Thursday, 21/11/2024
Dark Mode

ફતેપુરા: કેન્દ્ર સરકાર દ્વારા પાસ કરાયેલા કૃષિ અને શ્રમ બિલના વિરોધમાં”દાહોદ જિલ્લા કિસાન સભા સમિતિ”દ્વારા આવેદનપત્ર પાઠવ્યું 

ફતેપુરા: કેન્દ્ર સરકાર દ્વારા પાસ કરાયેલા કૃષિ અને શ્રમ બિલના વિરોધમાં”દાહોદ જિલ્લા કિસાન સભા સમિતિ”દ્વારા આવેદનપત્ર પાઠવ્યું 

 વિનોદ પ્રજાપતિ :- ફતેપુરા 

દાહોદ તા.25

સરકાર દ્વારા પાસ કરાયેલું કૃષિ અને શ્રમ બિલના વિરોધમાં,ફતેપુરામા દાહોદ જિલ્લા કિસાન સભા સમિતિ દ્વારા આવેદનપત્ર પાઠવ્યું

ફતેપુરા તાલુકામાં કિસાન બિલના વિરોધમાં આજે ડાબેરી જનસંગઠનો સેન્ટર ઓફ ઇન્ડિયા ટ્રેડ યુનિયન, લાલવાવટા કામદાર યુનિયન ગુજરાત કિસાન સભા જનવાદી નૌજવાન સભા સ્ટુડન્ટ ફેડરેશન ઓફ ઈન્ડિયા અખિલ ભારતીય ખેત મજદૂર યુનિયન ના પ્રતિનિધિઓ દ્વારા ફતેપુરા મામલતદાર સાહેબ દ્વારા કેન્દ્ર સરકારને આવેદનપત્ર આપી માંગણી કરેલી છે કે કેન્દ્ર સરકાર દ્વારા કૃષિ અને શ્રમના બીલો પાસ કરેલ છે.જે મજદુર કિસાનો ખેત મજૂરો નાના વેપારી વર્ગ આમ જનતા વિરોધી બિલ છે તેવું જણાવી ફતેપુરા મામલતદાર પારગી સાહેબ ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું

ફતેપુરાના વિવિધ વિસ્તારમાં ફરી મામલતદાર કચેરીના પાટંગણમાં સરકારના બીલ ના વિરોધમાં આવેદન પત્ર આપ્યું હતું આવેદનપત્ર આવશ્યક ચીજો કાયદા સંશોધન2020 તેમજ એપીએમસી બજાર સમિતિ કાયદા વટહુકમ અને સુવિધા વટહુકમ 2020 કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કંપની કરાર આધારિત ખેતી કૃષિ સેવા વટહુકમ 2020 તેમજ 3 લેબર કોડ બીલ થી સરકારી કંપનીઓનાં ખાનગીકરણ અને મહત્વના સેક્ટરોમાં સો ટકા એફડીઆઇની પરવાનગી તેમજ કામદો- કર્મચારીઓને ગમે તે તેને સરળતાથી નોકરી માંથી કાઢી શકાય આ બિલ્લો કિસાન વિરોધી છે અને કેન્દ્ર સરકાર દ્વારા પાછા ખેંચી લે તેવી માંગણી કરીએ છે અમારું આવેદનપત્ર સરકારમાં પહોંચાડી અને અમારી માંગ છે તેવું દાહોદના આદિવાસી અધિકારી મંચના પ્રમુખ કનુભાઇ કટારા તેમાં દાહોદ જિલ્લા કિસાન સભાના સમિતિના પ્રમુખ સોમાભાઈ ડામોર દાહોદ જિલ્લા કિસાન સમિતિના મંત્રીશ્રી અક્રમ ભાઈ રાવળ દાહોદ જિલ્લા કિસાન સમિતિના કારોબારી સભ્ય અને ખેડૂત આગેવાનો જોડાયા હતા ફતેપુરા મામલતદાર પારગી સાહેબ એ તેમનું આવેદનપત્ર આગળ સુધી પહોંચાડવાની ખાત્રી આપી હતી

error: Content is protected !!