Thursday, 21/11/2024
Dark Mode

ફતેપુરા:તલાટી અને સરપંચ તેમજ તેમની એજન્સી મારફતે ગામમાં મનરેગા યોજના, વિકાસના કામો અને પંચાયતના કામોમાં ગેરરિતી તેમજ ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપો સાથે નાનાસરણાયા ગામના ગ્રામજનો દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું

ફતેપુરા:તલાટી અને સરપંચ તેમજ તેમની એજન્સી મારફતે ગામમાં મનરેગા યોજના, વિકાસના કામો અને પંચાયતના કામોમાં ગેરરિતી તેમજ ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપો સાથે નાનાસરણાયા ગામના ગ્રામજનો દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું

 

શબ્બીર સુનેલવાલ :- ફતેપુરા 

ફતેપુરા  તા.૧૨

ફતેપુરા તાલુકાના નાનાસરણાયા ગામના ગ્રામજનો દ્વારા આજરોજ ફતેપુરા મામલતદારને આવેદનપત્ર આપી ગામમાં તલાટી અને સરપંચ તેમજ તેમની એજન્સી મારફતે ગામમાં મનરેગા યોજના, વિકાસના કામો અને પંચાયતના કામોમાં ગેરરિતી તેમજ ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપો સાથે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

આપવામાં આવે આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર, નાનાસરણાયા ગામે તલાટી, સરપંચ અને તેમની એજન્સી મારફતે નાના સરણાયા ગામમાં મનરેગા યોજના હેઠળ કેટલશેડ ગામના સરપંચ દ્વારા અભણ લોકોની જાણ બહાર મંજુર કરાવેલ હતા. એજન્સી મારફતે બારોબાર ખોટા બીલો રજુ કરી તેમજ મટીરીયલના નાણાં મોટા પ્રમાણમાં ઉપાડી લીધેલ, ખોટી રીતે મસ્ટરોમાં પોતાના જ ઘરના નામો ઉમેરી કામો કર્યાનો પણ આક્ષેપો પણ આવેદનપત્રમાં કરવામાં આવેલ છે.આંગણવાડીની કામગીરીમાં પણ ભષ્ટ્રાચાર કર્યાે હોવાના આક્ષેપો સાથે વધુમાં જણાવ્યા પ્રમાણે કુવા મંજુર કરાવી ખોટુ ખોદકામ બતાવી પૈસા ઉપાડી લીધા, ટી.એસ.પી.યોજના અંતર્ગત સ્મશાનગૃહ મંજુર થયેલ છતાં સ્મશાનગૃહ પર સુધારા વધારા કરવામાં આવેલ નથી, સ્ટ્રીટ લાઈટનું કામ પણ આખા ગામમાં કરેલ નથી અને તેના પણ ખોટા બીલો બનાવી પૈસા ઉપાડી લીધા, રસ્તાના નિર્માણમાં પણ હલ્કી ગુણવત્તાનું મટીરીયલ વાપરવામાં આવ્યું વિગેરે જેવા અનેક આક્ષેપો નાના સરણાયાના ગ્રામજનો દ્વારા કરી તાત્કાલિક પગલાં લેવામાં આવે તેવી આવેદનપત્રમાં રજુઆત કરી હતી.

 

error: Content is protected !!