Thursday, 11/08/2022
Dark Mode

ફતેપુરા મિશન મંગલમ શાખામાં ભ્રષ્ટાચાર થતો હોવાની મુખ્યમંત્રી સ્વાગત કાર્યક્રમમાં રજૂઆત કરાઈ,ડુંગર ગામના અરજદારે ઓડિયો-વીડિયો રેકોર્ડિંગ સાથે રજૂઆત કરતાં ખળભળાટ, કલેકટર કચેરી દ્વારા અહેવાલ રજૂ કરવા ટીડીઓને હુકમ કર્યો.

ફતેપુરા મિશન મંગલમ શાખામાં ભ્રષ્ટાચાર થતો હોવાની મુખ્યમંત્રી સ્વાગત કાર્યક્રમમાં રજૂઆત કરાઈ,ડુંગર ગામના અરજદારે ઓડિયો-વીડિયો રેકોર્ડિંગ સાથે રજૂઆત કરતાં ખળભળાટ, કલેકટર કચેરી દ્વારા અહેવાલ રજૂ કરવા ટીડીઓને હુકમ કર્યો.

 હિતેશ કલાલ :- સુખસર 

ફતેપુરા મિશન મંગલમ શાખા માં ભ્રષ્ટાચાર થતો હોવાની મુખ્યમંત્રી સ્વાગત કાર્યક્રમમાં રજૂઆત કરાઈ, ડુંગર ગામના અરજદારે ઓડિયો-વીડિયો રેકોર્ડિંગ સાથે રજૂઆત કરતાં ખળભળાટ, કલેકટર કચેરી દ્વારા અહેવાલ રજૂ કરવા ટીડીઓને હુકમ કર્યો.

પ્રતિનિધિ દ્વારા સુખસર.તા.19

ફતેપુરા તાલુકાના મિશન મંગલમ મહિલા કર્મચારી દ્વારા આઈડી આપવા માટે નાણાં માંગ્યા હોવાની આક્ષેપ સાથે વિડીયો અને ઓડિયો રેકોર્ડિંગ સાથે ડુંગર ગામના અરજદાર દ્વારા મુખ્યમંત્રી સ્વાગત કાર્યક્રમમાં રજૂઆત કરતાં ખળભળાટ મચી જવા પામ્યો છે કલેકટર કચેરી દ્વારા આ બાબતે અહેવાલ રજુ કરવા તાલુકા વિકાસ અધિકારીને હુકમ કર્યો હતો.

ફતેપુરા તાલુકાના ડુંગર ગામના સરદારભાઈ તાવીયાડ દ્વારા મિશન મંગલમ શાખામાં મહિલાઓ માટે ની યોજનાઓની કામગીરી માટે રજૂઆત કરી હતી.જેમાં બીસી એજન્ટ તરીકેની પણ કામગીરી આપવામાં આવતી હોવાથી મોજ સરકાર દ્વારા અન્ય યોજનાઓ કાર્યરત હોવાની માહિતીને લઈ કામગીરી કરવા માટે ભલામણ કરી હતી જેમાં મિશન મંગલમ શાખાના કર્મચારી નીતાબેન દવે દ્વારા આઈડી ખોલવા માટે નાણાની માંગણી કરાઇ હોવાનું આક્ષેપ સાથે રજૂઆત કરી હતી 500 રૂપિયાન માંગ્યા હોવાને વિડિયો રેકોર્ડિંગ અને ઓડિયો રેકોર્ડિંગ સાથે મુખ્યમંત્રી સ્વાગત કાર્યક્રમમાં રજૂઆત કરતાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.રજુઆતને લઈ જિલ્લા કલેકટર કચેરીમાંથી  રજૂઆત બાબતે સ્પષ્ટ અહેવાલ રજૂ કરવા તાલુકા વિકાસ અધિકારીને હુકમ કર્યો હતો.

error: Content is protected !!