Thursday, 11/08/2022
Dark Mode

દાહોદ:વિવિધ યોજના અંતર્ગત જરૂરિયાત મંદોને લોન અપાવવાની લાલચ આપી છેતરપિંડી,મહિલા સહિતની ઠગ ટોળકીએ પર્સનલ લોન અપાવવાની લાલચ આપી નાણાં પડાવી લીધા,ગરબાડા અને ફતેપુરાના વ્યક્તિને ઠગ ટોળકીએ ચૂનો ચોપડયો:પોલિસ ફરિયાદ નોંધાવ્યા બાદ ઠગ દંપતી ઝડપાયા

દાહોદ:વિવિધ યોજના અંતર્ગત જરૂરિયાત મંદોને લોન અપાવવાની લાલચ આપી છેતરપિંડી,મહિલા સહિતની ઠગ ટોળકીએ પર્સનલ લોન અપાવવાની લાલચ આપી નાણાં પડાવી લીધા,ગરબાડા અને ફતેપુરાના વ્યક્તિને ઠગ ટોળકીએ ચૂનો ચોપડયો:પોલિસ ફરિયાદ નોંધાવ્યા બાદ ઠગ દંપતી ઝડપાયા
 વિપુલ જોષી:- ગરબાડા,હિતેશ કલાલ :- સુખસર 

 કોરોના કાળમાં વિવિધ યોજના અંતર્ગત જરૂરિયાત મંદોને લોન અપાવવાની લાલચ આપી છેતરપિંડી,મહિલા સહિતની ઠગ ટોળકીએ વર્તમાન પેપરમાં જાહેરાત આપી પર્સનલ લોન અપાવવાની લાલચ આપી આંગડીયા મારફત નાણાં પડાવી લીધા,ગરબાડા તાલુકાના ગાંગરડા ગામના શૈલેષ મુનિયા અને ફતેપુરા તાલુકાના કરમેળ ગામના બાબુ લાછળને ઠગ ટોળકીએ ચૂનો ચોપડયો,ફતેપુરાના કરમેલનો ખેડૂત ખેત ધિરાણ ના નામે છેતરાયો:પાંચ લાખનો ચેક ખાતામાં જમા કરાવતા છેતરાયો હોવાની જાણ થઈ.વર્તમાન પેપરમાં લોન ધમાકા ઓફરની જાહેરાત થી કોન્ટેક્ટ કર્યો હતો,વડોદરાના એજન્ટે સર્વે ના નામે 9280 રૂપિયા પડાવી લીધા,બરોડા ગુજરાત ગ્રામીણ બેંક ના નામનો નકલી ચેક અપાયો

ગરબાડા/સુખસર તા.11

દાહોદ જિલ્લાના બે અલગ અલગ તાલુકામાં જરૂરિયાત મંદ લોકોને લોન અપાવવાની લાલચ આપી ઠગ ટોળકીએ રોકડ રૂપિયા ઉઘરાવી તેમજ આંગણિયા મારફતે પૈસા ભરાવી છેતરપીંડી વિશ્વાસ ઘાત કરતા છેતરપિંડીનો ભોગ બનેલા લોકોએ પોલીસના દ્વાર ખટખટાવતા પોલિસે આ સંબંધે ઠગ ટોળકી વિરુદ્ધ ગુનો દાખલ કર્યા હોવાનું જાણવા મળેલ છે.

કોરોના મહામારીમાં લોકડાઉનના પગલે કેટલાક ગરીબ અને મધ્યમ પરિવારો આર્થિક રીતે પાયમાલ થઇ ગયા છે.ત્યારે આવા ગરીબ અને મધ્યમવર્ગના પાયમાલ થયેલા પરિવારોને પુનઃ બૈઠા કરવા રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ યોજના અંતર્ગત ધિરાણ આપી રહી છે.ત્યારે કેટલાક ઠગ લોકો આવા આર્થિક રીતે પાયમાલ થયેલા પરિવારની ગરજ અને મજબૂરીનો ફાયદો ઉઠાવી તેમને વિશ્વાસમાં લઇ તેમના પાસેથી રકમ પડાવવાનું ગોરખધંધો કરી રહ્યા છે.તેમજ આવા ઠગ લોકોની લોભામણી લાલચની માયાજાળમાં ફસાઈ કેટલાક ગરજના માર્યા લોકો ઉંચા વ્યાજે પૈસા ઉઠાવી આ ઠગ ટોળકીને આપી દઈ થોડું મેળવવાની લ્હાયમાં પોતાનું સર્વસ્વ ગુમાવતા ગરીબ અને મજબૂરીના માર્યા જરૂરતમંદ લોકો પર પડતા પર પાટુ સમાન જેવું સાબિત થઇ રહ્યું છે.જેના પરિણામ સ્વરૂપ છેતરપિંડીના ભોગ બનેલા કેટલાક લોકો ઝેરના પારખા કરી આત્મહત્યા કરવા મજબૂર બની રહ્યા છે. ત્યારે આવી છેતરપિંડીના બે અલગ અલગ બનાવો દાહોદ જિલ્લામાં બનવા પામેલ છે.
જેમાં ગરબાડા તાલુકાના ગાગરડા ગામની મુનિયા ફળીયાના રહેવાસી શૈલેષભાઇ દિનેશભાઇ મુનિયાને તેમજ તેમના નિતેશ જામસિંગભાઈ પરમારને અનિતા ગુપ્તા નામની મહિલા જેનો મોબાઈલ નંબર 9313669132, તેમજ 9313764113 નંબરના વ્યક્તિએ ગત મહિનાની 21.09.2020 થી 30.09.2020 દરમિયાન પર્શનલ લોન અપાવવાની લાલચ આપી તેમને વિશ્વાસમાં લઇ ઉપરોક્ત બંને વ્યક્તિઓ પાસેથી 62,000 રોકડ રકમ આગણીયામાં ભરાવી દીધા હતા. ત્યારબાદ ઉપરોક્ત બંને વ્યક્તિઓએ પોતાના મોબાઈલ બંધ કરી દેતા શૈલેષભાઇ તેમજ નિતેશભાઈ પોતે છેતરાઈ ગયા હોવાનો માલુમ પડતા ગાંગરડા ગામના શૈલેષભાઇ દિનેશભાઇ મુનિયાએ ગરબાડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા ગરબાડા પોલીસે ઉપરોક્ત બંને ઠગ વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.
જયારે ઠગાઈનો બીજો બનાવ ફતેપુરા તાલુકાના કરમેળ ગામમાં બનવા પામેલ છે.જેમાં ફતેપુરા તાલુકાના કરમેલ ગામના એક ખેડૂતે વર્તમાન પેપર માં લોન ધમાકા ઓફર ની જાહેરાત વાંચી કોન્ટેક્ટ કર્યો હતો જેમાં વડોદરાના એજન્ટોએ પશુપાલન ના નામે પાંચ લાખની લોન આપવાની વાત કર્યા બાદ સર્વે ના નામે 9280 રૂપિયા પડાવી લીધા હતા અને પાંચ લાખનો બરોડા ગુજરાત ગ્રામીણ બેંક ના નામ નો ચેક આપ્યો હતો જેમાં ખેડૂતે ચેક પોતાના ખાતામાં જમા કરાવ્યા બાદ પોતે છેતરાયો હોવાની જાણ થઇ હતી ફતેપુરા પોલીસે ખેડૂત બાબુભાઈ લાસણ ફરિયાદના આધારે કાર્યવાહી હાથ ધરી હતી.

ફતેપુરા તાલુકાના કરમેલ ગામ ના બાબુભાઈ લાસણ દ્વારા દિવ્ય ભાસ્કર ન્યૂઝ પેપર માં લોન ધમાકા ઓફર ની જાહેરાત વાંચ્યા બાદ લોન માટે આપેલ નંબર પર કોન્ટેક્ટ કર્યો હતો.જેમાં લોન આપનારએ અલકાપુરી વડોદરા ખાતે ઓફિસ હોવાનું જણાવ્યું હતું.અને પશુ પાલનમાં પાંચ લાખની લોનમાં ચાર ટકા વ્યાજ હોવાનું જણાવી વિવિધ ઓફરો બતાવી હતી.જેમાં ખેડૂતે પાંચ લાખની લોન લેવાનું નક્કી કર્યું હતું.અને એજન્ટો દ્વારા માંગવામાં આવેલ તમામ પુરાવા વ્હોટ્સએપ મારફતે મોકલી આપ્યા હતા ત્યારબાદ ૧૮મીના રોજ સર્વે માટે વડોદરાથી રક્ષાબેન મિતેશ શાહ અને મિતેશ કનૈયાલાલ શાહ નામના બે એજન્ટ કરમેળ ખાતે આવ્યા હતા.જેઓએ ડોક્યુમેન્ટ ચકાસણી કરીને 3500 રૂપિયા લીધા હતા. ત્યારબાદ બીજીવાર 2500 અને ત્રીજીવાર 3280 રોકડા આપ્યા હોવાનું બાબુભાઈના જણાવ્યું હતું. ત્યારબાદ 27 સપ્ટેમ્બરે કુરિયર દ્વારા બાબુભાઈને ટપાલમાં બરોડા ગુજરાત ગ્રામીણ બેંકનો પાંચ લાખનું ચેક આવ્યો હતો.જે ચેક બાબુભાઈ ઝાલોદ શાખા જમા કરાવ્યો હતો.ત્યારબાદ ગોધરાની પોલીસ દ્વારા તમામ ડોક્યુમેન્ટ સાથે તપાસ માટે બોલાવતા બાબુભાઈ પોતે છેતરાયા હોવાની જાણ થઇ હતી જેથી ફતેપુરા પોલીસે બાબુભાઈ લસણની ફરિયાદના આધારે વડોદરાના ચાર એજન્ટ વિરુધ્ધ છેતરપીંડીની ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. જોકે આ ટોળકીના ગણપતિ વડોદરા પોલીસના હાથે ઝડપાઈ ગયો હોવાનું જાણવા મળે છે.

error: Content is protected !!