Thursday, 21/11/2024
Dark Mode

સુખસર:ગાંધીનગર સ્ટેટ વિજિલન્સનો સપાટો:સાગડાપાડા ડુંગરોની વચ્ચેથી ગાંજાનું ખેતર ઝડપી પાડ્યું:એલસીબી,એસઓજી તપાસમાં જોતરાઈ

સુખસર:ગાંધીનગર સ્ટેટ વિજિલન્સનો સપાટો:સાગડાપાડા ડુંગરોની વચ્ચેથી ગાંજાનું ખેતર ઝડપી પાડ્યું:એલસીબી,એસઓજી તપાસમાં જોતરાઈ

  હિતેશ કલાલ :- સુખસર 

સાગડાપાડા ગામ ડુંગરોની વચ્ચે આવેલા ખેતરમાંથી ગાંજા નું ખેતર ઝડપતી વિજિલન્સ ટીમ,દાહોદ એસ.ઓ.જી એલસીબીએ સ્થળ પર વધુ તપાસ હાથ ધરી.

સુખસર તા.11

ફતેપુરા તાલુકાના સાગડાપાડા ગામે ડુંગરોની વચ્ચે આવેલા ખેતરમાંથી ગાંજાનો ખેતર ગાંધીનગર વિજિલન્સ ટીમ દ્વારા ઝડપી પાડવામાં આવ્યું હતું દાહોદ એસ.ઓ.જી એલસીબીએ સ્થળ પર જઇ વધુ તપાસ હાથ ધરી હતી. કેટલો જથ્થો છે તે બાબતે તપાસ ચાલુ હોવાનું એસ.ઓ.જી પોલીસ ઇન્સ્પેક્ટર જણાવ્યું હતું.

સુખસર:ગાંધીનગર સ્ટેટ વિજિલન્સનો સપાટો:સાગડાપાડા ડુંગરોની વચ્ચેથી ગાંજાનું ખેતર ઝડપી પાડ્યું:એલસીબી,એસઓજી તપાસમાં જોતરાઈ

ફતેપુરા તાલુકાના સાગડાપાડા ગામે તીખી ફળિયામાં ડુંગરોની વચ્ચે મકાઈનાં ખેતરો ની પાસે એક ખેતરમાં ગાંજો વાવ્યો હોવાની ચોક્કસ બાતમીના આધારે ગાંધીનગર વિજિલન્સ ટીમ દ્વારા શુક્રવારના રોજ વહેલી સવારે છાપો મારવામાં આવ્યો હતો. જેમાં ખેતરમાંથી ગાંજા ના છોડ મળી આવ્યા હતા.વધુ તપાસ માટે દાહોદ જિલ્લા એસ.ઓ.જી અને એલ.સી.બી  જાણ કરાઈ હતી જેથી દાહોદ જિલ્લાની ટીમ દ્વારા ખેતર મા ઝડતી શરૂ કરાઇ હતી.જોકે ગાંજાનું ખેતર પકડાયો હોવાની વાતને લઈને જિલ્લામાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.

 સાગડાપાડા ગામેથી ગાંજા નું ખેતર ઝડપાયું છે. ટેકનિકલ ફોર્સના મદદથી તેની આગળની તપાસ ચાલુ છે :- પી.આઈ સંગાડા (એસ.ઓ.જી)

સાગડાપાડા ગામે ગાંજાના ખેતરમાં ટેકનિકલ સાધનો વડે તપાસ શરૂ કરાઇ હતી તેમજ સ્થળ પર જ ટેસ્ટિંગ પણ શરૂ કરાયું હતું કેટલો જથ્થો છે.તે બાબતે તપાસ ચાલુ હોવાનું એસઓજી પીઆઇ સંગાડા ઍ જણાવ્યું હતું.

error: Content is protected !!