અવસ્થામાં બહાર કાઢ્યા હતા. બનાવની જાણ ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલંશ સેવા તેમજ પોલીસને કરાતાં તેઓ પણ સ્થળ પર દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત બંન્ને મજુરોને ૧૦૮ મારફતે દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાથી આ વિસ્તારમાં લોકટોળા પણ ઉમટી પડ્યા હતા. સમગ્ર મામલે પોલીસ તલસ્પર્શી તપાસ હાથ ધરી રહી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.

Share This Article