ફતેપુરામાં ભારતીય સ્ટેટ બેન્કના કર્મચારીઓને કોરોના પોઝિટિવ આવતા નગરમાં ફફડાટ:બે કર્મચારીઓને કોરોના પોઝિટિવ આવતા બેંકનું કામકાજ ત્રણ દિવસ માટે બંધ કરાઈ

Editor Dahod Live
1 Min Read

   શબ્બીર સુનેલવાલ :- ફતેપુરા 

ફતેપુરા ભારતીય સ્ટેટ બેન્ક ના બે કર્મચારીઓને કોરોના પોઝિટિવ આવતા નગરમાં ફફડાટ
બે કર્મચારીઓને કોરોના પોઝિટિવ આવતા બેંક નું કામ કાજ ત્રણ દિવસ માટે બંધ કરવામાં આવ્યું
બેંકમાં કામકાજ અર્થે આવતા અરજદારોએ વીલા મોઢે પર જવાનો વારો આવ્યો

ફતેપુરા તા.14

ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા નગરમાં આવેલ ભારતીય સ્ટેટ બેન્ક ના બે કર્મચારીઓને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા નગરમાં તેમજ સ્ટાફ કર્મચારીઓ તેમજ બેંકમાં કામકાજ અર્થે આવતા અરજદારોમાં ગભરાટ ફેલાઈ જવા પામેલ છે ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા નગરમાં તેમજ તાલુકામાં કોરોના પોઝિટિવ કેસ ની સંખ્યા દિવસે દિવસે વધતા આમ જનતામાં ગભરાટ ફેલાય જોવા મળે છે ફતેપુરા નગરમાં આવેલ ભારતીય સ્ટેટ બેન્ક ના બે કર્મચારીઓ પુષ્પેન્દ્ર સિંહ તેમજ મયુરભાઈ ને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા બેંકમાં કામ કરતા સહકર્મચારીઓ અને બેંકમાં કામકાજ અર્થે આવતાં અરજદારોમાં કોરોના સંક્રમણ નો ભય સતાવી રહ્યું છે સ્ટાફ ના કર્મચારીઓ અને ગ્રાહકો મિત્રોના સાવચેતી રૂપે ભારતીય સ્ટેટ બેંકના બે કર્મચારીઓને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતાં બેંકનું કામકાજ તારીખ 14 9 20 20 થી તારીખ 16 9 2020 ત્રણ દિવસ માટે બંધ કરી દેવામાં આવેલ છે

Share This Article