Friday, 18/10/2024
Dark Mode

લીમખેડા નગરના રહેણાંક મકાનમાં ધમધમતા જુગારધામ પર સ્ટેટ વિજિલન્સ ગાંધીનગરની ટીમ ત્રાટકી:સાડા ત્રણ લાખના મુદ્દામાલ સાથે 26 ગેમ્બલરો ઝડપાયા

લીમખેડા નગરના રહેણાંક મકાનમાં ધમધમતા જુગારધામ પર સ્ટેટ વિજિલન્સ ગાંધીનગરની ટીમ ત્રાટકી:સાડા ત્રણ લાખના મુદ્દામાલ સાથે 26 ગેમ્બલરો ઝડપાયા

  જીગ્નેશ બારીયા :- દાહોદ 

ગાંધીનગર ની સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે લીમખેડાના શાસ્ત્રી ચોકમાં ધમધમતા જુગારના અડ્ડા ઉપર ઓચિંતો છાપો મારી પત્તાપાના વડે હાર-જીતનો જુગાર રમતા ૨૬ જેટલા જુગારીયાઓને ઝડપી પાડી રોકડ રૂપિયા ૧ લાખથી વધુ તથા 24 મોબાઈલ અને પાંચ વાહનો મળી કુલ રૂપિયા ૩. ૪૩ લાખ ઉપરાંતનો મુદ્દામાલ ઝડપી લીધો હતો જ્યારે ચાર જેટલા નબીરાઓ પોલીસને ચકમો આપી ભાગી છૂટવામાં સફળ રહ્યા હોવાનું જાણવા મળે છે.

પ્રાપ્ત વિગતો અનુસાર લીમખેડા નગરમાં મધ્યમાં આવેલા શાસ્ત્રી ચોકમાં સંતોષ કુમાર રસિકલાલ સોનીના રહેણાંક મકાનમાં પોલીસની રોકટોક વિના મોટાપાયે જુગાર રમાડાતો હોવાનું અને જુગાર રમવા બહારથી લોકો આવતા હોવાની ગુપ્ત બાતમી ગાંધીનગરની સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ ને મળતા સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે ગત રોજ સાંજે બાતમી માં દર્શાવેલ શાસ્ત્રી ચોકમાં ધમધમતા જુગારધામ ઉપર ઓચિંતો છાપો માર્યો હતો અને જુગાર રમી રહેલા દાહોદ મોટા ઘાંચીવાડ ના કાદરભાઈ ગનીભાઈ અનુસ, લુણાવાડ ના ખુર્શીદ યુસુફભાઈ માલવણીયા, દાહોદ ગારખાયાના મનહરભાઈ હેમચંદ બામણીયા, ગોધરાના રાણા સોસાયટીના ઉત્સવ કુમાર રમેશચંદ્ર રાણા, ગોધરાના મકબુલ ભાઈ ઈબ્રાહીમ પઠાણ, બાંડીબાર નામ મહેન્દ્રકુમાર લબાના, ગોધરાના અયુબ હુસેન મલેક, સહકાર નગર ગોધરાના પ્રકાશભાઈ શંકરલાલ ચીભરાણી, લીમખેડાના રમેશચંદ્ર નગીનલાલ શાહ, ધાનપુરના ઉમરીયા ગામના ચતુર બચુભાઈ ભુરીયા, ગોધરા પાવર હાઉસ સામે રહેતા નરેશ ભાઈ નાથુભાઈ કરમચંદાણી, લીમખેડા શાસ્ત્રી ચોકના ક્રિષ્ના રમેશભાઈ ચૌહાણ, ગોધરા ભુરાવાવ ના ભુરાભાઈ સાકર ભાઈ મકવાણા, મોટી બાંડીબાર ગામના બળવંતભાઈ બાબુભાઈ લબાણા વટેડા ગામના હોળી ફળિયા ના રાજુ ચંદ્રસિંહ બારીયા, મુલ્લાવાડ તળાવ પાસે દાહોદના મહંમદઅલી કુતુબુદ્દીન કાજી, દાહોદ મોટા ઘાંચીવાડ ના સુફિયાન સોહેબ અનુસ્ વાળા, લીમખેડાના ચતુરભાઈ મંગળા ભાઈ ચૌહાણ, દુધિયા ના ધવલભાઇ બાબરભાઈ જાટવા, લીમખેડાના ભરવાડ ફળિયાના રામસિંગભાઈ રેવાભાઇ કટારા, લીમખેડાના સંજય મનોજ ગોસ્વામી, મોટી બાંડીબારના ભરત ભીમા લબાના, લીમખેડાના ખીરખાઇ ગામના દિલીપ લક્ષ્મણ ડાંગી, દાહોદ વણઝાર વાડના ગફારભાઈ મસ્જિદ ભાઈ, દાહોદ દોલતગંજ બજારના સુનિલકુમાર પવનકુમાર સરૈયા, તથા લીમખેડા શાસ્ત્રી ચોકના સંતોષ ભાઈ રસિકલાલ સોનીને ઝડપી પાડયા હતા.જ્યારે દાહોદ કસ્બાના વાહીદ સેમસંગ કંપનીના કીપેડ મોબાઈલ વાળો, લાવા કંપની ના કીપેડ મોબાઈલ વાળો ,તથા જીજે 20.એબી.0828 નંબરની બજાજ પલ્સર મોટર સાયકલ વાળો પોલીસને ચકમો આપી નાસી ગયા હતા
પોલીસે સ્થળ ઉપરથી દાવ પરના તથા અંગ ઝડતી મળી રૂપિયા 1.5 લાખ ની રોકડ રૂપિયા ૩૮ હજારની કુલ કિંમતના મોબાઈલ ફોન 24 તથા રૂપિયા બે લાખની કિંમતના વાહન નંગ પાંચ મળી કુલ રૂપિયા 3.43 382 નો મુદ્દામાલ ઝડપી પાડી કબજે લઇ લીમખેડા પોલીસને સુપરત કરતા લીમખેડા પોલીસે જુગારનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે લીમખેડા શાસ્ત્રી ચોકમાં ધમધમતા જુગારના અડ્ડા ઉપર થી સ્ટેટ મોનીટરીંગ સેલ ની ટીમની રેડ ના પગલે લીમખેડા તાલુકામાં ધમધમતા જુગાર તથા દારૂના અડ્ડાઓ ના સંચાલકોમાં ફફડાટ ફેલાવા પામ્યો છે અને તેઓએ પોતાના અડ્ડા ઉપર ખંભાતી તાળા મારી ભૂગર્ભમાં ઉતરી ગયાનું ચર્ચાઈ રહ્યું છે

error: Content is protected !!