કોરોના મહામારીના પગલે નવરાત્રી નવયુવક મંડળે કર્યો નિર્ણય:આ વખતે ફતેપુરામાં ગરબાનો આયોજન મોકૂફ રાખ્યો

Editor Dahod Live
1 Min Read

  શબ્બીર સુનેલવાલ :- ફતેપુરા 

ફતેપુરા નગરમાં નવરાત્રીમાં ગરબાનો આયોજન બંધ રાખવામાં આવેલ છે,કોરોના મહામારી લઈને નવરાત્રી યુવક મંડળ ફતેપુરા દ્વારા લેવામાં આવેલ નિર્ણય

ફતેપુરા તા.16

ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા નગરમાં દર વર્ષની જેમ યોજાતો નવરાત્રી ગરબા મહોત્સવ આ વર્ષે નવરાત્રી યુવક મંડળ ફતેપુરા દ્વારા નહીં યોજવા માટેનો નિર્ણય લેવામાં આવેલ છે ફતેપુરા નગરમાં મેન બજાર માતાજી મંદિર નજીક દર વર્ષે નવરાત્રી માં ગરબા મહોત્સવ નું આયોજન કરવામાં આવે છે પરંતુ આ વર્ષે કોરોના મહામારી ને લઈને સરકારશ્રીના આદેશ મુજબ નવરાત્રી મહોત્સવ નહીં યોજવા માટેનો નિર્ણય લેવામાં આવેલ છે નવરાત્રી સમય દરમિયાન માતાજીના મંદિર રામજી મંદિર તેમજ શંકર મહાદેવ નું મંદિર ને ડેકોરેશન અને લાઈટથી સજાવવામાં આવશે તેમજ નવરાત્રી સમય દરમિયાન ભક્તજનો માટે સોશિયલ ડીસ્ટન રાખી તેમજ મોઢા પર માસ્ક પહેરી સરકારશ્રીના ગાઇડલાઇન મુજબ માતાજીના મંદિરમાં સવારે છ વાગ્યાથી સવારના આઠ વાગ્યા સુધી તેમજ સાંજના ૬ વાગ્યાથી રાતના આઠ વાગ્યા સુધી માતાજીના મંદિરમાં દર્શનનો લાભ લઇ શકશે.

Share This Article