Friday, 22/11/2024
Dark Mode

કોરોના મહામારીમાં ઉત્કૃષ્ઠ સેવા બદલ રાષ્ટ્રીય કક્ષાનો પુરુસ્કાર એનાયત કરાયો :ઝાયડસે તેમનો પુરસ્કાર કોરોના દર્દીઓની સારવાર દરમિયાન જીવ ગુમાવનાર કોરોના વોરિયર્સને સમર્પિત કર્યો

કોરોના મહામારીમાં ઉત્કૃષ્ઠ સેવા બદલ રાષ્ટ્રીય કક્ષાનો પુરુસ્કાર એનાયત કરાયો :ઝાયડસે તેમનો પુરસ્કાર કોરોના દર્દીઓની સારવાર દરમિયાન જીવ ગુમાવનાર કોરોના વોરિયર્સને સમર્પિત કર્યો

 જીગ્નેશ બારીયા @ દાહોદ 

ઝાયડસ હોસ્પિટલ દાહોદને કોવીડ સેવા માટે રાષ્ટ્રીય કક્ષાનો પુરસ્કાર એનાયત,કોરોનાના દર્દીઓની સારવારની ફરજ દરમ્યાન જીવ ગુમાવનાર સમગ્ર દેશના સ્વર્ગસ્થ કોરોના વોરિયર્સને અર્પિત કર્યો

દાહોદ તા.૨૭

કોરોના વૈશ્વિક મહામારીમાં દર્દીઓની સારસંભાળમાં સતત કાર્ય કરતી દાહોદની ઝાયડસ હોસ્પિટલને કોવીડ સેવા માટે રાષ્ટ્રીય કક્ષાનો પુરસ્કાર એનાયત કરાતાં હોસ્પિટલના ડોક્ટરો તેમજ સ્ટાફ મિત્રો સહિત દાહોદ જિલ્લા વહીવટી તંત્રમાં આનંદનો માહૌલ જાેવા મળ્યો હતો અને સૌ કોઈએ શુભેચ્છાઓ પણ પાઠવી હતી.

દાહોદ ખાતે આવેલ ઝાયડસ હોસ્પિટલને પ્રતિષ્ઠિત સી.એસ.આર.હેલ્થ ઈમ્પેક્ટ એવોર્ડ, ૨૦૦ પથારીની ડેઝીગનેટેડ કોવીડ હોસ્પિટલમાં કોરોનાના સમસ્ત પ્રકારની ગંભીરતાવાળા દર્દીઓની તદ્દન વિનામુલ્યે સારવાર કરવા બદલ ગણેશ ચતુર્થીના શુભ દિને એટલે કે, તારીખ ૨૨.૦૮.૨૦૨૦ ના રોજ એવોર્ડ મળેલ છે જે ઝાયડસના ચીફ ઓપરેટીંગ ઓફિસર પ્રોફેસર (ર્ડા.) સંજય દ્વારા સ્વીકારવામાં આવેલ છે. આ એવોર્ડ મળવા બદલ જિલ્લા સમાહર્તા વિજય ખરાડી તથા રાજ્યકક્ષાથી મળેલ માર્ગદર્શન અને સહકાર બદલ આભાર વ્યક્ત કરેલ છે. આ એવોર્ડ કોરોનાના દર્દીઓની સારવારની ફરજ દરમ્યાન જીવ ગુમાવનાર સમગ્ર દેશના સ્વર્ગસ્થ કોરોના વોરિયર્સને અર્પિત કર્યાે છે.

————————

error: Content is protected !!