Thursday, 21/11/2024
Dark Mode

ફતેપુરા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા સલરા,ધુધસ તેમજ મોટીરેલ જીલ્લા પંચાયત સીટની ડિજિટલ સભ્ય નોંધણી માટેની મિટિંગ યોજાઈ

ફતેપુરા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા સલરા,ધુધસ તેમજ મોટીરેલ જીલ્લા પંચાયત સીટની ડિજિટલ સભ્ય નોંધણી માટેની મિટિંગ યોજાઈ

 

  શબ્બીર સુનેલવાલ :- ફતેપુરા 

ફતેપુરા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ડિજિટલ સભ્ય નોંધણી માટેની મીટીંગ યોજાઇ

ફતેપુરા તા.07

ફતેપુરા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા સલરા ધુધસ મોટીરેલ જીલ્લા પંચાયત સીટની ડિજિટલ સભ્ય નોંધણી માટેની મિટિંગ યોજાઈ હતી.

ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા મુકામે આવેલ જાગૃતિ કન્યા વિદ્યાલયના મેદાનમાં ફતેપુરા તાલુકા કોંગ્રેસ સમિતિની ડિજિટલ સભ્ય નોંધણી માટેની મીટીંગ યોજવામાં આવી હતી.જેમાં દાહોદ જિલ્લા પંચાયતના તેમજ પંચમહાલ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ડોક્ટર કિશોરભાઈ તાવિયાડ,દાહોદના પૂર્વ સાંસદ ડોક્ટર પ્રભાબેન તાવિયાડ ગુજરાત રાજ્ય કોંગ્રેસ સમિતિના મંત્રી રઘુભાઈ મછાર, ફતેપુરા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ગોવિંદભાઈ પરમાર દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિના મંત્રી ઘનશ્યામભાઈ મછાર ફતેપુરા તાલુકા પંચાયતના કોંગ્રેસના ચૂંટાયેલા સભ્યશ્રીઓ જિલ્લા પંચાયતના કોંગ્રેસના ચૂંટાયેલા સભ્યશ્રીઓ તેમજ મોટીરેલ પૂર્વ ઘુઘસ તેમજ સલરા જિલ્લા પંચાયતના કોંગ્રેસના કાર્યકર્તા મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. કોંગ્રેસ પાર્ટી દ્વારા ડિજિટલ સભ્યોની નોંધણી માટેની કાર્યકર્તાઓને સમજ આપવામાં આવી હતી.તેમજ આવનારા દિવસોમાં તાલુકા જિલ્લા પંચાયતનું ચૂંટણી યોજાવાની હોઇ દરેક કાર્યકર્તાઓએ ખભે ખભા મિલાવીને કોંગ્રેસ પક્ષ દ્વારા જે કોઈને પણ ટિકિટ આપવામાં આવે તેને જીતાડી લાવવાની ભરપૂર પ્રયત્ન કરવુ નો મિટિંગમાં આહવાન કરવામાં આવ્યું હતું.તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ગોવિંદભાઈ પરમાર જણાવ્યું હતું કે જે કોઈ કાર્યકર્તા જિલ્લા તાલુકા પંચાયતના ઉમેદવારી કરવા માંગતા હોય તેઓએ તાલુકા પંચાયતના ઉમેદવારે 1000 ડિજિટલ કોંગ્રેસના પ્રાથમિક સભ્ય તેમજ જિલ્લા પંચાયત માટે 2000 ડિજિટલ કોંગ્રેસના પ્રાથમિક સભ્ય બનાવો જરૂરી છે કોંગ્રેસને વફાદાર હોય તેવા ઉમેદવારોને કોંગ્રેસને વફાદાર હોય તેવા ઉમેદવારોને પસંદગી કરવામાં આવશે જ્યારે ગુજરાત રાજ્યના કોંગ્રેસ સમિતિના મંત્રી રઘુભાઈ મછાર ફતેપુરા તાલુકા પંચાયતની ૨૨ સીટો તેમજ જિલ્લા પંચાયતની ફતેપુરા તાલુકામાં સમાવિષ્ટ છ સીટ જીતી લેવા માટે કાર્યકર્તાઓને આહવાન કર્યું હતું દાહોદના પૂર્વ સાંસદ ડોક્ટર પ્રભાબેન તાવિયાડ એ વધારેમાં વધારે ડિજિટલ પ્રાથમિક સભ્યોની નોંધણી કરવા માટે કાર્યકર્તાઓને આહવાન કરે પ્રસંગ ને અનુરૂપ પ્રવચન આપેલ હતું.

error: Content is protected !!