Thursday, 21/11/2024
Dark Mode

ફતેપુરા:તાલુકા પંચાયત સભાખંડમાં સામાન્ય સભા યોજાઈ: પંચાયતના ગેરહાજર કર્મચારીઓને નોટિસ ફટકારી ખુલાસો માંગવા અંગે રજૂઆતો થઇ

ફતેપુરા:તાલુકા પંચાયત સભાખંડમાં સામાન્ય સભા યોજાઈ: પંચાયતના ગેરહાજર કર્મચારીઓને નોટિસ ફટકારી ખુલાસો માંગવા અંગે રજૂઆતો થઇ
 શબ્બીર સુનેલવાલ/વિનોદ પ્રજાપતિ @ ફતેપુરા 

ફતેપુરા તાલુકા પંચાયતની  સામાન્ય સભા
યોજાઈ:સામાન્ય સભામાં ગેરહાજર રહેનાર કર્મચારીઓને સભ્યો દ્વારા નોટિસ ફટકારવાના મુદ્દે થઇ રજુઆતો,સામાન્ય સભામાં આગામી સમયવિધ કામો માટે થઇ  ચર્ચા વિચારણા

ફતેપુરા તા.10

ફતેપુરા તાલુકાના ફતેપુરા તાલુકા પંચાયતના સભાખંડમાં તાલુકા પંચાયતના પ્રમુખ રજનીકાબેન ઘનશ્યામભાઈ મછાર અધ્યક્ષતા સ્થાને  સામાન્ય સભા યોજાઈ  હતી.આ સામાન્ય સભામાં ફતેપુરા મત  વિસ્તારના ધારાસભ્ય રમેશભાઈ કટારા તાલુકા વિકાસ અધિકારી એચ પી અમલીયાર તાલુકા પંચાયતના સભ્ય શ્રીઓ ગણમાન્ય કર્મચારીઓ  હાજર રહ્યા હતા.આ સામાન્ય સભામાં ગત મળેલ સામાન્ય સભાનું પ્રોસિડિંગ વંચાણે લઈ સર્વસંમતિથી પસાર કરવામાં આવ્યું હતું. તાલુકા પંચાયતની મહત્વની સામાન્ય સભામાં કર્મચારીઓ ગેરહાજર રહ્યા હોય તેવા તમામ કર્મચારીઓને નોટિસ ફટકારવાની અને ખુલાસો પૂછવા માટેની તાલુકા સભ્યશ્રી દ્વારા ધારદાર રજૂઆત કરી માંગણી કરવામાં આવી હતી.તેમજ સામાન્ય સભામાં તાલુકા વિકાસ અધિકારી નું વાહન ખરીદવા માટે અને ભાડે લેવા માટે ચર્ચા થયેલ હતી.તેમજ તાલુકામાં નવીન આંગણવાડીઓ માટે તથા સભાખંડમાં સાઉન્ડ સિસ્ટમ ના હોય સાઉન્ડ સિસ્ટમ સભાખંડમાં બેસાડવા માટેની ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી સામાન્ય સભા શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન પૂર્ણ થઇ હતી.

error: Content is protected !!