Thursday, 21/11/2024
Dark Mode

ફતેપુરામાં બીએસએનએલના ધાધીયાના પગલે નેટ બંધ રહેતા મામલતદાર કચેરીમાં આવતા અરજદારોને પડતી હાડમારી:બેંકો સહીત સરકારી કચેરીમાં સોશિયલ ડિસ્ટન્સના ઉડ્યા ધજાગરા

ફતેપુરામાં બીએસએનએલના ધાધીયાના પગલે નેટ બંધ રહેતા મામલતદાર કચેરીમાં આવતા અરજદારોને પડતી હાડમારી:બેંકો સહીત સરકારી કચેરીમાં સોશિયલ ડિસ્ટન્સના ઉડ્યા ધજાગરા

શબ્બીર સુનેલવાલ :- ફતેપુરા 

ફતેપુરામાં બી એસ એન એલ ના ધાધીયા ના લીધે નેટ બંધ રહેતા મામલતદાર કચેરીમાં આવતા અરજદારોને પડતી હાડમારી,100 થી 150 અરજદારો આખો દિવસ લાઈનમાં ઉભા રહે છે.વિવિધ કામકાજ થશે આવ તા અરજદારોમાં બી એસ એન એલ નેટ બંધ રહેતા રોષ ફેલાયો,છેલ્લા બે-ત્રણ દિવસથી નેટ બંધ રહેતા મુશ્કેલીનો સામનો કરતા અરજદારો, સોશિયલ ડિસ્ટન્સના ઉડ્યા ધજાગરા

ફતેપુરા તા.08

ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા નગરમાં આવેલી મામલતદાર કચેરીમાં છેલ્લા બે-ત્રણ દિવસથી બી.એસ.એન.એલના નેટ બંધ રહેતા કામકાજ અર્થે આવતા અરજદારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.ફતેપુરા મામલતદાર કચેરીમાં બી.એસ.એન.એલ નેટ બંધ રહેતા સરકારની વિવિધ યોજનાઓનો લાભ લેવા માટે જાતિના દાખલા રેશનીંગ કાર્ડ 7/12 ની નકલ,આઠનો ઉતારો,આવકના દાખલા વગેરે કામકાજ અર્થે તાલુકામાંથી આવતા અરજદારો સવારથી મામલતદાર કચેરી પહોંચી જાય છે.નેટ બંધ રહેતા આ અરજદારો નેટની રાહ જોઈ સવારથી સાંજ સુધી બેસી રહેવાનો વારો આવ્યો છે.છેલ્લે નેટ ચાલુ ના થતા અરજદારોને વીલા મોઢે પરત ઘરે ફરવું પડે છે.છેલ્લા બે-ત્રણ દિવસથી બી.એસ એન.એલનું નેટ બંધ રહેતા અરજદારો આંટાફેરા મારીને આર્થિક રીતે અને માનસિક રીતે તેમજ શારીરિક થાકી જાય છે.મામલતદાર ફતેપુરા અને પ્રાંત દ્વારા બી.એસ.એન.એલ કચેરીમાં મૌખિક તેમજ લેખિત વારંવાર રજૂઆત કરવામાં આવે છે છતાં પણ બી.એસ.એન.એલના સત્તાધીશોના પેટનું પાણી હાલતું નથી.રોજના સરેરાસ 100 થી  150 જેટલા અરજદારો કામ વિના પરત ફરવાનો વારો આવે છે.નગરમાં આવેલ બેંકોમાં તેમજ પોસ્ટ ઓફિસમાં પણ નેટ બંધ હોવાના કારણે બેંકમાં તેમજ પોસ્ટ ઓફિસમાં આવતા ગ્રાહકોને રાહ જોઈને પરત ઘરે જવાનો વારો આવેલ છે બી.એસ.એન.એલ.ના વારંવાર નેટ બંધ રહેવાના કારણે અરજદારોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જ્યારે મોટી સંખ્યામાં બેંકો તેમજ સરકારી કચેરીઓમાં ભીડ ઉભરાતા સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાડતા જોવા મળી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે.કે ફતેપુરા પંથકમાં કોરોના સંક્રમણ વધવા પામ્યો છે.ત્યારે બેંકો તેમજ સરકારી કચેરીઓમાં ઉભરાતી ભીડના કારણે કોરોના સંક્રમણ વધુ વકરવાની ભીતિ સેવાઈ રહી છે ત્યારે આરોગ્ય વિભાગ તેમજ વહીવટી તંત્ર કોરોના સંક્રમણને નાથવા માટે કોવીડ 19 ની ગાઈડલાઈન મુજબ સોશિયલ ડિસ્ટન્સનો કડકાઇ પૂર્વક અમલ કરાવે તે જનહીતમાં છે.

error: Content is protected !!