Thursday, 21/11/2024
Dark Mode

દાહોદ શહેરના નાના ડબગરવાડમાં બે જૂથો વચ્ચે હિંસક અથડામણનો મામલો:દાહોદ પોલિસે લઘુમતી કોમના 21 વ્યક્તિઓ વિરુદ્ધ રાયોટીંગનો ગુનો નોંધાયો

દાહોદ શહેરના નાના ડબગરવાડમાં બે જૂથો વચ્ચે હિંસક અથડામણનો મામલો:દાહોદ પોલિસે લઘુમતી કોમના 21 વ્યક્તિઓ વિરુદ્ધ રાયોટીંગનો ગુનો નોંધાયો

       જીગ્નેશ બારીયા @ દાહોદ 

દાહોદ તા.૨૫

દાહોદ શહેરના નાનાડબગરવાડમાં ગતરોજ રાત્રીના આઠેક વાગ્યાના અરસામાં લઘુમતિ કોમના ૨૧ જેટલા માથાભારે તત્વો દ્વારા અંગત ઝઘડાની અદાવત રાખી પોતાની સાથે તલવાર,હોકી, પાઈપો, લાકડીઓ વિગેરે જેવા મારક હથિયારો સાથે નાના ડબગરવાડ વિસ્તારમાં આ લઘુમતિ કોમનું ટોળુ ઘુસી આવ્યું હતુ અને મારક હથિયારો વડે પાંચ જેટલા યુવકોને માથાના ભાગે, શરીરે ગંભીર ઈજાઓ પહોંચાડી લોહીલુહાણ કરતા આ ગંભીર પાંચેય યુવકોને નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ પ્રસરી જવા પામ્યો હતો અને ઘટનાને પગલે મોડી રાત્રીના સમયે પોલીસ કાફલો પણ સ્થળ પર દોડી ગયો હતો. આ હિંસક હુમલામાં સામેલ તમામની પોલીસે ધરપકડના ચક્રોગતિમાન કર્યા છે.

ભીખાભાઈ કનુભાઈ દેવડા (રહે.ેનાના ડબગરવાડ,દાહોદ) દ્વારા નોંધાવેલ ફરિયાદના આધારે ગત તા.૨૪મી જુલાઈના રાત્રીના આઠેક વાગ્યાના સમયગાળા દરમ્યાન આ વિસ્તારમાં રહેતા મનોજભાઈ નાના છોકરા તથા લઘુમતિ કોમના છોકરા વચ્ચે બોલાચાલી થઈ હતી જેની અદાવત રાખી લઘુમતિ કોમના નવાબ સઈદ પટેલ, સઈદ વલી પટેલ, અલી ફિરોઝ પટેલ, ફીરોજ આમલેટવાલા, સીકંદર, સાકીર ગલ્લાવાળા, પરવેશ, શાહરૂખ, મહમંદ મુસા બજારીયા, ગફાર મુસા બજારીયા, સકીલ, અરબાજ, ઈરફાન ભુરીયો, સઈદ સલામ બજારીયા, તનવીર સઈદ બજારીયા, હાસીમ મહમંદ બજારીયા, આફતાબ ફીરોજ પટેલ, મુજીબ, સીદ્દીક પટેલ, ઈકબાલ મુસા સામત તથા સલ્લુ વિગેરે માથાભારે ઈસમો દ્વારા ગેરકાયદેસર મંડળી બનાવી પોતાની સાથે તલવાર, હોકી, પાઈપ, લાકડીઓ જેવા મારક હથિયારો સાથે નાના ડબગરવાડ વિસ્તારમાં આ ટોળુ ઘસી આવ્યું હતુ અને ઈરફાન ભુરીયાએ હાથમાની તલવાર અશોકભાઈ કનુભાઈ દેવડાને માથામાં ડાબા કાન પાસે મારી ગંભીર ઈજા પહોંચાડી લોહીલુહાણ કરી નાંખ્યો હતો. આ બાદ કાદીર ગલ્લાવાળાએ તથા સલામ બજારીયાએ લાકડી વડે પંકજભાઈ જયંતિભાઈ દેવડાને માથાના પાછળના ભાગે મારી ચામડી ફાડી નાખી લોહી લુહાણ કરી નાખ્યો હતો. તન્વીર બજારીયા, આફતાબ, ઈરફાન ભુરીયા વિગેરે ઈસમોએ ચેતનભાઈ ભગવાનદાસ દેવડા, અંકિતભાઈ જશવંતભાઈ પરમાર વિગેરેને લાકડી વડે તથા લોખંડની પાઈપ વડે માથામાં તથા શરીરે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચાડી વિસ્તારમાં ભયનો માહૌલ પેદા કરતા આ વિસ્તારમાં નાસભાગના દ્રશ્યો પણ સર્જાયા હતા. સાથે જ ઉપરોક્ત માથા ભારે ઈસમો દ્વારા વિસ્તારમાં પથ્થર મારો પણ કર્યો હતો. ઘટનાની જાણ દાહોદ શહેર પોલીસને થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને રાત્રીના સમયે સ્થિતીને કાબુમાં લીધી હતી પરંતુ આ ઘટનાને પગલે હાલ પણ આ વિસ્તાર સહિત દાહોદ શહેરમાં પણ અજંપાની શાંતિ જાેવા મળી રહી છે.
પોલીસે ઉપરોક્ત માથાભારે ૨૧ ઈસમો સામે ગુનો નોંધી તમામના ધરપકડના ચક્રોગતિમાન કર્યા છે.

error: Content is protected !!