Thursday, 21/11/2024
Dark Mode

દાહોદ:વધુ બે દર્દીઓ કોરોનામુક્ત થતાં હોસ્પિટલમાંથી રજા અપાઈ:અત્યાર સુધીમાં કુલ 44 દર્દીઓ કોરોનમુક્ત થતાં હવે એક્ટિવ કેસોની સંખ્યા 8 થઇ

દાહોદ:વધુ બે દર્દીઓ કોરોનામુક્ત થતાં હોસ્પિટલમાંથી રજા અપાઈ:અત્યાર સુધીમાં કુલ 44 દર્દીઓ કોરોનમુક્ત થતાં હવે એક્ટિવ કેસોની સંખ્યા 8 થઇ

નીલ ડોડીયાર @ દાહોદ 

કોરોનાને પરાસ્ત કરતા દાહોદ જિલ્લાના બે યુવાનોને હોસ્પીટલમાંથી જિલ્લા કલેક્ટરશ્રી અને આરોગ્યકર્મીઓએ આપી શુભેચ્છાસહ વિદાય આપી 

દાહોદ, તા. ૨૯ દાહોદ:વધુ બે દર્દીઓ કોરોનામુક્ત થતાં હોસ્પિટલમાંથી રજા અપાઈ:અત્યાર સુધીમાં કુલ 44 દર્દીઓ કોરોનમુક્ત થતાં હવે એક્ટિવ કેસોની સંખ્યા 8 થઇ

દાહોદ જિલ્લાંના બે યુવાનોએ કોરોનાને પરાસ્ત કરતા આજ રોજ ઝાયડસ સીવીલ હોસ્પીટલ ખાતેથી રજા આપવામાં આવી છે. જિલ્લા કલેક્ટર શ્રી વિજય ખરાડી સહિત આરોગ્યકર્મીઓએ શુભેચ્છાઓ સહિત તેમને વિદાય આપી હતી.
લીમખેડાના પીપળી ગામના વતની ૩૩ વર્ષીય શ્રી નીલેશભાઇ ઇશ્વરભાઇ મુનીયાનો તા. ૧૮ જુનના રોજ કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. દાહોદની ઝાયડસ સીવીલ હોસ્પીટલમાં ૧૦ દિવસની સઘન સારવાર બાદ તેઓ સંપૂર્ણ સ્વસ્થ થતા તેમને આજ રોજ રજા આપવામાં આવી છે.
જયારે ઝાલોદના કદવાલ ગામના વતની શ્રી જયદીપ દિનેશ પ્રજાપતિ, જેઓ ૨૩ વર્ષના છે અને ૧૩ જુને અમદાવાદથી દાહોદ આવ્યા હતા. તા. ૧૭ જુનના રોજ તેમનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેમને પણ ૧૧ દિવસની સઘન સારવાર બાદ આજે ઝાયડસ સીવીલ હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે.
બંને યુવાનોને હોસ્પીટલમાંથી રજા આપતી વખતે જિલ્લા કલેક્ટર શ્રી વિજય ખરાડી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. આર.ડી. પહાડીયા સહિત સૌ આરોગ્યકર્મીઓ તેમને શુભેચ્છાઓ સહિત તાળીઓના ગડગડાટ વચ્ચે વિદાય આપી હતી. બંને યુવાનોએ જિલ્લા તંત્ર અને આરોગ્ય કર્મીઓએ એક પરીવારની જેમ તેમની સારસંભાળ રાખી હોય તે બદલ ધન્યવાદ આપ્યા હતા.

error: Content is protected !!