Thursday, 25/04/2024
Dark Mode

ફતેપુરાના મોટાનટવા ગામે પત્નીને કમરપટ્ટાથી ગંભીર માર મારતા તલાટી પતિ સામે ગુનો નોંધાયો

ફતેપુરાના મોટાનટવા ગામે પત્નીને કમરપટ્ટાથી ગંભીર માર મારતા તલાટી પતિ સામે ગુનો નોંધાયો

  હિતેશ કલાલ :- સુખસર 

ફતેપુરાના મોટાનટવા ગામે પત્નીને કમરપટ્ટાથી ગંભીર માર મારતા તલાટી પતિ સામે ગુનો નોંધાયો,આરોપી ફતેપુરા તાલુકા તલાટી મંડળ ના પ્રમુખનો હોદ્દો ધરાવે છે.

 સુખસર.તા.07

ફતેપુરા તાલુકાના મોટાનટવા ગામે મંગળવારની રાત્રિના સમયે બાળકોને ઘરની બહાર કાઢી પત્નીને ઘરમાં બંધ કરી કમરપટ્ટાથી ગંભીર માર માર્યો હતો જે બાબતે પરણીતાએ સુખસર પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે પતિ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી આરોપી તલાટી તરીકે ફરજ બજાવે છે અને ફતેપુરા તાલુકા તલાટી મંડળના પ્રમુખનો હોદ્દો ધરાવે છે. જેને લઇને પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.
ફતેપુરા તાલુકાના મોટા દડવા ગામના અતુલભાઇ વાલાભાઈ ડોડીયાર તલાટી તરીકે ફરજ બજાવે છે તેમના પત્ની બિન્દુબેન આંગણવાડીમાં ફરજ બજાવે છે જેમાં મંગળવારની રાત્રિના સમયે બિન્દુબેન ઘરે હતા ત્યારે અતુલભાઇ આવી બાળકોને ઘરની બહાર કાઢ્યા હતા અને પત્નીને રૂમમાં બંધ કરી એકદમ ઉશ્કેરાઇ જઇ ગાળાગાળી કરી પત્નીને કમર પટ્ટો વડે ગંભીર માર માર્યો હતો બાળકોની બૂમાબૂમથી વધુ માણસો દોડી આવ્યા હતા અને બિંદુ બેન ના પિયર પક્ષ સભ્યો મોટાનટવા ના હોવાથી જાણ કરતા તેઓ આવી પહોંચ્યા હતા ઈન્દુબેન ગંભીર ઈજા થઈ હોવાથી 108ને જાણ કરી હતી પરંતુ 108 સમયસર આવી ના રહેતા ખાનગી વાહન મારફતે સરકારી દવાખાને લઈ જઈ સારવાર કરાવી હતી અને સુખસર પોલીસ મથક ફરિયાદ આપી હતી જેમાં સુખસર પોલીસે અતુલભાઇ ડોડીયાર વિરુદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી. આરોપી ફતેપુરા તાલુકા તલાટી મંડળના પ્રમુખ નો હોદ્દો ધરાવતા હોવાનું જાણવા મળ્યું હતું.

બીજી પત્ની લાવવા બાબતે મને ઘણા સમયથી શારીરિક માનસિક ત્રાસ આપે છે મંગળવારની રાત્રે દારૂ પીધેલી હાલતમાં મને ગંભીર માર્યો :- બિન્દુબેન ડોડીયાર ( ફરિયાદી)

મારા પતિ તલાટી તરીકે ફરજ બજાવે છે અને બીજી પત્ની લાવવા બાબતે મને ઘણા સમયથી શારીરિક માનસિક ત્રાસ આપે છે મંગળવારની રાત્રે દારૂ પીધેલી હાલતમાં મને ગંભીર માર માર્યો હતો અમે સુખસર પોલીસ મથકમાં ફરિયાદ આપી છે પોલીસે સામાન્ય ફરિયાદ નોંધી છે અને વધુ કાર્યવાહી માટે મહિલાઓ માટેના મહિલા પોલીસ મથકમાં જાઓ એવું પોલીસ જણાવે છે.

error: Content is protected !!