Thursday, 18/04/2024
Dark Mode

દે.બારિયાના પીપલોદમાં મકાનમાં રસોઈ બનાવતી વેળાએ ગેસના બોટલમાં આગ લાગતા મકાનમાં મૂકેલ ઘરવખરી સરસામાન બળીને રાખ: સદભાગ્યે કોઈ જાનહાનિ નહિ

દે.બારિયાના પીપલોદમાં મકાનમાં રસોઈ બનાવતી વેળાએ ગેસના બોટલમાં આગ લાગતા મકાનમાં મૂકેલ ઘરવખરી સરસામાન બળીને રાખ: સદભાગ્યે કોઈ જાનહાનિ નહિ

 મઝહર અલી મકરાણી:- દે.બારીયા 

દાહોદ જિલ્લાના બારિયા તાલુકાના પીપલોદ ગામે
દાંડી ફળિયામાં અચાનક મકાનમાં ગેસના બોટલ થી આગ લપેટાઈ

દે.બારીઆ તા.28

દાહોદ જિલ્લાના દેવગઢ તાલુકાના પીપલોદ ગામે દાંડી ફળિયામાં રહેતા પટેલ અભેસિંગ છગનભાઇના ઘરમાં ગેસના બોટલમાં અચાનક આગ લાગી હતી.જોકે આ આગના બનાવમાં સદભાગ્યે કોઈ જાનહાની થવા પામી નહોતી

દેવગઢબારિયા તાલુકાના પીપલોદ ગામે દાંડી ફળિયામાં ૨૭/૭/૨૦૨૦ બપોરના ૧૨.૦૦ વાગ્યાના અરસામાં અભેસિંગભાઈના ઘરમાં અચાનક ગેસના બોટલમાં આગ લાગતાંની સાથે ગામલોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતાં.અને બનાવ અંગેની દે.બારીઆ ફાયર ફાઇટર જાણ કરતા ઘટના સ્થળે દોડી આવ્યા હતા. બારિયા ફાયર ફાઈટર ચૌહાણ મયુર સિંહ સહિત તેમની ટીમ દ્વારા આગ કાબૂમાં લીધી. જોકે આ બનાવ થી કોઈ જાનહાનિ થઈ ન હતી. પરંતુ ઘરમાં માલ સામાન બળી જવાથી નુકશાન થયેલ છે. અકસ્માતે લાગેલી આગમાં ઘર માલિકને ૫ હજાર ઉપરાંતનો ઘર સમાન બળીને ખાખ થઇ જવા પામ્યો છે. જોકે સદભાગ્યે આ આગના બનાવમાં કોઈ જાનહાનિ થઈ ન હતી.

error: Content is protected !!