ફતેપુરા:તહેવારોના સમયે એટીએમ થયાં લોકડાઉન:પંથકવાસીઓમાં ફેલાયો કચવાટ

Editor Dahod Live
1 Min Read

 શબ્બીર સુનેલવાલ @ ફતેપુરા 

ફતેપુરા તા.02
ફતેપુરા નગરમાં આવેલ એ ટી એમ તહેવારોના ટાઈમે જ બંધ રહેતા લોકોમાં કચવાટ, ફતેપુરા બેંક ઓફ બરોડા એ ટી એમ છેલ્લા બે દિવસથી બંધ રહેતા લોકોમાં રોષ ફેલાઈ જવા પામ્યો છે

ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા નગરમાં આવેલ બેંક ઓફ બરોડા નું એ.ટી.એમ છેલ્લા બે દિવસથી તહેવારોના સમયે જ બંધ રહેતા લોકોમાં રોષ જોવા મળે છે હાલમાં મુસ્લિમ સમાજના ઈદનો તહેવાર અને હિન્દુ સમાજમાં રક્ષાબંધનનો તહેવાર હોય બેંકોમાં શનિ રવિ અને સોમવાર એમ ત્રણ દિવસની રજા હોય આમ જનતાને નાણા ઉપાડવા માટે નો એક માત્ર આધાર એ.ટી.એમ છે પરંતુ બેન્ક ઓફ બરોડા એ.ટી.એમ છેલ્લા બે દિવસથી બંધ છે એ ટી એમ પર એ ટી એમ બંધ હોવાનું પાટીયુ લટકતું જોવા મળે છે હાલમાં મુસ્લિમ સમાજ અને હિન્દુ સમાજના તહેવારો હોય તહેવારોના સમયે જ એ ટી એમ બંધ હોવાથી લોકો ને હાલાકી પડે છે તહેવારો સમયે બેંકો મા રજા હોય અને નાણા ઉપાડવા માટે એક માત્ર આધાર એ ટી એમ છે આ એ ટી એમ બંધ હોવાના સબ બ આમ જનતામાં પરેશાની જોવા મળતી હોય છે

Share This Article