Sunday, 08/09/2024
Dark Mode

સિંગવડ તાલુકાના મછેલાઈ ગ્રુપ ગ્રામ પંચાયતમાં ચાલતા મનરેગાના કામોમાં મોટાપાયે ભ્રષ્ટાચાર આચરાયો હોવાની વ્યાપક ફરિયાદો

સિંગવડ તાલુકાના મછેલાઈ ગ્રુપ ગ્રામ પંચાયતમાં ચાલતા મનરેગાના કામોમાં મોટાપાયે ભ્રષ્ટાચાર આચરાયો હોવાની વ્યાપક ફરિયાદો

 કલ્પેશ શાહ @ સીંગવડ 

સીંગવડ તા.24

સિંગવડ તાલુકાના મછેલાઈ ગ્રુપ ગ્રામ પંચાયતમાં ચાલતા મનરેગાના કામોમાં મોટાપાયે ભ્રષ્ટાચાર આચાર્ય હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે. જોકે સંલગ્ન વિભાગ દ્વારા ઉંડાણપૂર્વક તપાસ કરવામાં આવે ચર્ચાઓએ હાલ જોર પકડયું છે.

સિંગવડ તાલુકાના ગ્રુપ ગ્રામ પંચાયત મછેલાઈમાં મનરેગાના કામોમાં કેટલશેડ જમીન સમતલ ચેકડેમો તથા સરક્ષણ દીવાલો વગેરે કામોમાં મોટાપાયે ભ્રષ્ટાચારની બૂમ ઉઠવા પામી છે.મછેલાય ગ્રુપ ગ્રામ પંચાયતમા કેટલ શેડ બનાવ્યા હતા.તે હજુ ઘણાં કેટલશેડના પર પતરા ઢાંકવામાં આવ્યા નથી.જ્યારે કેટલાકે કેટલ શેડઓ ખાલી પેપર પર બતાવીને રૂપિયા લઇ લેવામાં આવ્યા હોવાની ચર્ચાઓ હાલ જોરશોરમાં ચાલી રહી છે.સરકાર તરફથી ગરીબ પ્રજાને આ કેટલ શેડ પશુઓ બાંધવા કામ લાગે તેમ કરીને બનાવવામાં આવે છે.પરંતુ જેને પણ બનાવવા આપ્યા હતા તેમને પૂરતા બનાવ્યા નથી.તથા અડધા બનાવીને બીજા બારોબાર કરી દેવામાં આવતા લોકો દ્વારા ચર્ચાનો વિષય બનવા પામ્યો છે. જ્યારે જમીન સમતળ મા પણ સરકાર દ્વારા લોકોને રોજીરોટી મળી રહે તે માટે આ કામો કરાવવામાં આવે ત્યારે જે તે સરકારી કામ લેવાવાળા દ્વારા ડાયરેક્ટ જેસીબીથી સરખુ કરાવી ને રૂપિયા લોકોના ખાતામાં નાખી દેવામાં આવે છે પણ તે રૂપિયા જે તે ખાતેદારને ખબર નહિ પડતા તે રૂપિયા બારોબાર ઉપાડીને લઈ લેવા માં આવતા હોય છે.અને ખરેખર લોકોને મંજૂરી મળી રહે તે માટે આવા સરકારી કામો કરવામાં આવે છે ત્યારે ગામના આગેવાનો દ્વારા બારોબાર જેસીબીથી કામ કરીને સરકારી અધિકારીઓની મીલીભગત તથા જીઆર એસ અને ટેકનિકલની અધિકારીઓ દ્વારા બારોબાર રૂપિયા ઉપાડી લેતા હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે.અને તે રૂપિયા આગેવાનો દ્વારા લઈ લેવામાં આવતા હોય છે જે ખાતેદાર દ્વારા તેમને એક પણ રૂપિયો નથી મળતો તથા આગેવાનો દ્વારા ખાતા પણ બોગસ ખોલવામાં આવે છે.તેવું લોકો દ્વારા જાણવા મળે છે.જ્યારે ઢબુડી ગામે મોટાભાગના ચેકડેમોમાં જુના ચેકડેમો અને રીપેર કરી ને નવા કરી તેના રૂપિયા લઇ લેવામાં આવ્યા છે.તથા અમુક મંડળીઓ દ્વારા સરકારી કામો કરવામાં આવે છે. તેમાં પણ સંરક્ષણ દિવાલોમાં પણ જૂની દીવાલોને પ્લાસ્ટર કરીને નવી કરી દઈ ને સરકાર શ્રી ના રૂપિયા ખોટા લેવામાં આવે છે જો ઉપલા અધિકારીઓ દ્વાર તટસ્થ તપાસ કરવામાં આવે તો મછેલાઈ ગ્રામ પંચાયતમાં ઘણુ બોગસ કામો બહાર આવે તેમ છે.

error: Content is protected !!