Saturday, 23/11/2024
Dark Mode

દાહોદ જિલ્લામાં 22 વર્ષીય યુવતી કોરોના પોઝીટીવ નોંધાઈ:અત્યારસુધીમાં કુલ 6959 સેમ્પલો પૈકી 6733 લોકોના રિપોર્ટ નેગેટિવ,165ના રિપોર્ટ પેન્ડિંગ

દાહોદ જિલ્લામાં 22 વર્ષીય યુવતી કોરોના પોઝીટીવ નોંધાઈ:અત્યારસુધીમાં કુલ 6959 સેમ્પલો પૈકી 6733 લોકોના રિપોર્ટ નેગેટિવ,165ના રિપોર્ટ પેન્ડિંગ

           જીગ્નેશ બારીયા @ દાહોદ 

દાહોદ જિલ્લામાં આજરોજ વધુ એક પોઝીટીવ કેસ નોંધાતા ચકચાર,કોરોના સંક્રમીત થયેલા પિતાના સંપર્કમાં આવેલી 22 વર્ષીય દીકરી પણ પોઝીટીવ,દાહોદ જિલ્લામાં કોરોના મહામારી હવે ધીમાંપગે લોકલ ટ્રાન્સમિશનમાં પગપેસારો થતાં મહામારીનું વધુ વકરવાની શક્યતાઓ વધવા પામી,આરોગ્ય તંત્ર સહીત વહીવટીતંત્ર પણ ચિંતાતુર,ગત અઠવાડિયામાં દાહોદમાં કોરોના પોઝીટીવના 12 કેસો નોંધાવા પામ્યા છે.અને એમાં મોટાભાગના દર્દીઓ લોકલ ટ્રાન્સમિશનના લીધે સંક્રમિત થયાં,અત્યાર સુધીમાં 6559 લોકોના સેમ્પલ ચકાસણી કરતા 6733 ના રિપોર્ટ નેગેટિવ 165 ના રિપોર્ટ પેન્ડિંગ,આજરોજ કોરોના સંક્રમિત આવેલી યુવતી સહીત કુલ 16 એક્ટિવ કેસો હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ, 

દાહોદ તા.04

દાહોદ જિલ્લામાં આજરોજ વધુ એક પોઝીટીવ કેસ નોંધાતા ચકચાર મચી જવા પામી છે.વધુ જાણવા મળ્યા મુજબ આરોગ્ય વિભાગ દ્વારા 172 સેમ્પલો કલેક્ટ કરી પરીક્ષણ અર્થે મોકલવામાં આવ્યા હતા.જેમનો રિપોર્ટ આજરોજ આવતા 172 સેમ્પલો પૈકી 171ના રિપોર્ટ નેગેટિવ આવવા પામ્યા હતા અને દાહોદ શહેરના નાના ડબગરવાડના રહેવાસી 22 વર્ષીય જાગૃતિબેન વિનોદભાઈ દેવડાનો રિપોર્ટ પોઝીટીવ આવવા પામ્યો હતો. જ્યારે આજરોજ કોરોના સંક્રમિત આવેલી યુવતી સહીત કુલ 16 એક્ટિવ કેસો હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

કોરોના મહામારી હવે ધીમાં પગે લોકલ ટ્રાન્સમિશનમાં પગપેસારો કરી રહી છે.જેના લીધે આ મહામારીનું વધુ વકરવાની શક્યતાઓ વધવા પામી છે. જેને લીધે આરોગ્ય તંત્ર સહીત વહીવટીતંત્ર પણ ચિંતાતુર જોવા મળી રહ્યો છે.કોરોના મહામારીએ ગત તા.28.06.2020 થી 04.07.2020 એટલે કે ગત અઠવાડિયામાં દાહોદમાં કોરોના પોઝીટીવના 12 કેસો નોંધાવા પામ્યા છે.અને એમાં મોટાભાગના દર્દીઓ લોકલ ટ્રાન્સમિશનના લીધે સંક્રમિત થયાં હોવાની માહિતી સપાટી પર આવી છે.જે ખરેખર ગંભીર બાબત છે.જેને લઇ આરોગ્ય વિભાગથી લઇ વહીવટી તંત્ર પણ ચિંતિત જોવા મળી રહ્યો છે.દાહોદમાં ગઈકાલે આરોગ્ય વિભાગ દ્વારા 172 લોકોના સેમ્પલો કલેક્ટ કરી તપાસઅર્થે મોકલવામાં આવ્યા હતા.જે પૈકી 171લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા.જ્યારે નાના ડબગર વાડ ખાતેના રહેવાસી તેમજ લુણાવાડાની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા અને ગત તા.01 મી જુલાઈ ના રોજ કોરોના સંક્રમિત આવેલા વિનોદભાઈ દેવડાના સંપર્કમાં આવેલી 22 વર્ષીય દીકરી જાગૃતિબેનને ગળામાં દુખાવો થતાં તેઓને અત્રેના હોસ્પિટલ ખાતે લાવી તેઓનો સેમ્પલ કલેક્ટ કરી ચકાસણી અર્થે મોકલતા તેઓનો રિપોર્ટ  આજરોજ પોઝીટીવ આવતા ચકચાર મચી જવા પામી છે.જ્યારે દાહોદ જિલ્લામાં અત્યારસુધીમાં 6959 લોકોને કોરોનટાઇન તેમજ હોમ કોરોનટાઇન મળી સેમ્પલ કલેક્ટ કરી ચકાસણીઅર્થે મોકલવામાં આવ્યા હતા.જે પૈકી કુલ 6733 લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.જ્યારે તા.03.07.2020 ના રોજ લીધેલા 163 ફ્રેશ સેમ્પલ મળી કુલ 165ના રિપોર્ટ હાલ પેન્ડિંગ છે.દાહોદ જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 62 કેસો નોંધાવવા પામ્યા છે. જે પૈકી 45 લોકો કોરોનામુક્ત થઇ જતા હાલ 16 એક્ટિવ કેસો હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે.જ્યારે એક દર્દીનું વડોદરા ખાતે મૃત્યુ થવા પામ્યું છે.હાલ આરોગ્ય વિભાગ દ્વારા કોરોના સંક્રમિત આવેલા દર્દીઓના રહેઠાણ સહીત આસપાસના વિસ્તારોમાં સૅનેટાઇઝ સહીત દવાના છટકાવની કામગીરી પણ કરવામાં આવી રહી છે. તેમજ જિલ્લા સમાહર્તાશ્રી દ્વારા વધી રહેલા કોરોના પોઝીટીવ કેસો તેમજ લોકલ ટ્રાન્સમિશનની પરિસ્થિતિને કાબુમાં લેવા લોકોને ફરજીયાત માસ્ક પહેરવા તેમજ સામાજિક અંતર જાળવવા સહીત પૂરતા સાવચેતીના પગલાં લેવા અપીલ પણ કરાઈ છે.

error: Content is protected !!